ભયંકર દુર્દશા દૃશ્ય, ફકત શબ્દે સુનામી છે

દુ;ખો દર્દો અને આહો, ખુવારીની જુબાની છે
ન  કહેવાતી જે શબ્દોમાં ભયાનક તે કહાણી છે
નથી ઘરબાર જીવન જલ-સ્થળે લાશો નનામી છે
ભયંકર દુર્દશા દૃશ્ય ફક્ત શબ્દે સુનામી છે
અતિ અભિમાન કરતો જ્ઞાન ને વિજ્ઞાન નું કિન્તુ
પરમ પ્રકૃતિ પાસે માનવી પણ તુચ્છ પ્રાણી છે
મજાની જિંદગી સન સેન્ડ સી તટપર તેં માણી પણ
બીજી પળ ની ખબર ક્યાં અવદશા કેવી થવાની છે
જીવન ખારું  કરી પાછુ ફર્યું સાગર તણું પાણી
મરણના આંકની વૃદ્ધિ જીવનની ક્યાં નિશાની છે ?
ઉઠ્યા તોફાની મોજાઓ કરી ચાલ્યા ગયા તાંડવ
શમે ક્યાં  પૂર માનવ આંખમાં અશ્રુનું પાણી છે
ઘણા લીલા ગણી ઈશ્વરની સઘળો ખળે નીરખતા
ઘણા માનવતા ચુકી ધર્મથી કરતા કમાણી છે
મળી એક પળ ભરી દે પળ જીવન જીવી લે આ પળમાં
કદી ઈચ્છા પૂરી ના આવતી કાલે થવાની છે
હસાવી જા તું આપી જા મજા જગમાં લુટાવી જા
જતી વેળા તો સૌએ બાંધી મુઠ્ઠી ખોલવાની છે
હ્દયના પ્રેમસાગરમાંય ઘોડાપૂર આવ્યું ત્યાં
અહી હું  છું અને તું ત્યાં પછી ક્યાં જીન્દગાની છે
પ્રકૃતિ ધોવા ઈચ્છે તેને પળમાં ધોઈ નાખે છે
ભૂલી જા જિંદગી સદીઓ સુધી જીવી જવાની છે
તું માનવતા ફક્ત સપના અને ચલચિત્રમાં જોતો
સગી આંખે દિલીપ જો ધ્વંસ ગઝલ ક્યાં કલ્પનાની છે

16 thoughts on “ભયંકર દુર્દશા દૃશ્ય, ફકત શબ્દે સુનામી છે

 1. દિલીપભાઈ સરસ રચના છે . દિલીપભાઈ સુનામી કે ધરતીકંપ , ભૂકંપ શબ્દ જ ભયંકર છે . જેણે આ વિકટ પરીસ્થિતિનો અનુભવ કર્યો હોય તેને આખો ચિતાર નજર સામે આવી જાય છે . મેં ૨૦૦૧ ના ધરતીકંપમાં અડધી ઊંઘમાં દશ માળના ટાવરમાં અનુભવ કર્યો છે , આવા શબ્દો કાને પડતાં રુંવાડા ઉભા થઇ જાય છે અને કુદરતી બચાવથી માનસિક શાંતિનો અનેરો અનુભવ પણ થાય છે .

 2. દિલીપભાઈ,આપશ્રી ને ધન્યવાદ.સુનામી ભૂકંપ,વાવાઝોડા સામે કોય પણ મજબુત માનવી પામર છે,કુદરત ની હોનારત એ એક સંદેશ પણ હોય શકે પાપ ના બંધન થી છુટવાનો.!!!!!!! માનવ એ માનવતા ના પાઠ શીખવાજ જોયે,દુનિયા ગ્લોબલ વોર્મિંગ માં નષ્ટ થતી દેખાય છે.

  આપશ્રી ની આ કૃતિ ખુબજ પ્રસંશા ને પાત્ર છે ફરી ને આપશ્રી ને હાર્દિક અભિનંદન.
  શુભેછા સહ.

