ગુજરાત દિનરાત સુરક્ષિત ને વિકસિત હશે !

૫૧ મા સ્થાપના દિને  સ્વર્ણીમ ગુજરાત મહોત્સવ નિમિત્તે  શત શત શુભેચ્છાઓ.

સ્વચ્છતા, ટ્રાફિક માર્ગે નિયમનમાં શિસ્ત હશે !

કાયદાપાલનમાં પ્રત્યેક નાગરીકો ચુસ્ત હશે  !

ભેદભાવો ભૂલી, ભ્રષ્ટાચારથી તે મૂક્ત હશે  !

વિશ્વના પ્રવાસી સુંદરતા નીરખવા વ્યસ્ત હશે !

ગુજરાત દિનરાત સુરક્ષિત ને વિકસિત હશે !

મિત્રો,૨૦૨૫ માં આપ કેવું ગુજરાત જોવા ઈચ્છો છો ?શ્રી વિજયભાઈ એ મને પ્રશ્ન કર્યો અને અંતરની લાગણીઓ તેમના ફીલીગ્સ મેગેઝીનમાં આપી..મને  તર્ક રહીત શંકા રહિત સમગ્ર વિશ્વાસ છે પુરેપુરો વિશ્વાશ છે સમ્પૂર્ણ આશા છે સો ટકા શ્રધ્ધા છે કે ગુજરાત વિકસિત થશે જ. શ્રી વિજયભાઈને આ શબ્દના ભાવપૂષ્પો ગુજરાત માટે મે મોક્લી દીધાં પછી જે ઉમેરો કરવા મન થયું તે..

‘જ’ કાર …કે ગુજરાત વિકસિત થશે જ.
એવું જ મારું માનવું છે મને તેઓ પ્રોત્સાહન આપવા માટે ગાયક કહે છે..પણ સંગીતકાર તો  હું નથી જ તેમનાથી કહેવાઈ ગયું છે..જે મે લખી આપેલ નથી.. હું ઉત્તમ ગાયન માટે યથામતિ યત્ન કરીશ…રિયાઝ કરીશ મારી સમજ મુજબ..ગુજરાત પણ મનમાં પ્રથમ છે અને અંતરની લાગણી વિચારોનો જ પડઘો સાકાર થાય તેમ હું શતપ્રતિશત માનું છું….એક્વાર અંતરની પ્રમાણીક ઇચ્છા ભાવના લાગણી અને વિચાર થાય પછી તો બહાર તેવું થયા વિના રહેવાનું જ નથી…આ એક સતત પ્રક્રિયા છે..વિકાસ ક્રમિક હોય ધીમો જ હોય..તેમા થોડો પણ સહકાર હોય તો..અન્યત્ર કિં કર્મભી…તનથી ગુજરાત બહાર વસતા હોવા છતાં મનમાં ગુજરાત છે આમ માની સ્વર્ણીમ મહોત્સવમાં મને કિંચીત વ્યકત કરવા ની તક મળી,વિજયભાઇએ આપી તે બદલ તેમનો આભાર માની પ્રતિનિધીત્વરુપ જ સ્વીકારું છું.. વધુને વધુ ગુર્જરી ગીતો ગાઈશ અને ગુજરાતતને જ અર્પણ કરીશ.

તન  ભલે પરદેશમાં પણ મનમહીં ગુજરાત છે
મનમહીં ગુજરાત ના તો ઘોર અંધારી રાત છે
-દિલીપ ગજજર

 

 


http://www.feelingsmultimedia.com
Website:
Office:
102-104, Pacific Plaza, VIP Road, Karelibaug, Vadodara, M : 098253 28488, Ph : 0265-2489477
Location:
Karelibaug, Vadodara, India


9 thoughts on “ગુજરાત દિનરાત સુરક્ષિત ને વિકસિત હશે !

  • આભાર સપનાજી. અને રમેશભાઇ આપની પ્રેરણા અને સહકાર સંગે છે. મને ગમે છે આપ જેવા સમરસ મિત્રો મળ્યા.જેમની પાસે મારી કલા શેર કરી શકું છું

 1. શ્રી દિલીપભાઈ
  સુંદર વિચારો અને મનન તથા તે કેડી પર સતત પ્રયાણ ,આપના ઉરમા છલકી મલકે છે.
  આપ સુંદર અવાઝ અને માતૃભાષાને મહેકતી રાખવા સક્ષમ છો જ અને આપની પ્રતિભા
  ખીલતી જશે જ , આપને ખૂબ ખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. આદરણીય દિલીપભાઈ આપશ્રી ના ઉમદા વિચારો ખુબજ પ્રેરિત છે સ્વર્ણિમ ગુજરાત નો વિકાસ થય રહ્યો છે અને સદા થશે ગુજરાત બહાર હોવા છતાં ગુજરાત માંજ આત્મા છે જે બિલકુલ સાચું છે આજે જ ગુજરાત સમાચાર માં વાન્ચું કે હું ગુજરાતી પહેલા પછી ભારતીય છું.(સી.બી.) આપશ્રી અને કુટુંબી જનો મિત્રો ને અમારા સ્વર્ણિમ ગુજરાત ના હાર્દિક અભિનંદન.શુભેછા સહ.

 3. આદરણીય શ્રી દિલીપભાઈ,

  આપના વિચારો ,શબ્દો અને સ્વર ગુજરના કણ કણમાં એક

  અનેરો શ્વાસ અને સ્વાદ ભર્યો રસ પીરસે છે જેથી ગુજરાતની

  ધારા અને ધરાનો જન જન એક અનોખી સંતુષ્ટિ અનુભવે છે

  એમાં બે મત નથી. હજારો મીલ દુરથી ગુજતો અને ઘૂઘવતો

  આ ઘેઘુર વડલો ગુજરાત અને ગુજરતી ભાષાને જીવંત રાખે છે

  સલામ છે આપને જન્મભૂમી વંદના ને

 4. દિલીપભાઈ..ગર હમારી પ્રેરણા હમારે અંદર હી હો..તો વો ચાહે કહીંભી રહે? કોઈ ફર્ક નહીં પડતા..ઉસકી ભાવનાયેં સબસે મહાન હૈ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s