ते हि नो दिवसा: गता:

રામાયણ’માં સીતાને પરત લઈને અયોધ્યામાં આવેલા રામ કહે છે :
जीवत्सु तातपादेषु  नवे दारपरिग्रहे,
मातृभिश्चन्त्यमानानां ते हि नो दिवसा: गता:
આ. પ્રજ્ઞાજી,આપના સહકાર અને માર્ગ દર્શન બદલ આભારી છું આપે જોડણિ શુદ્ધિ માટે શ્લોક શોધી આપ્યો

Photo by DGajjar

શેરીમાં ગોટી રમતા’તા ते हि नो दिवसा: गता:

મંદિરીયે દીવડા કરતા’તા ते हि नो दिवसा: गता:

ભાર હતો ના શિરે જગનો હોડી જળમાં મૂકતા

ધરતી પર હળવા ડગ ભરતા ते हि नो दिवसा: गता:

આવજે ઘેર તું વહેલો બેટા મોડું બહુ ના કરતો

માતપિતા ચિંતા કરતા ‘તા ते हि नो दिवसा: गता:

શિર પર ચિંતા નિંદ્રા વેરણ સૂખના સાધન પુષ્કળ

સૂર્ય ચઢે પણ પોઢી રહેતાં ते हि नो दिवसा: गता:

ધ્યાન પ્રભું નું તું કરજેને સંસ્કૃતી સાચવજે

પાસ ગુરુની પાઠો ભણતા’તા ते हि नो दिवसा: गता:

બાગમાં મળતા પત્રો લખતા ચૂમતા હસ્તાક્ષરને

આજ છબી યાદોની નિરખતાં ते हि नो दिवसा: गता:

ભાવજીવનનો વૈભવ !ભોગજીવન, ભાવજીવન, ભદ્રજીવન, દૈવી જીવન, આધ્યાત્મિક જીવન આમ જેને ઉન્નત ધ્યેય પ્રાત્ત થયું છે તેના ઉતરોતર વિકાસની આ પગથી છે. કેટલીક દુખદ વાતો ભૂલવા જેવી છે..પણ ભૂતકાળ ભૂલી જાવ તેનો અર્થ એમ નથી કે બધું ભૂલી ને ભાવશુષ્ક બની રહો..જે ભાવના પ્રસંગો બન્યા છે ..તે યાદ કરવા જોઈએ ..તો ફરી ભાવ પ્રગટ થાય તેવા પ્રસંગો જીવનની મૂડી છે ..ઊન્નત દૈવી જીવન અને ભક્તિશાસ્ત્ર ની દ્રુષ્ટી એ પણ સહાયક છે.આવો ભાવ વધે અને ટકે તો ..પ્રભુમાં ચિત્ત એકાગ્ર થઇ શકે અને ..કુભાવો કે કુસંગી કે દુર્ઘટના યાદો તાજી કરી  વેરભાવોને ઘૂંટ્યા કરીએ તો ..કદી ચિત્ત એકાગ્ર થઇ શાંત ન થાય ને અજંપો અસંતોષ અને માનવ બદલાની ભાવનાથી બેચેન રહે ..સદ્ભાવો સ-વિકલ્પ સમાધી સુધી લઇ જવામાં સહાયક બને..આપણાં પર થયેલા ઉપકારોની સુપેરે નોંધ લઈએ તો કૃતજ્ઞ ભાવ વધે  સામાન્યતઃ માનવ ભૂલી જાય છે( જે કૃતજ્ઞ છે તે જ માણસ હોવાનું સદલક્ષણ  છે ) અને મહાન માનવો તે ઉપકારો ને યાદ રાખે છે આજ કૃતજ્ઞી માનવ નું લક્ષણ છે ..કૃત્સ્ય જ્ઞાતિ ઇતિ કૃતજ્ઞ અને કૃત્સ્ય હંતી ઇતિ કૃતઘ્ની ..જે કરેલા ઉપકારો વિસરી જઈ ..દોષ વરી લે છે..તેવાને પ્રાયશ્ચિત નથી તેમાં શાસ્ત્રકારો  કહે છે..મારી સમજ આપની સમક્ષ રજુ કરું છું ..આશા છે આપને રચના ગમશે..ભાવો હિ વિદ્યતે દેવ એમ કહ્યું છે ..તપોવન પદ્ધ્તથી કરેલા અભ્યાસ ક્રમમાં દીક્ષાંત વેળા અમને ગુરુ પાસેથી  એક સૂત્ર મળેલું..સદભાવ વર્ધકસ્ત્વમ ભાવવાન ભાવ અર્થાત ..સદભાવ વધારવામાં તું ભાવવાન થા .

