કામ એક સાચુ કરી શ્રી રામ બોલો

પ્રેમરૂપી કૃષ્ણની બંસીનું હૈયે ગાન હો
સત્યરૂપી રામનું જીવનમાં મારા સ્થાન હો
કૃષ્ણ પાલન ગોરુપી  ઇન્દ્રિયનું સમજાવજો
ભોગને મર્યાદા બાંધી રામ મુજને રક્ષજો
-દિલીપ ગજજર.

કામ એક સાચુ કરી શ્રી રામ બોલો

પ્રાણ જાતા દેહનું શું કામ બોલો

ભક્તિ સાચી છે અગર દાનત ભલી હો,

ના બગલમાં છૂરી રાખી રામ બોલો

સંસ્કૃતિની લાજ જગથી જાય ત્યારે

મૂલ્ય અર્થી નીકળે શું રામ બોલો

સંપત્તિ શકિત વધે ત્યાં શીલ ગાયબ

થાય ધાર્યુ રાક્ષસી પરિણામ બોલો

શ્વાન રાજા થઈ ઉકરડે જઈ ચડ્યાં

પોલ ખોલી શું મળ્યું ઈનામ બોલો

પાઠ પોપટ ટેવ પણ ભારે પડી ગઈ

મુક્ત ગગને ઉડશે ખુલે આમ બોલો

હરજગે શિર ટેકવાથી નહિ મળે તે

રામરાવણ જય ! ભલા શું કામ બોલો

હા, સ્વધર્મે મૃત્યુ શ્રેયસ્કર દિલીપ

હરપલે જીવન સતત સંગ્રામ બોલો

જય શ્રી રામ

આજે  ભારતીય સંકૃતીના આધાર સ્તંભ શ્રી રામચંદ્રજી નો પ્રાગટ્ય દિન છે ..બર્થ ડે છે … શ્રી રામ ને કોઈ મોટા મહાન કહે ત્યારે પોતાની ઓળખ ..આત્માનામ માનુષમ મન્યે રામમ દશરથ આત્મજ : કહી આપતા કે..હું એક સામાન્ય માનવ છું અને દશરથનો પુત્ર છું …રામે સાંભળ્યું કે તમારા નામે પથ્થર તરે ..તે ચકાસવા હનુમાનજી ને કહ્યું કે ..લે આ પથ્થર હું દરિયામાં ફેકું ..ક્યા તરે છે ? ત્યારે હનુમાન ખુલાસો આપતા કહે છે જે તમારા હાથ થી છુટ્યો તે ડૂબ્યો ..!! આમ રામ શબ્દ આત્માનો પર્યાય થઇ ગયો રામના જીવન વિકાસથી ..તેથી જ જીવનમાં થી રામ ચાલ્યા જાય તે નિષ્પ્રાણ થઇ જાય ..જેના જીવનમાં ઉત્સાહ સ્ફુર્તી ચૈતન્ય નથી તે નાસ્તિક કહેવાય ..નૈરાશ્ય સહુથી મોટું આત્મિક પાતક છે ..મિત્રો આવો આજે શ્રી રામને અને તેમના જીવનને યાદ કરી ..રામો ભૂત્વા રામમ યજેત ..રામને જાણી તેમના ગુણો જીવનમાં લાવવા યત્ન કરીએ ..અને ભોગમાં રમમાણ રહેતા,ચારિત્ર્યરૂપી સ્ત્રીનું અપહરણ કરતા સ્ત્રી લોલુપ આસુર વૃત્તિનું (અસુસૂ રમન્તે ઇતિ અસૂરા= જે માત્ર ભોગમાં જ ડૂબ્યા રહે તે અસૂર.) નીકંદન કરી ઉત્સવ મનાવીએ..એજ અભ્યર્થના .જય  શ્રી રામ

6 thoughts on “કામ એક સાચુ કરી શ્રી રામ બોલો

 1. અમારા બ્લોગ પર ભાઇ શ્રી ચિરાગભાઇનો પ્રતિભાવ એટલો સુંદર છે કે તે જ જણાવું
  રામ નામ અગ્નિ તત્વ નો મંત્ર છે, જે નાભિમા રહેલા કારણશરીરનો નાશ કરવા કારણભુત છે. આ જ કદાચ રામ-રાવણ યુધ્ધનો અર્થ છે? કારણશરીરનો નાશ થાય એટલે સમ્પુર્ણ મુક્તિ.

 2. આદરણીય શ્રી દિલીપભાઈ,

  રામનામના મહિમા ગાનને આજની સાંપ્રત પરિસ્થિતિ સાથે વણી

  લઈને એક નુતન સંદેશ આપતી રચના બેનમૂન છે

  ધન્ય છે કવિ શ્રી ને અને ધન્ય છે એ કલમને કે જેના માનસપટના

  સુંદર વિચારને ઝીલી કાવ્ય રૂપે અવતર્યો.

 3. આદરણીય દિલીપભાઈ,રામનવમી ના શુભ દિવસે આપશ્રી એ ખુબજ સારી રચના આપી છે.જંય શ્રી રામ ભગવાન રામ જગત નું કલ્યાણ કરે.

 4. શ્રી આદરણીય દિલીપભાઈ,રામનવમી ના શુભ દિવસે આપની રચનાવાંચી ખુબજ સુંદર છે
  મે પણ મારા બ્લોગ અનેરી દુનિયા એક રચના મુકી છે શક્ય હોય તો મુલાકાત લેશો
  રમેશ સરવૈયા (અનેરી દુનિયા )

 5. શ્રીરામજીનો મહિમા અપાર છે.સ્વ આચરણથી આદર્શોનો મહિમા સ્થાપિત કર્યો ને ઋશિવર
  વાલ્મિકીએ રામાયણ દ્વારા આ સંસારને આદર્શો પર ચાલવા પ્રેરણા આપી. આપે માનવ
  જીવનને સ્પર્શતી વાતોને સરસ રીતે ગઝલમાં ગુંથી લીધી છે.શ્રી દિલીપભાઈનાઆધ્યાત્મિક
  ભાવોને વાંચવાની એક ઔર જ મજા છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s