ગુજરાત દિનરાત સુરક્ષિત ને વિકસિત હશે !

૫૧ મા સ્થાપના દિને  સ્વર્ણીમ ગુજરાત મહોત્સવ નિમિત્તે  શત શત શુભેચ્છાઓ.

સ્વચ્છતા, ટ્રાફિક માર્ગે નિયમનમાં શિસ્ત હશે !

કાયદાપાલનમાં પ્રત્યેક નાગરીકો ચુસ્ત હશે  !

ભેદભાવો ભૂલી, ભ્રષ્ટાચારથી તે મૂક્ત હશે  !

વિશ્વના પ્રવાસી સુંદરતા નીરખવા વ્યસ્ત હશે !

ગુજરાત દિનરાત સુરક્ષિત ને વિકસિત હશે !

મિત્રો,૨૦૨૫ માં આપ કેવું ગુજરાત જોવા ઈચ્છો છો ?શ્રી વિજયભાઈ એ મને પ્રશ્ન કર્યો અને અંતરની લાગણીઓ તેમના ફીલીગ્સ મેગેઝીનમાં આપી..મને  તર્ક રહીત શંકા રહિત સમગ્ર વિશ્વાસ છે પુરેપુરો વિશ્વાશ છે સમ્પૂર્ણ આશા છે સો ટકા શ્રધ્ધા છે કે ગુજરાત વિકસિત થશે જ. શ્રી વિજયભાઈને આ શબ્દના ભાવપૂષ્પો ગુજરાત માટે મે મોક્લી દીધાં પછી જે ઉમેરો કરવા મન થયું તે..

‘જ’ કાર …કે ગુજરાત વિકસિત થશે જ.
એવું જ મારું માનવું છે મને તેઓ પ્રોત્સાહન આપવા માટે ગાયક કહે છે..પણ સંગીતકાર તો  હું નથી જ તેમનાથી કહેવાઈ ગયું છે..જે મે લખી આપેલ નથી.. હું ઉત્તમ ગાયન માટે યથામતિ યત્ન કરીશ…રિયાઝ કરીશ મારી સમજ મુજબ..ગુજરાત પણ મનમાં પ્રથમ છે અને અંતરની લાગણી વિચારોનો જ પડઘો સાકાર થાય તેમ હું શતપ્રતિશત માનું છું….એક્વાર અંતરની પ્રમાણીક ઇચ્છા ભાવના લાગણી અને વિચાર થાય પછી તો બહાર તેવું થયા વિના રહેવાનું જ નથી…આ એક સતત પ્રક્રિયા છે..વિકાસ ક્રમિક હોય ધીમો જ હોય..તેમા થોડો પણ સહકાર હોય તો..અન્યત્ર કિં કર્મભી…તનથી ગુજરાત બહાર વસતા હોવા છતાં મનમાં ગુજરાત છે આમ માની સ્વર્ણીમ મહોત્સવમાં મને કિંચીત વ્યકત કરવા ની તક મળી,વિજયભાઇએ આપી તે બદલ તેમનો આભાર માની પ્રતિનિધીત્વરુપ જ સ્વીકારું છું.. વધુને વધુ ગુર્જરી ગીતો ગાઈશ અને ગુજરાતતને જ અર્પણ કરીશ.

તન  ભલે પરદેશમાં પણ મનમહીં ગુજરાત છે
મનમહીં ગુજરાત ના તો ઘોર અંધારી રાત છે
-દિલીપ ગજજર

 

 


http://www.feelingsmultimedia.com
Website:
Office:
102-104, Pacific Plaza, VIP Road, Karelibaug, Vadodara, M : 098253 28488, Ph : 0265-2489477
Location:
Karelibaug, Vadodara, India


Posted in અવર્ગીકૃત | 9 Replies

હું પ્રેમી છું પ્રેમ કરું છું प्रेम स्वरुपोहं

હું પ્રેમી છું પ્રેમ કરું છું

प्रेम स्वरुपोहं

નદી નથી કહેતી કે મારી જેવું ખળખળ  જીવન છે ?

