સમય કહે છે તક તક તક તક
મૃત્યુ કહી દે કટ કટ કટ કટ
અગ્નિ પથ પર શાંત મુસાફર
મિત્ર બનીને ધપ ધપ ધપ ધપ
સંશય પલભર પ્રેમ નિરંતર
દિલ તૂટે છે તડ તડ તડ તડ
ગંગામાં જઈ મારે ડૂબકી
પ્રેમ પ્રવાહે શક શક શક શક
ધરતી પરના ઉત્તમ મોતી
આંખોમાંથી ટપ ટપ ટપ ટપ
હો લોયલ કે ચીટર તો પણ
પોતાની પર હસ હસ હસ હસ
પૃથ્વી પટ પર થઇ આભારી
દિલમાં તેના વસ વસ વસ વસ
-દિલીપ ગજજર
આદરણીય દિલીપભાઈ,ખુબજ સારી રચના આપશ્રી એ પીરસી છે,આજના વિજ્ઞાન યુગ માં તક ની માંગ છે જ સમય નો સદુપયોગ ની તક ગુમાવનાર મૃત્યુ રૂપી કટ નો ભોગ બને છે.મારો આ વિચાર છે.દુનિયા અજબ ગજબ બની રહી છે…સુભેછા સહ.
શ્રી દિલીપભાઈ
ગણગણવી ગમે તેવી નવલી રચના.સરસ રીતે વહી કહું કે ટપ ટપ કરતી હૈયે વરસી કહું.
રમેશ પટેલ(આકાશદીપ)
આદરણીય શ્રી દિલીપભાઈ,
તદ્દન નવી ભાત પાડતી જીવનના પ્રસંગોને વણી લેતી અનોખી
રચના મનમોહક છે.
નવીનતમ છે રચના અને એક દમ હટકે
ગોવિંદ કહે દિલીપ લખ લખ લખ
ઘરવાળી કરે છે – ટક,ટક,ટક
very nice,somthing different..
v nice …
બીચ બજારે કોઇ અવરોધે
જોસથી બોલો ખસ ખસ ખસ
દીલીપભાઇ લાયા બાપુ કૈક નવુ …. અને પાછુ ગાઇને મુકજો.. એટ્લે સાંભળીને પણ આનંદ લૈએ
દિલીપભાઈ ,ખુબજ સરસ …
વિશ્વ ના વૃંદાવન માં રમતા ભમતા દિલીપભાઈના વિચારો ને વિજ્ઞાન યુગ માં શબ્દો ની નવી ભાત પાડતી અદભૂત અનુભૂતિ મળી …
બાગે બહાર આવે મંદ મંદ મંદ મંદ
ફૂલો હજાર લાવે મસ્ત મસ્ત મસ્ત મસ્ત
દર્દ ના બધા અંધાર જશે જટપટ જટપટ
એવી સવાર આવે ફટ ફટ ફટ ફટ
– અરુણા કાનાબાર
એવી સવાર આવે ફટ ફટ ફટ ફટ
ખુબજ સરસ …નવીનતમ રચના .
પિંગબેક: સમય કહે છે તક તક તક તક | | GujaratiLinks.comGujaratiLinks.com
સુંદર ગઝલ!
આદરણીય દિલીપભાઈ,
ખુબજ સારી રચના આપશ્રી એ રચેલ છે.
સમયને તો પાંખો છે. તે તો ઉડી જશે.
સમયનો પડછાયો નથી કે તેને પકડી શકાય.
સુંદર નવીનતમ રચના
must must must…..
Bahot shukriya..Muktijee..