-દિલીપ ગજજર

 

 

10 thoughts on “ते हि नो दिवसा: गता:

 1. બાગમાં મળતા પત્રો લખતા ચૂમતા હસ્તાક્ષરને
  આજ છબી યાદોની નીરખતા તે હી નો દિવસા ગતા:

  વાહ્

  યાદ
  મહેક સમા શ્વાસો ભરવાના
  દિવસ ગયા તમને મળવાના !
  તે હિ નો દિવસા ગતા !
  પૅરડી યાદ આવી
  હવે તો—
  ॐ सहनाववतु ।
  सह मया पयतु ।
  सह प्रिये भुनक्तु ।
  उच्छिष्ठानि पात्राणि सह मया धावतु ।
  वस्त्राणि प्रक्षालयतु ।
  सांधँ कायँ कुर्वहे ।
  साधँ स्नेहं कुर्वहे ।
  साघँ गेहं रचयावहे ।
  मा विद्विषावहै ।
  ॐ शांति: शांति: शांति: ।

 2. દિવસો કોઇના એક સરખા રહેતા નથી..બીતી જો બાત ગઈ..ભૂતકાળને ભૂલીને વર્તમાનમાં રહેવામાં મજા છે..સમયનુ ચક્ર ફર્યા કરે છે આપણે ક્યારે ‘એ લોકો’ બની જશું કોને ખબર…
  તેહીના દિના હા ગતા હા..તો આજે નવી સવાર છે આજમા જે છે એ સ્વિકારીને જીવો…
  સપના

 3. તેહી ના દિના ગતાઃ
  નવિન દિન આગતાઃ
  ઉપકાર ઇશ માગતાઃ
  ગુજરાતીમાં અંગ્રેજીનું મિશ્રણ કરતાં સંસ્કૃત ખૂબ ગમ્યું.

 4. સુંદર … તે હી નો દિવસા ગતાઃ .. છેલ્લો શેર મજેદાર થયો છે.
  એક-બે સૂચન …
  ભાર હતો ના શિરે જગતનો હોળી જળમાં મૂકતા… માં હોળી ને બદલે હોડી .. અને
  જગતનો ને બદલે જગનો કરી જુઓ …
  શિર પર ચિંતા નિંદ્ર વેરણ સૂખના સાધન પુષ્કળ .. માં નિંદ્ર ને બદલે નિંદ્રા ..

 5. શ્રીદિલીપભાઈ
  ….સરસ અનુસંધાન.આ પંક્તિ સાથે..તેહી નો દિવસા ગતા

  શાળામાં આ વિષય પર નિબંધ લખવાની મજા માણેલી, આજે આપે કવિતા દ્વારા વિતેલી
  ક્ષણોની મધુરતા અને રામભરોસે રમતી એ મજાને ઝીલવાની મજા પડી.
  રમેશ પટેલ(આકાશદીપ)