પર્વત નથી પૂછતો  કે યાર, તું મારા જેવો સ્થિર છે ?

સાગર નથી પૂછતો કે તું ગંભીર છે

સુરજે કદી કહ્યું  કે તું વહેલો ઉઠ ?

ચંદ્ર કદી પૂછે તું શીતલ છે  ?

ફૂલ નથી પૂછતું કે  કે  તું સુવાસિત છે

નદી તો વહેતી જ રહેશે

પર્વત ના અસ્થીર થાશે

સાગર તો ગંભીર છે જ

ચંદ્ર શીતલતા અર્પે જ

ફૂલ તો સુવાસ દે જ છે

કોઈ લે કે ન લે

કોઈ ચાહે કે ન ચાહે

કોઈ માને  કે ન માને

કારણ વગર મળી શકું છું

શૂન્ય થઈ ભળી શકું છું

વિશ્વ ને પ્રેમ કરી શકું છું

વિશ્વંભર મારો છે હું તેનો છું

કોઈ ચાહે કે ન ચાહે શું ફરક ?

કોઈ માને કે ન માને શું ફરક ?

પ્રેમ કરવો જન્મસિદ્ધ અધિકાર છે

ના કોઈ વિકાર કે પ્રચાર છે

હું ક્યાં પૂછું છું તારામાં પ્રેમ છે

ઈશ્વર  ક્યાં પૂછે છે તું લાયક છે

તે પ્રેમી છે પ્રેમ કરે છે

પ્રેમથી સર્જન કરે છે

સર્જનને પ્રેમ કરે છે

હું પ્રેમી છું પ્રેમ કરું છું

સર્જુ છું મારું જગત,…

જીવું છું મરું છું ક્યાં કોઈને નડું છું

 

પ્રેમથી જીતનાર માણસ છે !મિત્રો, આપ સમક્ષ રજુ કરું છું…વિપૂલ સદ સાહિત્યના અભ્યાસુ એવા જ્ઞાનવૃધ્ધ વડીલ મિત્ર, આદરણીય ઉત્સાહી, અન્યને ઉત્સાહ આપનાર, સ્થીર મતિ ભક્તિમાન અને સદા ગતિમાન આત્મીય, જિતુભાઈ રામૈયાને સપ્રેમ…૨૧ પાંદ્ડીનું ભાવપૂષ્પ..દમયંતિબહેન, જિતુભાઈ જીવનસંગી મંજુલાબેન, લીલાબહેન, આધ્યાત્મિક અને સાહિત્યરુચિ ધરાવનાર  સમગ્ર પરિવાર.જીતુભાઈને તેમના બહેનો  ડાબી બાજુએ દમયંતિ બહેન અને જમણી બાજુએ લીલાબહેન ..નવસારી ભારતથી મળવા આવ્યા તે પ્રસંગે તસવીર લીધેલ..તેમના બંને બહેનો આજીવન બ્રહ્મચારી છે અને માનવની સેવા જ આજીવન વ્રત છે..આવી બહેનોને મળીને સહજ  ખુશી આનંદ થાય તેમની સાથે દોઢ બે કલાક પણ પણ એક મિનીત જેવા જ લાગ્યા અને સત્સંગમાં જે સુખ મળ્યુ તે તો  જાણે..સ્વર્ગીય..જીતુભાઈ યોગ શિક્ષક પણ અને જીવેતે શરદઃશતમ.. શતાયુ થવાની વ્રુત્તિના  પણ નિસંકોચ ધારક..આવા માનવો પ્રત્યે સમાજ મોટેભાગે હાંસીપાત્ર વર્તન અને કદી તો ઉપહાસ કરતો વર્તાય છે..મારે મન આ માવના ગુણ દિપકનું ગૌરવ છે..જેમનું સામિપ્ય ૨૧ વર્ષથી છે..

