અંજલિ ગુજરાતને (ગોધરા હત્યાકાંડ સંદર્ભે)

 

મિત્રો,ગોધરા હત્યાકાંડ નિમિત્તે જે વ્યથા/અનુભૂતિ આજથી નવ વરસ પહેલા થઈ તેને વાચા આપતી રચના રજુ કરું છું’તન્હા’ કાવ્ય પ્રકાર ગઝલના બંધારણ ને અનુલક્ષીને,(અદમ ટંકારવીએ મને તપાસી આપેલ તે સુપેરે યાદ છે.)
અંજલિ ગુજરાતને
(ગોધરા હત્યાકાંડ સંદર્ભે) )
* પ્રેમથી જીવતો રહે વેર પરહરતો  રહે !
* આભ ધુમાડા વડે કેમ તું ભરતો રહે
* આ ધરા પર રક્તની કાં નદી કરતો રહે
* સિંહ સ્વમાં રત રહી પર ને અવગણતો રહે
* જે કરે મેં મેં સતત તે બલી ચડતો રહે
* વર્ગ જાતી ભેદને તું સતત ભૂલતો રહે
* ધર્મથી મુક્તિ મળે નામ ને તજતો રહે
* હું પ્રથમ છું માનવી તે સતત રટતો રહે
* માનવી હાથે કરી જો કબર ચણતો રહે
* આચરણ ચુકી જતા પાપ આચરતો રહે
* ખૂન હિંસા જુલમથી માનવી લડતો રહે
* કેમ ઈશ્વર ચુપ રહી ખેલ નીરખતો રહે
* ધર્મનું લેબલ લઇ ના બધે ફરતો રહે
* લાખ વાતો છોડ તું એક આચરતો રહે
* ગાંધીના ગુજરાતમાં મૌન થઇ ફરતો રહે
* પુલ જો બાંધી શકે ભીત ના ચણતો રહે
* જુઠ અત્યાચારથી ધર્મ તો રડતો રહે
* બંદગી સાચી હશે તો ખુદા હસતો રહે
* વેરથી તું વેર લઇ લાશ ના ગણતો રહે
* પ્રેમનો સંદેશ લઇ તું બધે ફરતો રહે
* આજીવન અણમોલ છે મોજથી જીવતો રહે
* જે કરે તે પામશે એ ન વિસરતો રહે
* તું બની નેતા બુરો રક્ત ના ચુસતો રહે
* ધર્મને જો તું હણે તે તને હણતો રહે
* દેવ પૂજી પથ્થરે દાનવી બનતો રહે ?
* પ્હાણ થઈને માનવી પ્રાણ કા હણતો રહે
* સહજ ધર્મી માનવી સૌ સહી સરતો રહે
* દેહમાં શ્રી રામ છે તે નહીં રમતો રહે
* ક્રોધી તોફાને ચડે શાંતિ સાચવતો રહે
* કોપ કુદરતનો નથી ખુદ શરમાતો રહે
* ખૂબ તે કટકા કર્યા ઘટ હવે ઘડતો રહે
* બંદગીનું ફળ નથી , દ્વેષ ઠાલવતો રહે
* શાંત તો ઇસ્લામ છે આગ હોલાવતો રહે
* પાશવી શેતાન તો ઝેર રેલવતો રહે
* ખુદ  સમસ્યા વિશ્વની ખુદ સુધરતો રહે
* કેટલો સંકુલ છે પ્રશ્ન ઉકલતો  રહે
* ધર્મ ગેબી ધારણા માનવી ધરતો રહે
* ઈશ અલ્લાહ ક્યાં નડે માનવી નડતો રહે
* મંદિર મસ્જીદ ના નડે માનવી નડતો રહે
* આ મરણીયા જંગમાં પ્રાણને વરતો રહે
* લાખ ભૂલો તે કરી ભૂલથી ભણતો રહે
* ભૂલમાં કંકર ગણી રત્ન ના તજતો રહે
* સાંભળી આક્રંદને ક્યાં સુધી હસતો રહે
* રૂપ રંગ ને ચર્મના મોહ્મમાં ફસતો રહે
