જેને સર્જ્નમાં રસ છે !

Snow Drops Hearts Photo by DGajjar
પ્રિય મિત્રો, વિશ્વકર્મા જયંતિ નિમિત્તે, થોડી પંક્તિઓ રજુ કરું છું આશા છે ગમશે.
કેટલાં વિરોધ કે અવરોધ કરતા હોય છે
ખૂબ થોડાં સત્યને સાકાર કરતા હોય છે
વિશ્વકર્મા વંશ છું ના ધર્મ મારો ધ્વંસનો,
જગમહીં કલાકાર સરજન શ્રેષ્ઠ કરતા હોય છે

નાચો ગાઓ કરો આનંદ ईशावास्यम ईदम सर्वम
જગે વસંતનો ઉત્સવ, ક્યાં   नैराश्यम ईदम सर्वम
રડે જન્મી રડે મરતાં जीवन रोना है क्या लल्लू ?
સદા હસતા રહી ફેલાવી દો,  हास्यम ईदम सर्वम


જેને સર્જ્નમાં રસ છે
તેના જીવનમાં કસ છે

સુંદર નજરે જોયું તો
તુજ ચેહરો ખૂબ સરસ છે

સ્નેહના મીઠા લાડૂ વ્હેંચો
વિશ્વકર્મા તેરસ છે

હિતકારત પ્રવૃત્તિમાં
સાહિત્યે બસ સબરસ છે !

છે માયાવી ક્ષણભર તો પણ
સપનામાં સૌને રસ છે !!

નિરાશા વ્યાપી મનમાં
તેમાં ના કંઈ રસકસ છે

પ્રેમ પ્રિયાનો ના ભૂલાતો
પ્રેમભર્યું દિલ ખૂબ સરસ છે

તું ના મારો, તો પણ તારો
‘દિલીપ’ અંતિમ વારસ છે !

 

Advertisements

13 thoughts on “જેને સર્જ્નમાં રસ છે !

  1. આદરણીય શ્રી દિલીપભાઈ,

    કેટલાં વિરોધ કે અવરોધ કરતા હોય છે
    ખૂબ થોડાં સત્યને સાકાર કરતા હોય છે
    વિશ્વકર્મા વંશ છું ના ધર્મ મારો ધ્વંસનો,
    જગમહીં કલાકાર સરજન શ્રેષ્ઠ કરતા હોય છે
    સાહેબ વિશ્વકર્માના વંશજોએ ભારતભરમાં કાષ્ઠ કૃતિઓના
    બનાવી છે અને જુદાજુદા મંદિરોની શોભા વધારી છે તે અનન્ય
    અને અદ્વિતીય હજુ પણ છે. અને સદીઓ રહેશે.
    વિશ્વકર્મા તેરસ ની ખુબ શુભ કામના.આપ તો સાહિત્ય ક્ષેત્રે
    પણ બેનમુન કૃતિઓનું સર્જન કરો છો
    વિશ્વકર્મા વંશજ દિલીપ શ્રેષ્ઠ સર્જન કરે છે
    એ રોજ ભગવાન વિશ્વકર્માને વંદન કરે છે.

  2. ભાઈ શ્રી દિલીપભાઈ ખુબ ખુબ અભિનંદન ….
    આપની જેમ અમે પણ વિશ્વકર્મા ના સુપુત્રો છીએ. આ શ્રુસ્તી નું સર્જન કરનાર વિશ્વકર્મા ભગવાન ની જયંતી નિમિતે આપે જે ઉમદા વિચારો રજુ કર્યા તે સન્માનીય છે, અમે પણ અહી આવેલા મંદિર માં દર્શન કરવા જઈએ છીએ. આપની ઘણી રચના વાંચવાનો આનંદ માન્યો. આમ ને આમ એક ભારતીય અને વિશ્વકર્મા ના પુત્ર રૂપે કવિતાઓ નું મજબુત બાંધકામ કરી રહ્યા છો. ખુબ ખુબ અભિનંદન …. અને આવી રચનાઓ નો આનંદ પીરસતા રહો……

    અવકાશ સુથાર
    પેટલાદ
    આણંદ( ગુજરાત)

  3. જેને સર્જ્નમાં રસ છે/તેના જીવનમાં કસ છે…
    બ્લોગ પર લખતા દરેકને લાગુ પડે તેવું સર્વસમય વિધાન,વર્ષોના નિચોડથી આવું વાક્ય
    સર્જાય છે,અને દ્રષ્ટિ ઘડાય છે.એવી દ્રષ્ટિથી મેળવેલો આનંદ અમારી સાથે વહેંચવા બદલ આભાર.

  4. આ જગતમાં જે કંઈ કલામય છે ત્યાં વિશ્વકર્મા ભગવાનના દર્શન થાય છે.અમે આ દિવસે પૂજા કરી
    પાવર પ્લાન્ટમાં વપરાતા સાધનોની પૂજા કરતા.
    એક ખાનગી વાત કહું ,અમે થોડા મિત્રો સાથે ડાકોર ગયેલા, સાંજે ડાકોરના ઠાકોરના મંદિરમાં સકરી
    ભોગની થાળી મંગાવી, ધર્મ શાળામાં જવા ગયા, ત્યાં વિશ્વકર્મા સમાજની ધર્મ શાળા હતી, ત્યાં ગયા,અમને પેટા જ્ઞાતી પૂછી પણ ખબર ના પડી, પેલી કહેવત જેવું થયું ,વાણીયાની જાનમાં
    ગયેલા તેવું, એક કહે અમે દશા, બીજા કહે વીસા અમે બોલ્યા સાડા બત્તીસા. અમારા મીત્રે કહું
    હું કડીયા કામ કરું છું, ..જોકે અમને રુમની સગવડ મળી ગઈ. થોડી વાત જુદી છે ,,પણ આપની
    પોષ્ટે યાદ આવી ગયું.
    રમેશ પટેલ(આકાશદીપ)

  5. આપના બ્લોગ ની મુલાકાત લીધી તો લાગ્યું કે ……………………………………………. જેને સર્જ્નમાં રસ છે
    તેના જીવનમાં કસ છે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s