પ્રેમ તેનો પુરતો છે એક નજર બસ જોઈએ !


ये गमोकी शब् गुजर  अब  जायेगी
सुबहा की किरने नजर अब आएगी
ज़िन्दगी जैसी  संवारी प्यारसे,
प्यारमें  वैसी गुजर अब जायेगी
दीलीप गजजर 24/03/2010

પ્રેમ તેનો પુરતો છે એક નજર બસ જોઈએ !
હાથમાં હો હાથ  ના શંકાનું ટીપું  નાખીએ  !
જે હદયની ભીતરે  છે તે કદી ના ખોઇએ
તે પછી છોને નજર જ્યાં જ્યાં જુએ ત્યાં જોઈએ
દુખના ડુંગર ભલે તૂટી પડે માથા ઉપર
પુષ્પ ખોબાભર મળ્યા તો શાને હરદમ રોઇએ
ના કોઈ ફરિયાદ છે જીવન મજા છે ના સજા
તે કરુણા જાણવા  દૃષ્ટિ વિધાયક રાખીએ
થાય છે શુદ્ધિ હદયની આંસુડે પસ્તાઈને
આવ પાછા બાલ થઈને પોક મૂકી રોઇએ
આ નજર આ સ્મિત ને સુંદર વદન મળશે નહીં
પાસપાસે  બેસી ચાલને એકમેકમાં  ઝાંખીએ
છે સખા  ઊંડાણ દિલમાં આવ ડૂબકી મારીને
આ સમય  ને સીમાના અંતર  સદંતર ખોઇએ
રાગ્દ્વેશોની જલાવી હોળી  ફાલ્ગુને, દિલીપ
પ્રીતના અંકૂર  પ્રિયાના ઉરમાં ખીલાવીએ !

24th March 2011
Graden Sculpture Photo & Poem by Dilip Gajjar

20 thoughts on “પ્રેમ તેનો પુરતો છે એક નજર બસ જોઈએ !

 1. શિલ્પ સાથે એકાકાર થતી રચના,ભાષા અને અભિવ્યક્તિમાં.
  આ નજર આ સ્મિત ને સુંદર વદન મળશે નહીં
  પાસપાસે બેસી ચાલને એકમેકમાં ઝાંખીએ

 2. આ નજર આ સ્મિત ને સુંદર વદન મળશે નહીં
  પાસપાસે બેસી ચાલને એકમેકમાં ઝાંખીએ
  છે સખા ઊંડાણ દિલમાં આવ ડૂબકી મારીને
  આ સમય ને સીમાના અંતર સદંતર ખોઇએ………………… beautiful words…. beautiful message .

 3. રૂપનો સ્વર ગુંજી ઊઠ્યો
  ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં
  એ રીતે તમને અમારા શ્વાસ બનાવી દઉં
  શબ્દો તણા પુષ્પો ગુંથી ગજરો બનાવી દઉં
  એ રીતે તમને ગઝલના પ્રાસ બનાવી દઉં
  કલ્પવૃક્ષની છાંવમાં મંદિર બનાવી દઉં
  એ રીતે પથ્થર તને ઇશ્વર બનાવી દઉં

  • Thanks Chandravadanbhai, સંશયાત્મા વિનશ્યતિ..કહ્યુ જ છે ભગવદગીતામાં પરમાત્મનો પ્રેમ કે પ્રિયતમાનો..શંકા યા સંશય ઘાતક છે જ. આપના બહુમૂલ્ય પ્રતિભાવનો આદર સહ આભાર.

 4. શ્રી દિલીપભાઈ
  ગઝલમાં તમે ખુદ ડૂબી ગયા
  ને એક એક શેર ખીલી ગયા
  ધન્ય તમે ને અમે દિલીપજી
  એક પ્રેમ નઝરાણું ધરી ગયા
  ….મનમાં એક ભાવ અને પાવનતા એકી સાથે આપે રમાડી દીધા.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. આદરણીય દિલીપભાઈ,આ રચના ખુબજ પ્રેમાળ છે વસંત ઋતુ માં પ્રેમ નો સંદેશો જાણે ખીલતા પુષ્પો ના સુવાસ છે.પ્રેમ અઢી અછર નો છે જે જાણે તે ભવો ભવ તરી જાય …

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s