અગર જો વાર તહેવારે જ્તાં હો દેવના દર્શન
મળી જાતાં જણાશે કે પુનિતના દ્વાર માણસ છે


કામ એક સાચુ કરી શ્રી રામ બોલો

પ્રેમરૂપી કૃષ્ણની બંસીનું હૈયે ગાન હો
સત્યરૂપી રામનું જીવનમાં મારા સ્થાન હો
કૃષ્ણ પાલન ગોરુપી  ઇન્દ્રિયનું સમજાવજો
ભોગને મર્યાદા બાંધી રામ મુજને રક્ષજો
-દિલીપ ગજજર.

કામ એક સાચુ કરી શ્રી રામ બોલો

પ્રાણ જાતા દેહનું શું કામ બોલો

ભક્તિ સાચી છે અગર દાનત ભલી હો,

ના બગલમાં છૂરી રાખી રામ બોલો

સંસ્કૃતિની લાજ જગથી જાય ત્યારે

મૂલ્ય અર્થી નીકળે શું રામ બોલો

સંપત્તિ શકિત વધે ત્યાં શીલ ગાયબ

થાય ધાર્યુ રાક્ષસી પરિણામ બોલો

શ્વાન રાજા થઈ ઉકરડે જઈ ચડ્યાં

પોલ ખોલી શું મળ્યું ઈનામ બોલો

પાઠ પોપટ ટેવ પણ ભારે પડી ગઈ

મુક્ત ગગને ઉડશે ખુલે આમ બોલો

હરજગે શિર ટેકવાથી નહિ મળે તે

રામરાવણ જય ! ભલા શું કામ બોલો

હા, સ્વધર્મે મૃત્યુ શ્રેયસ્કર દિલીપ

હરપલે જીવન સતત સંગ્રામ બોલો

જય શ્રી રામ

આજે  ભારતીય સંકૃતીના આધાર સ્તંભ શ્રી રામચંદ્રજી નો પ્રાગટ્ય દિન છે ..બર્થ ડે છે … શ્રી રામ ને કોઈ મોટા મહાન કહે ત્યારે પોતાની ઓળખ ..આત્માનામ માનુષમ મન્યે રામમ દશરથ આત્મજ : કહી આપતા કે..હું એક સામાન્ય માનવ છું અને દશરથનો પુત્ર છું …રામે સાંભળ્યું કે તમારા નામે પથ્થર તરે ..તે ચકાસવા હનુમાનજી ને કહ્યું કે ..લે આ પથ્થર હું દરિયામાં ફેકું ..ક્યા તરે છે ? ત્યારે હનુમાન ખુલાસો આપતા કહે છે જે તમારા હાથ થી છુટ્યો તે ડૂબ્યો ..!! આમ રામ શબ્દ આત્માનો પર્યાય થઇ ગયો રામના જીવન વિકાસથી ..તેથી જ જીવનમાં થી રામ ચાલ્યા જાય તે નિષ્પ્રાણ થઇ જાય ..જેના જીવનમાં ઉત્સાહ સ્ફુર્તી ચૈતન્ય નથી તે નાસ્તિક કહેવાય ..નૈરાશ્ય સહુથી મોટું આત્મિક પાતક છે ..મિત્રો આવો આજે શ્રી રામને અને તેમના જીવનને યાદ કરી ..રામો ભૂત્વા રામમ યજેત ..રામને જાણી તેમના ગુણો જીવનમાં લાવવા યત્ન કરીએ ..અને ભોગમાં રમમાણ રહેતા,ચારિત્ર્યરૂપી સ્ત્રીનું અપહરણ કરતા સ્ત્રી લોલુપ આસુર વૃત્તિનું (અસુસૂ રમન્તે ઇતિ અસૂરા= જે માત્ર ભોગમાં જ ડૂબ્યા રહે તે અસૂર.) નીકંદન કરી ઉત્સવ મનાવીએ..એજ અભ્યર્થના .જય  શ્રી રામ