 6. ભુતકાળના સુખદ પ્રસંગોની યાદ દુ:ખદાયક છે કારણ કે એ દિવસો ચાલ્યા ગયા. અને દુ:ખદ પ્રસંગોની યાદ સુખદાયક છે કારણ કે એવા દિવસો હવે નથી રહ્યા. ‘રામાયણ’માં સીતાને પરત લઈને અયોધ્યામાં આવેલા રામ કહે છે :
  जीवत्सु तातपादेषु
  नवे दारपरिग्रहे,
  मातृभिश्चन्त्यमानानां
  ते हि नो दिवसा: गता:
  આ શ્લોક ભવભૂતિના ઉત્તરરામચરિતમ માં આવે છે.ભવભૂતિ સંસ્કૃત સાહિત્યના ઉત્તમ નાટ્યકારોમાંના એક છે. ભવભૂતિએ ઉત્તરરામચરિત નામે કરુણરસપ્રધાન નાટકની રચના કરી છે. કરુણના નિરુપણમાં તેની બરોબરી કોઈ કરી શકે તેમ નથી. કરુણના નિરુપણમાં ભવભૂતિ કાલિદાસ કરતાં પણ ચડીયાતા મનાય છે.ભવભૂતિ ‘ઉત્તરરામચરિત’માં કહે છે, ‘લૌકિકાનાં હિં સાધૂનામર્થં વાગનુવર્તતે… ઋષિણાં પુનરાદ્યાનાં વાચમર્થોનુધાવતિ’. આમઆદમી બોલે છે એ શબ્દો છે. એ નર્યો અવાજ છે. એક એવો અવાજ, એક એવો શબ્દ જે અર્થને અનુસરે છે. જ્યારે ભવભૂતિનો એ છે જેના શબ્દોને, જેની વાણીને અર્થ અનુસરે છે.

 7. ખુબ સરસ દિલીપભાઈ ,
  દુનિયા બદલાઈ ગઈ. ગઈ કાલ ની મીઠી યાદ ને આજ ના સમય માં સપના ની જેમ વાગોળી, આવતીકાલને સુમધુર બનાવી, જીવન પૂરું કરીએ એટલે ગંગા નાહ્યા.

  બાકી તો
  આ દુનિયા ની જુઠી વાતો માં
  સ્નેહ સંબંધ બંધાતા બનવું પડે “અબ્નોર્માલ “,
  પ્યાર ખોવી જાય ને રોવા બેસો તો ” ક્રેસીમેન” .
  યાદ ને પ્યાર માં બરબાદ થવું એ છે “એટેચમેન્ટ “,
  “સીન્સીયેર હાર્ટ” ને તો દુનિયા આમેય કહેશે ” વેવલા”.
  અરજ આરજુ કરી માંગી લેશે દુનિયા આખી,
  બટર લગાવતા,ચાપલુસી કરતા કહેશે “થેન્કીયું”.
  દુનિયા નું છે ચલણ એવું, જીવતા બાળી નાખશે,
  ફોટા ને ફૂલહાર ચડાવી પછી કેશે “સોરી “.
  વાત વાત માં આઈ સી ,યુ સી, આઈ નો, યુ નો,
  પછી ભલે ને લગાડે બધે ચૂનો જ ચૂનો.

  • અરુણાબેન, આપ પ્રથમવાર મારા બ્લોગાંગણે આવ્યા..આપનું સ્વાગત અને આપ પોતે એક સર્જક કવિયત્રી હોઈ સુંદર પંક્તિઓથી પ્રતિભાવ આપ્યો..તેમાં સચ્ચાઈ અને જીવનનો અનુભવ રણાકાર છે..આભાર..

 8. બાગમાં મળતા પત્રો લખતા ચૂમતા હસ્તાક્ષરને
  આજ છબી યાદોની નિરખતાં ते हि नो दिवसा: गता:
  Remembering the past days…..The “good” …and may be at times “bad” ones of the Past Life.
  To remember the Past is NOT BAD…but to “remain in it ” and NOT to march in the PRESENT is a mistake.
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to a New Post of “Maru Man” !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s