 3. શ્રી દિલીપભાઈ
  આપના ભાવુક હ્ર્દયની કલમ ,લોકોની વેદના ઝીલી ગઈ. આપે હ્ર્દય સ્પર્શતી કથાને વણી લીધી.
  આ ગઝલ દ્વારા વ્યથાના ભાગિદાર બનાવવા માટે અભિનંદંન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. ભાવવાહી ગઝલ!! જ્યારે ખુદાને સપાટે આવે માણસ ત્યારે વિચારે માણસ મે કોઇનુ ખરાબ તો નથી કર્યુ..બાકી તો માણસ …ખુદાની આ પ્રકૃતીને પોતાની માની બેઠો..આ દુનિયા જેટલી સુંદર છે એટલો જ ખુદાનો ચાબખો ગેબી છે ..ખુદા આ ઇન્સાનો પર રહેમ કરે..
  સપના

  • સપનાજી, આપની કવિ દ્રુષ્ટિ વાત કહી ગઈ..માણસ જે ખરાબ કરે છે અન્ય પ્રત્યે પ્રક્રુતિ કે જગત પ્રત્યે તે જ્યારે તેને થાપટ લાગે છે ત્યારે જ ખબર પડે છે..અનુભવથી તે શીખતો જાય તે પણ શુભ છે..બડા કમજોર હૈ આદમી, અભી લાખો હૈ ઈસમે કમી..કહ્યું છે ને..આપ પધાર્યા અને બહુમૂલ્ય પ્રતિભાવ આપ્યો..આભાર.

 5. આદરણીય શ્રી દિલીપભાઈ,

  તું માનવતા ફક્ત સપના અને ચલચિત્રમાં જોતો
  સગી આંખે દિલીપ જો ધ્વંસ ગઝલ ક્યાં કલ્પનાની છે
  ખરી વાત કહી છે આપે માનવતા ઓતપ્રોત થઈને માણવાની છે તે આજે સપનામાં
  વાતોમાં, ભાષણમાં અને ચલચિત્રોમાં જ દેખાય છે આજે માનવતા શોધવા દીવો લઇ
  નીકળવું પડે તેવી દારુણ સ્થિતિ છે. આપની ગઝલ જાપાનના તાદ્રશ્ય દ્રશ્યો સાથે રુદન
  કરાવી દિલને હચમચાવી ગઈ. લોકોની વેદનાના તાર આપે ગઝલમાં આબાદ ઝીલ્યા છે.

 6. શ્રી દિલીપભાઈ,

  આપના બ્લોગ પર આજ પહેલી વખત ટહેલતા ટહેલતા આવી ચડ્યો, અને આપની આ ભાવવાહી ગઝલ માણી. આપના ભાવુક હ્ર્દયની કલમ ,લોકોની વેદના ઝીલી ગઈ. આપે હ્ર્દય સ્પર્શતી કથાને વણી લીધી.
  આ ગઝલ દ્વારા વ્યથાના ભાગિદાર બનાવવા માટે અભિનંદંન.

 7. સરસ રચના..સંવેદનશીલ હૃદયનો ચિત્કાર..

  તરણું ટકી જાય છે ને પર્ણો તરી જાય છે… મજબુતાઇ બધી ધ્વંસ થાય છે.. આ સંદેશ નથી ?

  લતા જ. હિરાણી

 8. અતિ અભિમાન કરતો જ્ઞાન ને વિજ્ઞાન નું કિન્તુ
  પરમ પ્રકૃતિ પાસે માનવી પણ તુચ્છ પ્રાણી છે
  મજાની જિંદગી સન સેન્ડ સી તટપર તેં માણી પણ
  બીજી પળ ની ખબર ક્યાં અવદશા કેવી થવાની છે
  Dilipbhai…In these words you said a lot..and that is the Truth !
  Nice Rachana with the reference to Sunami !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you & your Readers to read the New Post on Chandrapukar !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s