સંબુદ્ધ સંબોધે…एष धम्मो सनंतनो

બુદ્ધ શાક્યમુનિ, તારા સેન્ટર, ડરબી, યુ.કે.
अ-वैरं वैर-शमनम
न हि वेरेन वेरानि सममन्तिध कुदाचनं
अवैरेन च सम्मन्ति वैरं तेसूपसम्मति ! ( पालि  )
ईस संसारमें वैर से वैर कभी शान्त नहीं होता. अवैर से ही वैर शान्त होता है !
यही सनातन धर्म है.एष धम्मो सनंतनो
(ધમ્મપદમાંથી વિનોબા ભાવે ક્રુત નવ સંહિતા )
વનમહીં વિહરતા ધીમે ધીમે તુજ પગલાં પડૅ
આભ ધરતી વૃક્ષ રસ્તે સ્થીરતા નજરે ચડૅ
માનવી અસ્થીર હરદમ ભાગતો જોવા મળે
બુદ્ધ સમ બિડેલ નયનો આજ ક્યાં નજરે ચડે
-દિલીપ ગજજર
(મારા અંતરદીપ ગઝલ સંગ્રહમાંથી )

સંબુદ્ધ સંબોધે…
તમારી અધખૂલી આંખમાં
કશુંય છૂપુ નથી-
પ્રગટ છે સંસારની ઊંઘ
જીવનનું સ્વપ્ન !
વ્રુદ્ધની અવસ્થા
રોગની ક્ષીણતા
મૃત્યુની  ક્ષણીકતા
સન્યાસની મહત્તા !
બંધ આંખે તમે આકાશ પીધું
તેથી નયનમાં નીલ રંગ
યુરોપિયન !
છતાં અખંડ
માનવ મહામાનવ સ્વયં ભગવન !
તમે  પાન કર્યુ શૂન્યમાં
કશાક અદભૂત રસનું !
રક્ત રતુંબલ ઓષ્ઠ
અમ્રુત ઝરેછે અધરે
વાણી વહાવે મઘમઘતી
સંબુદ્ધ સંબોધે અમને !

૧૦.૧.૧૯૯૮
બુદ્ધપૂર્ણિમા ૧૭.૦૫.૨૦૧૧ एष धम्मो सनंतनो

ગીતગુંજનની લીંક વડૅ આપ સાંભળી શકો છો
મારું આજે જ રજુ કરેલ ગીત…..
તેરી દુનિયાસે હોકે મજબૂર ચલા….

 

11 thoughts on “સંબુદ્ધ સંબોધે…एष धम्मो सनंतनो

 1. વિનોબા ભાવે.

  લગ્ન સુખી થવા માટે નહીં

  પણ

  એકબીજાને વધુ સુખી કરવા માટે તમો પરણ્યાં છો

  ધમ્મપદ જેવો ગ્રંથ હોય પણ ધૈર્ય ન હોય તો?

  આગમ હોય પણ આત્મ અનુભવથી વંચિત હોઇએ તો?

  ભગવાન બુધ્ધને અને વિનોબાજીને કોટી કોટી પ્રણામ

 2. આદરણીય દિલીપભાઈ બહુજ સુંદર રચનાઓ આપશ્રી એ આપી છે ભગવાન બુધ અને વિનોબાજી આ જગત ના અનમોલ રત્નો છે તેઓ ને દંડ વંત પ્રણામ શુભેછા સહ.

 3. બુદ્ધ એટલે વિપશ્યના… પ્રેક્ષાધ્યાન.
  ભારતના આ મહાન સપૂતની જગતને અણમોલ ભેટ- ઈશુ કરતાં ૬૦૦ વર્ષ પહેલાં.
  કમનસીબી કે. ભારત એ વિસરી ગયું અને ચીન અને જાપાને અપનાવ્યું.

 4. શ્રી દિલીપભાઈ
  ખુબ જ સુંદર રીતે ભાવ ઝીલતી કંડીકાઓ.
  ભગવાન બુધ્ધ ..વૈશાખી પૂનમનાં અજવાળાં આપની પોષ્ટમાં ભાળ્યાં.ધન્ય ધન્ય અમ ધરણી.
  રમેશ પટેલ(આકાશદીપ)

 5. પિંગબેક: સંબુદ્ધ સંબોધે…एष धम्मो सनंतनो | | GujaratiLinks.comGujaratiLinks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s