મૂક્તકો -દિલીપ ગજજર

જે રીતે વાતાવરણ પલટાય છે
વસ્ત્ર વૃત્તિના અહી બદલાય છે
શિલ્પ ધીરજથી તેં કંડારી દીધું
ક્યાં કલા હરકોઈને પરખાય છે
*****
હવે સબંધો રોજ નવા બાંધવા નથી
મારે તૂટેલા ધાગાઓ સાંધવા નથી
સખા અંતરના ફૂલ ચૂંટી તમને ધર્યા
હવે બાવળ ને કાંટાઓ વાવવા  નથી
*****
एक न एक दिन जागना है
दूर कीससे भागना है ?
और कोई राह ना है-
प्यार ही तो बाटना है…
*****
ભલા દોસ્ત મુજને તેં કેવો ફસાવ્યો
મને ફેસબુકના રવાડે ચઢાવ્યો
ચેટીંગ બોક્સમાં ખૂબ લલચાવી પહેલા
ચીટીંગ નો મને  કેમ બકરો બનાવ્યો
*****
जूठी खुशामत देखके कबीरा भया उदास
जो माला दे फूलकी देगा जूते खास
कवीरा हुआ है ओनलाईन सबकी  पढता पोष्ट
नही किसीको टैग कीया नही किसीसे चैट
6.5.2011
*****

ફૂલ જેવું સ્મિત તેનું  દિલને લોભાવી ગયું
નાની સરખી વાત કહીને દિલને બહેલાવી ગયું
ભૂખરી આંખોમાં તારી હું છબી જોતો હતો ને
વીજળી  ઝબકારે તેનું રૂપ લોભાવી ગયું
*****

સત્યને સાથે લઈને ચાલજો મી લોર્ડ
સાત પગલાં સત્ય સાથે માંડજો મી લોર્ડ
ન્યાય, સુરક્ષા, ધરમ કે રાજકારણ હો
ડૂબનારા તંત્રને ઉગારજો મી લોર્ડ
*****

થાય તારી સાથમાં તે વાત જુદી
તું જો આવી જાય તો તે રાત જુદી
ફૂલ ખીલે છો ઘણા ફાગણમહી
ધાઈ અક્ષરની રહે સોગાત જુદી
******

નદી ઝાકળ ભલે તું હોય છતાં ખાબોચિયા ઠેકી
નવા કપડા બગાડીને તને મળવા નહીં આવું !
ભલે હેતલ કે શીતલ  કે પછી હો સાધના,શીલા
કદી ઘરવાળીને છોડી તને મળવા નહીં આવું !!
******

જીવન બીજું ગતિનું નામ  चरेवैती चरेवैती
છે તારે ચાલવાથી કામ  चरेवैती चरेवैती
દિશા  છે પૂર્વની  તારી પૂરબમાં મૂખ રાખીને
સૂરજનું તે તરફનું ગામ  चरेवैती चरेवैती
*****

ત્રિવિધ ધારાઓનો ‘સમન્વય’ થયો છે
ડૂબી ભક્તિ રસમાં અહં લય થયો છે
‘શ્રીજી’ ‘સૂર-સરગમ’ ના સંગીત સાથે
‘દિલીપ’ ભાવ ગીતોમાં તન્મય થયો છે
*****

તું આવી જાય તો આ  દિલમહી ફુલો ખીલી જાશે
તું વરસી જાય  સુક્કા રણમહી ફુલો ખીલી જાશે
હૃદયની પાસ રાખીશ હું તને ઝાઝું ન તડપાવીશ
તું પીજે પ્રીતના પ્યાલા તને ભરપુર પીવડાવીશ
******

પ્રેમ સાચો વહેચતા એવુય બને પણ  ખરું
કોઈ નડે પણ ખરું ને કોઈ બળે પણ ખરું
નૃત્ય પ્રગટે પણ ખરું સર્જન પણ સ્ફુરે ખરું
કોઈ હશે પણ ખરું ને કોઈ રડે પણ ખરું
******

 

 

સમય કહે છે તક તક તક તક

સમય કહે છે તક તક તક તક
મૃત્યુ કહી દે કટ કટ કટ કટ

અગ્નિ પથ પર શાંત મુસાફર
મિત્ર બનીને ધપ ધપ ધપ ધપ

સંશય પલભર પ્રેમ નિરંતર
દિલ તૂટે છે તડ તડ તડ તડ

ગંગામાં જઈ મારે ડૂબકી
પ્રેમ પ્રવાહે શક શક શક શક

ધરતી પરના ઉત્તમ મોતી
આંખોમાંથી ટપ ટપ ટપ ટપ

હો લોયલ કે ચીટર તો પણ
પોતાની પર હસ હસ હસ હસ

પૃથ્વી પટ પર થઇ આભારી
દિલમાં તેના વસ વસ વસ વસ

-દિલીપ ગજજર