कामातुराणाम भयं न लज्जा
(વાસના શિકારીને ભય કે શરમ નડતી નથી)
योगः चित्तव्रुत्ति निरोधः
મનની વ્રુત્તીઓને સંયમિત કરવી તે યોગ છે
*****
સોળ વર્ષના સ્વપ્ન લઇ સાઈઠે સરતી હોય છે
ઘરડી ઘોડી લાલ લગામ થઇનેય ફરતી હોય છે
કોઈના ખેતરમાં તે નિરલજ્જ ચરતી હોય છે
દોસતોને તે લડાવી શત્રુ કરતી હોય છે
ભેંસની સામે પ્રમાણીક થઈ કરો જો ભાગવત
ખોપડીમાં વાત તેની ક્યા ઉતરતી હોય છે
ચેટ જાળે રાહ જોતાંને કરે લોલૂપ ને,
ખાઈમાં પાડી સ્વયં પોતેય મરતી હોય છે
છાશવારે સાથી બદલે શી વફા કે દોસતી
યોગ્ય કે અયોગ્ય ભ્ર્ષ્ટા ના નિરખતી હોય છે
કામ આતૂરને કશી લજા શરમ ક્યાથી નડે ?
કોઈપણ નીતિ નિયમથી ક્યાં તે ડરતી હોય છે
ચિત્ત વ્રુત્તિની જ નારી આગ થઈ ભડકી ઉઠે
ધ્યાનની વર્ષા વડે જ્વાલાઓ ઠરતી હોય છે
-દિલીપ ગજજર
દિલીપ ભાઈ બહુજ સરસ , ધન્યવાદ ,
વધુમો .
વોદરીતો , ગુલોટ મારે , પણ વોદ્રોય કયો નથી મારતો ગુલોટ,
સાઠે , બુદ્ધિ ,નાઠી, નારાયણ દત્ત તિવારીને તો નેવુએ નાઠી છે
કોઈપણ નીતિ નિયમથી ક્યાં તે ડરતી હોય છે….
દિલીપભાઈ ખુબ સુંદર
આજે ભારતમાં આ જ પરિસ્થિતિ છે કોઈ માણસને નીતિ નિયમથી ડર જ નથી લાગતો અને મન ફાવે તેમ વર્તન અને ભ્રષ્ટાચાર કરે છે…
શ્રી દિલીપભાઈ
સુંદરવિચારોની સરસ ગઝલ.વાસના સદા અંધ અને સ્વાર્થી જ હોય, આજે સંસ્કારનો ઘડતરનો
ગ્રાફ નીચે જઈ રહ્યો છે ત્યાં આ ઉમદા ગઝલ ખૂબ જ ગમી ગઈ.
રમેશ પટેલ(આકાશદીપ)
very well said… Nice.
Dilipbhai, I like your poem as it reflects those people who make other’s life a hell. I am experiencing such shattered and nearly destructive life! You may like to read my novel’s synopsis in my blog http://www.raman-storyideas.blogspot.com . My story is about the systematic destuction of a family. I look forward to your vews. Regards.
આવાં સર્જનો નવા મુલાકાતીઓ માટે આશીર્વાદ રૂપ છે. ખૂબજ ગમ્યું. આભાર. આપને પણ મારા બ્લોગની મુલાકાત લેવા આમંત્રણ પાઠવું છું અને પ્રેતિભાવો છોડી જવા અપેક્ષા રાખું છું..બસ એજ..