ते हि नो दिवसा: गता:

રામાયણ’માં સીતાને પરત લઈને અયોધ્યામાં આવેલા રામ કહે છે :
जीवत्सु तातपादेषु  नवे दारपरिग्रहे,
मातृभिश्चन्त्यमानानां ते हि नो दिवसा: गता:
આ. પ્રજ્ઞાજી,આપના સહકાર અને માર્ગ દર્શન બદલ આભારી છું આપે જોડણિ શુદ્ધિ માટે શ્લોક શોધી આપ્યો

Photo by DGajjar

શેરીમાં ગોટી રમતા’તા ते हि नो दिवसा: गता:

મંદિરીયે દીવડા કરતા’તા ते हि नो दिवसा: गता:

ભાર હતો ના શિરે જગનો હોડી જળમાં મૂકતા

ધરતી પર હળવા ડગ ભરતા ते हि नो दिवसा: गता:

આવજે ઘેર તું વહેલો બેટા મોડું બહુ ના કરતો

માતપિતા ચિંતા કરતા ‘તા ते हि नो दिवसा: गता:

શિર પર ચિંતા નિંદ્રા વેરણ સૂખના સાધન પુષ્કળ

સૂર્ય ચઢે પણ પોઢી રહેતાં ते हि नो दिवसा: गता:

ધ્યાન પ્રભું નું તું કરજેને સંસ્કૃતી સાચવજે

પાસ ગુરુની પાઠો ભણતા’તા ते हि नो दिवसा: गता:

બાગમાં મળતા પત્રો લખતા ચૂમતા હસ્તાક્ષરને

આજ છબી યાદોની નિરખતાં ते हि नो दिवसा: गता:

ભાવજીવનનો વૈભવ !ભોગજીવન, ભાવજીવન, ભદ્રજીવન, દૈવી જીવન, આધ્યાત્મિક જીવન આમ જેને ઉન્નત ધ્યેય પ્રાત્ત થયું છે તેના ઉતરોતર વિકાસની આ પગથી છે. કેટલીક દુખદ વાતો ભૂલવા જેવી છે..પણ ભૂતકાળ ભૂલી જાવ તેનો અર્થ એમ નથી કે બધું ભૂલી ને ભાવશુષ્ક બની રહો..જે ભાવના પ્રસંગો બન્યા છે ..તે યાદ કરવા જોઈએ ..તો ફરી ભાવ પ્રગટ થાય તેવા પ્રસંગો જીવનની મૂડી છે ..ઊન્નત દૈવી જીવન અને ભક્તિશાસ્ત્ર ની દ્રુષ્ટી એ પણ સહાયક છે.આવો ભાવ વધે અને ટકે તો ..પ્રભુમાં ચિત્ત એકાગ્ર થઇ શકે અને ..કુભાવો કે કુસંગી કે દુર્ઘટના યાદો તાજી કરી  વેરભાવોને ઘૂંટ્યા કરીએ તો ..કદી ચિત્ત એકાગ્ર થઇ શાંત ન થાય ને અજંપો અસંતોષ અને માનવ બદલાની ભાવનાથી બેચેન રહે ..સદ્ભાવો સ-વિકલ્પ સમાધી સુધી લઇ જવામાં સહાયક બને..આપણાં પર થયેલા ઉપકારોની સુપેરે નોંધ લઈએ તો કૃતજ્ઞ ભાવ વધે  સામાન્યતઃ માનવ ભૂલી જાય છે( જે કૃતજ્ઞ છે તે જ માણસ હોવાનું સદલક્ષણ  છે ) અને મહાન માનવો તે ઉપકારો ને યાદ રાખે છે આજ કૃતજ્ઞી માનવ નું લક્ષણ છે ..કૃત્સ્ય જ્ઞાતિ ઇતિ કૃતજ્ઞ અને કૃત્સ્ય હંતી ઇતિ કૃતઘ્ની ..જે કરેલા ઉપકારો વિસરી જઈ ..દોષ વરી લે છે..તેવાને પ્રાયશ્ચિત નથી તેમાં શાસ્ત્રકારો  કહે છે..મારી સમજ આપની સમક્ષ રજુ કરું છું ..આશા છે આપને રચના ગમશે..ભાવો હિ વિદ્યતે દેવ એમ કહ્યું છે ..તપોવન પદ્ધ્તથી કરેલા અભ્યાસ ક્રમમાં દીક્ષાંત વેળા અમને ગુરુ પાસેથી  એક સૂત્ર મળેલું..સદભાવ વર્ધકસ્ત્વમ ભાવવાન ભાવ અર્થાત ..સદભાવ વધારવામાં તું ભાવવાન થા .

