પરી આવજે તું !

 

પ્રસારીને પાંખો ગગનમાં ઉડીને પરી આવજે તું
પહાડોની  સુંદરતા રગરગમાં તારા ભરી આવજે તું
બની હંસલી ત્યાં સરોવર ના જલપર તરી આવજે તું
લહેરો ખુશીની ને આનંદ દિલમાં  ધરી આવજે તું
કદી થેમ્સ તટ પર તને સૂર બંસીના આવી સુણાવીશ
નદી જેમ સાગરને મળવા  ઉમંગે સરી આવજે તું
મનાવી તને લઈશું  આંસુને તોરણ પ્રતીક્ષા કરીશું
ઉજવવાને ઉત્સવ ભરી આખે અચરજ ફરી આવજે તું
હૃદય દ્વાર ખુલ્લા છે અંતર સજી તારું સ્વાગત કરીશું
તું ચૈતન્ય રગરગ  સૂરજ આભ થઇ વિસ્તરી આવજે તું
તું જેવી છે તેવી  ગમે છે મને પણ સ્વીકારી તું લેજે
મે લોહીમાં ઓગાળ્યું એક્નામ સર્વોપરી આવજે તું
બની ગીત ને પ્રીત ચ્હેરા ઉપર સ્મીત લાવે જે તારા
જરા નમ્રભાવે નમી તેને વંદન કરી આવજે તું

નથી કોઈ સગપણ કે વળગણ છતાં યે મધુર મૈત્રીભાવો
ફુલો સખ્યભક્તિના તેના ચરણમાં ધરી આવજે તું
મને ભેટરુપે જીવનમાં મળી છે કવિતા બની તું
છે ઇચ્છા દિલીપની પ્રથમ ને બની આખરી આવજે તું

 

તસ્વીર અને રચના
नवधा भक्ति-
श्रवणं, किर्तनं, विष्णो स्मरणं, पादसेवनं,
अर्चनं, वंदन,दास्यं, सख्यं, आत्मनिवेदनं

20 thoughts on “પરી આવજે તું !

 1. આદરણીય દિલીપભાઈ ફરી ને એકવાર ખુબજ મન ને પ્રેરિત રચના આપશ્રી એ આપી છે.આપશ્રી નો હાર્દિક આભાર.સુભેછા સહ.

 2. આદરણીય શ્રી દિલીપભાઈ,

  બની ગીત ને પ્રીત ચ્હેરા ઉપર સ્મીત લાવે જે તારા
  જરા નમ્રભાવે નમી તેને વંદન કરી આવજે તું
  મને ભેટરુપે જીવનમાં મળી છે કવિતા બની તું
  છે ઇચ્છા દિલીપની પ્રથમ ને બની આખરી આવજે તું
  સુંદર અને ભાવ્ત્મ્ક વિચારો રજુ કરતી બેનમુન ગઝલ
  આપે હરખ હૈયે મતો નથી તે કાવ્યમાં ચિત્રલેખા વિષે જે
  પ્રતિભાવ આપેલો તેની આપના નામ સાથે ૩૦ મેં ૨૦૧૧ ના
  ચિત્રલેખામાં મુખવાસમાં નોધ લીધી છે તે જાણ ખાતર.

 3. પ્રિય,..ભરતભાઈ, રમેશભાઈ..અને પ્રજ્ઞાશુંજી આપનો ખુબ ખુબ આભાર..ખુબજ આનંદની વાત છે કે મારા જેવા અદકેરાનું નામ આપે ચિત્રલેખામા આપના મુખવાસમાં સમાવ્યુ..

 4. નથી કોઈ સગપણ કે વળગણ છતાં યે મધુર મૈત્રીભાવો

  ફુલો સખ્ય્ભક્તિના તેના ચરણમાં ધરી આવજે તું
  ……………………………………………………………………..
  Dilipbhai…Nice Rachana !
  Ek PariMa Badha Ja Bhavo Bhari Tame UparNa ShabdoMa Maitri/BhaktiBhav Puri Tamari Ek Asha Kahi DiDhi !
  Liked it !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Inviting all to Chandrapukar for the New Post !

  • Shree Chandravadanbhai, Thanks,…
   नवधा भक्ति-
   श्रवणं, किर्तनं, विष्णो स्मरणं, पादसेवनं,
   अर्चनं, वंदन,दास्यं, सख्यं, आत्मनिवेदनं

 5. સરસ સ્નેહથી રસભરી રચના, કલ્પનાના ખૂલ્લા મુકેલા દ્વારમાંથી સર્કી આવેલી..ગમી.

 6. પ્રસારીને પાંખો ગગનમાં ઉડીને પરી આવજે તું …
  નદી જેમ સાગરને મળવા ઉમંગે સરી આવજે તું …
  સુંદર રચના .. ફેસબુક પર વાંચી હતી.
  એક સૂચન ..
  હૃદય દ્વાર ખુલ્લા છે અંતર તજી તારું સ્વાગત કરીશું
  તું ચૈતન્ય રગરગ સૂરજ આભ થઇ વિસ્તરી આવજે તું

  આમાં અંતર તજી ને બદલે અંતર સજી કરો તો કેવું ?
  એમ કરવાથી ભાવ વધુ ખીલી ઉઠે એવું નથી લાગતું ?

  • આભાર દક્ષેશભાઈ આપનું સુચન આવકાર્ય છે.. મૂલ્યવાન છે..મને પણ અહીં ખૂટ્તુ હો તેમ લાગતુ હતુ..સખ શબ્દ દૂર કર્યા બાદ..
   હું બદલ કરી લવ છું..
   Ritaji’s comment by email
   Wah wah kharekhar pari ne pukarta Hov evu lage……..khub suder.
   Thnaks Ritaji..

 7. નથી કોઈ સગપણ કે વળગણ છતાં યે મધુર મૈત્રીભાવો

  ફુલો સખ્ય્ભક્તિના તેના ચરણમાં ધરી આવજે તું
  ……………………………………………………………………..
  wonderful, you just come,’ HOW’ doesnot matter.

 8. પિંગબેક: પરી આવજે તું ! - GujaratiLinks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s