* કોણ સામાજિક છે જો  બધું લુંટતો રહે
* આંખથી દેખાય શું આયનો ધરતો રહે
* વાતમાં જે સાર હો તેજ સાંભળતો રહે
* જો બળે ઘર કોઈનું તાપણું કરતો રહે ?
* ઘર છોડી ક્યાં જવું શ્હેર સાચવતો રહે
* સર્વ બળી તે મૂકયું તું હવે ઠરતો રહે
* જીવતા માનવ જલે ચિંતને બળતો રહે
* પાપના કૃત્યો વડે ના ઘડો ભરતો રહે
* સાફ કહેતો ના કદી તેજ બડબડતો રહે
* એજ કારીગર ખરો જે બધું ઘડતો રહે
* તૂટતો વિશ્વાસ જ્યાં શ્વાસ આ ઘટતો રહે
* આ વાસંતી ઋતમાં પ્યાર ખીલવતો રહે
* હું રહું કા તું રહે જિદ્દે ના ચડતો રહે
* તું નથી કઈ એકલો વિશ્વસહ વસતો રહે
* જાય દુનિયા ખાયમાં દેશ સાચવતો રહે
* મારું આ તે પારકું ક્ષુદ્રતા તજતો રહે
* ના પતનના માર્ગ પર તું સતત ધસતો રહે
* રક્ત છે તલવારમાં ધાર ના ઘસતો રહે
* તું પ્રભુના નૂરને ચૂર ના કરતો રહે
* મોત આવ્યું આંગણે દિવસો ગણતો રહે
* તું ઘેર પહોંચીશ કે સદદુઆ કરતો રહે
* જ્યાં જુઓ ત્યાં લાશ છે ચિહ્ન પારખતો રહે
* જીવતો બાળ્યો હશે રાહ બસ તકતો  રહે
* નરપશુ થઈને હવે લાશ ના ચૂથતો રહે
* પ્રાણ ચાલ્યો ગયો છતાં ધર્મ સાચવતો રહે ?
* સ્વાર્થી નેતા બધે ગીધ થઇ ફરતો રહે
* ના લઘુ ના બહુમતી સમ્મતિ ગણતો રહે
* ઈશ અલ્લાહને જુદા કેમ ઠેરવતો રહે
* રક્ત સર્જક સંબંધે પ્યાર રેલવતો રહે
* ગુણથી ગુણો વધે સત્સંગ કરતો રહે
* ઈશ-અલ્લાહને ઉભય તું નમન કરતો રહે
* હું ને  તું ને તેય છે  દ્વૈત માં રમતો રહે
* આખરે તો તે રહે  હું સદા ખરતો રહે
* રામ હસ્તે જે છૂટ્યો પ્હાણ ના તરતો રહે
* ઈશમૂર્તિ વિશ્વ છે  ધ્વંસ ના કરતો રહે
* રામ જેને ઊંચકે પ્હાણ ના ડૂબતો રહે
* રામરહીમ ના જુદા ભાવના ચણતો રહે
* હું જ સાચો ના સદા તે સત ઠરતો રહે
* નીરખી અંજામ સંવાદ સરજંતો રહે
* આમ  અમદાવાદનો મદ નહીં વધતો રહે
* મદ નહીં ના મોહ જ્યાં કૃષ્ણ તું સ્મરતો રહે
* ઓમ  શાંતિ  શાંતિનો જાપ તું જપતો રહે
* કોપ અમદાવાદ પે ના જ ઉતરતો રહે
* શું ગુરુ પણ વાયરે તરુણ થઇ ઉડતો રહે ?
* અંધ શિષ્ય આયને મૂખ નીરખતો રહે
* વેરના તણખાં ઝરે પ્રેમદીપ  જલતો રહે
* અલ્પ અફવા ઉડતા જીવ ફડફડતો રહે
* પ્રાણીઓમાં શ્રેષ્ઠ નર ગર્વ ક્યાં ટકતો રહે
* દેશની નૌકા ડૂબે છેદને ભરતો  રહે
* બુદ્ધિશાળી તે છતાં કેમ ઢસડાતો રહે