-દિલીપ ગજજર

 

 

પ્રિય મિત્રો, થોડા મુક્તક રજુ કરું છું

પ્રિય મિત્રો, થોડા મુક્તક રજુ કરું છું આશા છે ગમશે

મને વહેલી સવારે તેને સુંદર સ્મિત આપ્યું છે 
કદી ગાયું નહીં તેવું અધર પર ગીત આપ્યું છે 
કશું કારણ નહોતું ખાસ તેને મારગ મેં આપ્યો 
હૃદયના તારા ઝ્ણઝણાંવી દઈ સંગીત આપ્યું છે
*******
સખા સાંભળ હૃદયમાં મારા તારું સ્થાન જુદું છે
બધે પંખી કરે છે ગાન પ્રિયતમ ગાન જુદું છે 
ગઝલ દિલથી લખી છે વાત તેમાં મારા દિલની છે 
બધાને માટે છે સન્માન તારું માન જુદું છે 
*******

ફૂલ જેવું સ્મિત તેનું દિલને લોભાવી ગયું 
નાની સરખી વાત કહીને દિલને બહેલાવી ગયું 
ભૂખરી આંખોમાં તારી હું છબી જોતો હતો ને 
વીજળી ઝબકારે અંતર આંગણે આવી ગયું..

*******

તું ઋતુની રાણી થઈને મંદ મંદ મુસ્કાય
પાસ આવી કાનમાં ધીમું ધીમું ગાય 
આ દિવસ તો જાય કિન્તુ રાત વીતે કેમ 
દર્દ મારા દિલમમહીં ધીમું ધીમું થાય 
*******

यहाँ भी तुजी से मुलाक़ात हुई है 
वहाँ भी तुजी से से मुलाकात होगी 
ख़ुशीगम सभी द्वन्द लब्जो से पर तू 
समा जाऊ तुजमे यही बात होगी 
*******

ખયાલો ને ખ્વાબો સવાલો ગમે છે 
હદયથી જે નીકળે જવાબો ગમે છે 
ભરી પિચકારી ભીંજાવી દવ નખશીખ 
મને છાંટવા તેને રંગો ગમે છે 
*******
તું આવી જાય તો આ દિલમહી ફુલો ખીલી જાશે 
તું વરસી જાય સુક્કા રણમહી ફુલો ખીલી જાશે 
સવારે તું વધાવી લેજે તારી પ્રીતનો સુરજ 
વિના તારા કદી ના ઉગતો મનમીતનો સુરજ 
*******

સૂર્ય ઊગે કે ના ઉગે કાંઈ પણ કહેવું નથી
જો અગર તું ના મળે તો કાંઈ પણ કહેવું નથી
તું ભલે ને ફૂલ કાંટા કે ગમે તે વાત કર
તું કહે અક્ષર અઢી તો કાંઈ પણ કહેવું નથી
*******

શું જગમહીંથી આપણે સાથે લઈ જવાના ?
ખાલી જ હાથે આવિયા ખાલી થઈ જવાના.
ડાળે સખાની સંગમાં ટહુકો કરી દિલીપજી
બે ચાર ગીતો પ્રીતના ગાઈ ઉડી જવાના !