પ્રિય મિત્રો, થોડા મુક્તક રજુ કરું છું

પ્રિય મિત્રો, થોડા મુક્તક રજુ કરું છું આશા છે ગમશે

મને વહેલી સવારે તેને સુંદર સ્મિત આપ્યું છે 
કદી ગાયું નહીં તેવું અધર પર ગીત આપ્યું છે 
કશું કારણ નહોતું ખાસ તેને મારગ મેં આપ્યો 
હૃદયના તારા ઝ્ણઝણાંવી દઈ સંગીત આપ્યું છે
*******
સખા સાંભળ હૃદયમાં મારા તારું સ્થાન જુદું છે
બધે પંખી કરે છે ગાન પ્રિયતમ ગાન જુદું છે 
ગઝલ દિલથી લખી છે વાત તેમાં મારા દિલની છે 
બધાને માટે છે સન્માન તારું માન જુદું છે 
*******

ફૂલ જેવું સ્મિત તેનું દિલને લોભાવી ગયું 
નાની સરખી વાત કહીને દિલને બહેલાવી ગયું 
ભૂખરી આંખોમાં તારી હું છબી જોતો હતો ને 
વીજળી ઝબકારે અંતર આંગણે આવી ગયું..

*******

તું ઋતુની રાણી થઈને મંદ મંદ મુસ્કાય
પાસ આવી કાનમાં ધીમું ધીમું ગાય 
આ દિવસ તો જાય કિન્તુ રાત વીતે કેમ 
દર્દ મારા દિલમમહીં ધીમું ધીમું થાય 
*******

यहाँ भी तुजी से मुलाक़ात हुई है 
वहाँ भी तुजी से से मुलाकात होगी 
ख़ुशीगम सभी द्वन्द लब्जो से पर तू 
समा जाऊ तुजमे यही बात होगी 
*******

ખયાલો ને ખ્વાબો સવાલો ગમે છે 
હદયથી જે નીકળે જવાબો ગમે છે 
ભરી પિચકારી ભીંજાવી દવ નખશીખ 
મને છાંટવા તેને રંગો ગમે છે 
*******
તું આવી જાય તો આ દિલમહી ફુલો ખીલી જાશે 
તું વરસી જાય સુક્કા રણમહી ફુલો ખીલી જાશે 
સવારે તું વધાવી લેજે તારી પ્રીતનો સુરજ 
વિના તારા કદી ના ઉગતો મનમીતનો સુરજ 
*******

સૂર્ય ઊગે કે ના ઉગે કાંઈ પણ કહેવું નથી
જો અગર તું ના મળે તો કાંઈ પણ કહેવું નથી
તું ભલે ને ફૂલ કાંટા કે ગમે તે વાત કર
તું કહે અક્ષર અઢી તો કાંઈ પણ કહેવું નથી
*******

શું જગમહીંથી આપણે સાથે લઈ જવાના ?
ખાલી જ હાથે આવિયા ખાલી થઈ જવાના.
ડાળે સખાની સંગમાં ટહુકો કરી દિલીપજી
બે ચાર ગીતો પ્રીતના ગાઈ ઉડી જવાના !

13 thoughts on “પ્રિય મિત્રો, થોડા મુક્તક રજુ કરું છું

 1. ભાષા હજું તસતસતી હોત અને અભિવ્યક્તિ સેન્સ્યુઅસ થાત તો રુબાઇયાત સ્તરે મુક્તકો
  પહોંચત,છતાં જે કામ થયું છે તે ઘનીષ્ઠ છે.

  • શ્રી હિમાંશુભાઇ આપનું મૂલ્યવાન સૂચન ધ્યાનમાં રાખી યત્નશીલ બનીશ..રુબાઈયતનો સંગ્રહ મારી પાસે છે માટે અભ્યાસ કરીશ.આપનો આભારી..

 2. આદરણીય દિલીપભાઈ,અતિ સુંદર મુક્તકો એ ભારત ભોમ ની યાદ અપાવી દીધી.સવારે ૫૩૦ વાગે ઓફિસે ચાલતા જવું છું ખુબજ શાંત વાતાવરણ માં પક્ષીઓ નો કલરવ સાંભળી ને સંગીત ની મજા માણું છું.તેવો આનદ તમો એ આજે પીરાસીઓ છે માટે હાર્દિક ધન્યવાદ શુભેછા સહ.

 3. શ્રી ભરતભાઈ ખુબ જ આનંદની વાત અને નિસર્ગના સંપર્કમાં રહેવાની વાત અલગથી કોઈ વ્યાયામ ન કરવો પડે કે હેલ્થ ક્લબમાં પૈસા નાંખવા ન પડે..આપણી આસપાસ જ આનંદ પડેલો છે..આપના પ્રતિભાવ બદલ આભાર.

 4. સુંદર મુકતકો…દિલીપભાઈ…

  તું ઋતુની રાણી થઈને મંદ મંદ મુસ્કાય
  પાસ આવી કાનમાં ધીમું ધીમું ગાય
  આ દિવસ તો જાય કિન્તુ રાત વીતે કેમ
  દર્દ મારા દિલમમહીં ધીમું ધીમું થાય
  સુંદર ભાવવાહી…
  સપના

 5. શું જગમહીંથી આપણે સાથે લઈ જવાના ?
  ખાલી જ હાથે આવિયા ખાલી થઈ જવાના.
  ડાળે સખાની સંગમાં ટહુકો કરી દિલીપજી
  બે ચાર ગીતો પ્રીતના ગાઈ ઉડી જવાના !

  So many Nice Thoughts…..
  This last one touches me…..It says the SANATAN SATYA !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to my Blog !

 6. શ્રીદિલીપભાઈ
  તું આવી જાય તો આ દિલમહી ફુલો ખીલી જાશે
  તું વરસી જાય સુક્કા રણમહી ફુલો ખીલી જાશે
  સવારે તું વધાવી લેજે તારી પ્રીતનો સુરજ
  વિના તારા કદી ના ઉગતો મનમીતનો સુરજ
  એક આગવો અભિગમ અને મજા દરેક મુક્તકમાં ખીલી છે.વિચાર વૈવિધ્ય અને નજાકત
  ઉભરી આવ્યા છે. અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 7. મને વહેલી સવારે તેને સુંદર સ્મિત આપ્યું છે
  કદી ગાયું નહીં તેવું અધર પર ગીત આપ્યું છે
  કશું કારણ નહોતું ખાસ તેને મારગ મેં આપ્યો
  હૃદયના તારા ઝ્ણઝણાંવી દઈ સંગીત આપ્યું છે
  vaah vaah fain muktako chhe,,,badha j gamya….

 8. છીછરા નીરમાં હોય શું ના’વું ?
  તરવા તો મઝધારે જાવું,
  ઑર ગાણામાં હોય શું ગાવું ?
  ગીત ગાવું તો પ્રીતનું ગાવું !
  – બાલમુકુન્દ દવે

 9. તમને શું ખબર પડે કે પ્રીત શું છે?
  પળે-પળે થતી એ હાર-જીત શું છે?
  સમજવું હોય તો અંહિ થી શરૂ કરો,
  કે ગઝલ શું છે? અને ગીત શું છે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s