* કેમ મરજીવો બની અકારણે મરતો રહે
* હોય  સૂરમાં સુરો તોય લડખડતો  રહે
* હાલ નીરખી દેશના આમ કાં હસતો રહે
* હા વાસંતી વાયરો દેશમાં વહેતો રહે
* પ્રેમી તો પાગલ બની ગીત ગણગણતો  રહે
* મુજ  વતન પર પ્યાર છે દૂર છો વસતો રહે
* જેટલી ચિંતા વધે દેહ પણ બળતો રહે
* અન્ન માંગે બાળ જો  આંસૂ નીતરતો રહે
* હેતનો બાંધેલ માળો આમ ના ખરતો રહે
* કીમતી માનવજીવન કેમ વેડફતો રહે
* માનવી અવતારની ભેટ સાચવતો રહે
* રક્ત પ્યાસી છે ધરા પાવની કરતો રહે
* ઝેર કડવું વેર છે તું અમી ધરતો રહે
* ખૂન માટી માંગતી માંગ તું ભરતો રહે
* રક્ત સીંચ્યું ભોમને તું જતન કરતો રહે
* બાળ માતા વૃદ્ધ પર તું દયા કરતો રહે
* બુદ્ધ ગાંધી મ્હાતમાને  અંજલિ ધરતો રહે
* આંસુડે પસ્તાયને પાપને ધોતો રહે
* છેદ ના કર કંઠનો હાર તું બનતો રહે
* નાશ ના પણ સર્જને શક્તિ વાપરતો રહે
* મૂળ  ધર્મ નું છે દયા જીવ સાચવતો રહે
* વેદ વદતાં  સર્વનર સુરક્ષા કરતો રહે
* દર્દ ચીખો આહથી આખરે મરતો રહે
* આશનો સુરજ ઉગે કોપ દઈ ઢળતો રહે
* કાળનું વિકરાળ આ રૂપ નીરખતો રહે
* શુભત્વ તુજ સાથમાં દુરીતથી ડરતો રહે
* હિંદુ ગર મુસ્લિમ હો પરસ્પર નભતો રહે
* આ ધરા પર પાવની ગંગ અવતરતો રહે
* કદર માટે ક્યાં લખું દર્દ પારખતો રહે
* માત ગુર્જરી દુઃખમાં આંસુડા લૂછતો રહે
* રાતદિવસ સ્વપ્નમાં નાશ ઉભરતો રહે
* હાડકા ને માંસના ઢગલા નીરખતો રહે
* એક દિ અટકી જશે પ્રાર્થના કરતો રહે
* શાંતિની વર્ષા પ્રભુ તું હવે કરતો રહે
* અન્ન વિના માનવી ના જ કરગરતો રહે
* વાસંતી સંહારના શાપને ખમતો રહે
* ચૌત્રના ત્રિવિધ આ તાપને ખમતો રહે
* રામ  હૃદયે ખીલતા ચંદ્રમાં ઉગતો રહે
* દોષ ભાળી અન્યના આમ ના વઢતો  રહે
* ભીખમાં  કંઈ ના ખપે શ્રમથી રળતો રહે
* ઇશનો પ્રેસાદ ભોજન સાથમાં  જમતો રહે
* ગુણ દોષે ના કદી વાદમાં પડતો રહે
* અંગુલી ચિંધ્યા વગર  ખુદ સુધરતો રહે
* છે દવા ઉત્પાતની શીલ ને ઘડતો રહે
* આ કસોટી કાળમાં ધ્યાન તું ધરતો રહે
* પ્રાણ માટે માનવી નાજ તરફડતો રહે
* માં બહેનની કોઈપણ લાજ ના લુટતો  રહે
* ખૂન  કરવા ભાઈનું લાગ ના તકતો રહે
* ગઝલ ભાવે અશ્રુની અંજલિ ધરતો રહે
* આજ ‘અંતરદીપ’થી બોધ બસ મળતો રહે
* જ્યાં સુધી શાંતિ ન હો ના દિલીપ સુતો રહે !

