હું પ્રેમી છું પ્રેમ કરું છું प्रेम स्वरुपोहं

હું પ્રેમી છું પ્રેમ કરું છું

प्रेम स्वरुपोहं

નદી નથી કહેતી કે મારી જેવું ખળખળ  જીવન છે ?

પર્વત નથી પૂછતો  કે યાર, તું મારા જેવો સ્થિર છે ?

સાગર નથી પૂછતો કે તું ગંભીર છે

સુરજે કદી કહ્યું  કે તું વહેલો ઉઠ ?

ચંદ્ર કદી પૂછે તું શીતલ છે  ?

ફૂલ નથી પૂછતું કે  કે  તું સુવાસિત છે

નદી તો વહેતી જ રહેશે

પર્વત ના અસ્થીર થાશે

સાગર તો ગંભીર છે જ

ચંદ્ર શીતલતા અર્પે જ

ફૂલ તો સુવાસ દે જ છે

કોઈ લે કે ન લે

કોઈ ચાહે કે ન ચાહે

કોઈ માને  કે ન માને

કારણ વગર મળી શકું છું

શૂન્ય થઈ ભળી શકું છું

વિશ્વ ને પ્રેમ કરી શકું છું

વિશ્વંભર મારો છે હું તેનો છું

કોઈ ચાહે કે ન ચાહે શું ફરક ?

કોઈ માને કે ન માને શું ફરક ?

પ્રેમ કરવો જન્મસિદ્ધ અધિકાર છે

ના કોઈ વિકાર કે પ્રચાર છે

હું ક્યાં પૂછું છું તારામાં પ્રેમ છે

ઈશ્વર  ક્યાં પૂછે છે તું લાયક છે

તે પ્રેમી છે પ્રેમ કરે છે

પ્રેમથી સર્જન કરે છે

સર્જનને પ્રેમ કરે છે

હું પ્રેમી છું પ્રેમ કરું છું

સર્જુ છું મારું જગત,…

જીવું છું મરું છું ક્યાં કોઈને નડું છું

 

17 thoughts on “હું પ્રેમી છું પ્રેમ કરું છું प्रेम स्वरुपोहं

 1. પ્રિય સનત કુમાર,
  સાચી વાત પ્રેમ તારા કેટલા પ્રકાર..આપનો સપ્રેમ આભાર !
  પ્રિય ભાવેશ,
  આપણે ફરી મળીશું જ આપમાં ભાવવરુપી બિરાજેલ ઈશને, આપને સપ્રેમ નમસ્કાર !
  પ્રિય નીમીષાજી,
  અખૂટ ઝરણા જેવો વહે જ છે..રોકે છે ટોકે છે તોડે છે મારે કે કાપે છે તે અધર્મ ,પ્રેમ ધર્મ છે
  આપનો સપ્રેમ આભાર !

 2. કોઈની પણ વાતમાં પડતો નથી,
  એટલે હું કોઈને નદતો નથી .
  – વિનય ઘાસવાલા

  પ્રેમને આપણે સમજ્યા છીએ ખરા? સાચું ખોટું ખબર નથી પણ….
  એમ કહે છે કે, વ્યક્તિ કે ઘટના સાથેનો પ્રેમ એ પ્રેમ જ નથી – એ મોહ છે.

 3. હું ક્યાં પૂછું છું તારામાં પ્રેમ છે
  ઈશ્વર ક્યાં પૂછે છે તું લાયક છે
  તે પ્રેમી છે પ્રેમ કરે છે
  પ્રેમથી સર્જન કરે છે
  સર્જનને પ્રેમ કરે છે
  હું પ્રેમી છું પ્રેમ કરું છું
  સર્જુ છું મારું જગત,…
  જીવું છું મરું છું ક્યાં કોઈને નડું છું

  ખૂબ સ રસ

 4. હુંતો બસ ફરવા આવ્યો છું
  હું ક્યાં મારું કે તમારું એકે કામ કરવા આવ્યો છું-નિરંજન ભગત
  તમારું નિસ્વાર્થ કામ ,નિરુદ્દેશ કર્મ પણ ગમ્યું-‘જીવું છું મરું છું ક્યાં કોઈને નડું છું”

 5. દીલિપભાઇ….તમે તો યાર કવિ છો અને સાથે કલાકાર પણ …અને સંવેદના તો આપના માં ભારોભાર છે જ એટલે પ્રેમનુ નિરુપણ બેશક તમે આહલાદક કરી જ શકો… સુંદર અભિવ્યક્તિ….

 6. આદરણીય દિલીપભાઈ પ્રેમાળ રસ મલાઈ આપે પીરસી છે પ્રેમ તો પ્રેમ છે ઈશ્વર ની આ અમુલ્ય ભેટ જીવન સાથે મળી છે પ્રેમ ના સાગર માં જે તરી જાય તે નો ભવો ભવ નો બેળો પાર થય જાય.શુભ્હેછા સહ.

 7. કારણ વગર મળી શકું છું
  શૂન્ય થઈ ભળી શકું છું
  વિશ્વ ને પ્રેમ કરી શકું છું
  વિશ્વંભર મારો છે હું તેનો છું
  …………………………………..
  કેટલું સુંદર! સાચે જ કોઈ ગેબી અંતરથી પ્રેમના ઝરણા સાથે આપ ઓતપ્રોત થઈ વહ્યા છે.
  ઉમદા ભાવ અને જીવનને એ જ રીતે મઢવાની લગન ,આપની કૃતિઓમાં છલકે છે.
  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s