13 thoughts on “અંજલિ ગુજરાતને (ગોધરા હત્યાકાંડ સંદર્ભે)

 1. હું પ્રથમ છું માનવી તે સતત રટતો રહે
  * માનવી હાથે કરી જો કબર ચણતો રહે
  * આચરણ ચુકી જતા પાપ આચરતો રહે
  * ખૂન હિંસા જુલમથી માનવી લડતો રહે
  * કેમ ઈશ્વર ચુપ રહી ખેલ નીરખતો રહે
  * ધર્મનું લેબલ લઇ ના બધે ફરતો રહેહું પ્રથમ છું માનવી તે સતત રટતો રહે
  ………
  રક્ત છે તલવારમાં ધાર ના ઘસતો રહે
  * તું પ્રભુના નૂરને ચૂર ના કરતો રહે
  * મોત આવ્યું આંગણે દિવસો ગણતો રહે
  * તું ઘેર પહોંચીશ કે સદદુઆ કરતો રહે
  ……………..
  શ્રી દિલીપભાઈ
  માનવતાને ભૂલી ,વેરથી તબાહી કરવાના પ્રસંગોથી વ્યથીત હૃદયમાંથી સરસ ભાવોનું આ કવન ,
  એક સંદેશ દેતું અનુભવ્યું.
  રમેશ પટેલ(આકાશદીપ)

 2. આદરણીય શ્રી દિલીપભાઈ,

  * પ્રાણ માટે માનવી નાજ તરફડતો રહે
  * માં બહેનની કોઈપણ લાજ ના લુટતો રહે
  * ખૂન કરવા ભાઈનું લાગ ના તકતો રહે
  * ગઝલ ભાવે અશ્રુની અંજલિ ધરતો રહે
  * આજ ‘અંતરદીપ’થી બોધ બસ મળતો રહે
  * જ્યાં સુધી શાંતિ ન હો ના દિલીપ સુતો રહે !
  માનવતાના સંદેશ ફેલાવતી એક હદયના તાર ઝંઝાનાવી દે તેવી
  રચનામાં કવિશ્રીએ વ્યથિત હૈયે ભાવ પીરસી સરસ મઝાનો સંદેશ
  આપી સાચી શ્રધ્ધાંજલિ અર્પી છે. ધન્ય છે કલમને જેને આવા બેનમુન
  વિચારો જગતને માનવતા સજ્જ કરવા પ્રેરણા આપી છે.

 3. આદરણીય દિલીપભાઈ,આપશ્રી ની આ રચના ખુબજ પ્રસનીય છે.આખરે જીવન તો પ્રભુ ની અમુલ્ય ભેટ છે.આ ભેટ ને લુટી લેનારા માનવતા વિહોણા છે.જગત આજે ગ્લોબલ વોર્મિંગ માં ધકેલાયું છે કાલે જગત હશે નહિ હશે……

 4. ગઝલ ભાવે અશ્રુની અંજલિ ધરતો રહે
  * આજ ‘અંતરદીપ’થી બોધ બસ મળતો રહે
  * જ્યાં સુધી શાંતિ ન હો ના દિલીપ સુતો રહે !
  So many words….so much of “inner feeling” poured out.
  Nice Rachana !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Talked of reading this Post on the Phone & forgot to post a comment.
  Hope to see you on Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s