જે રીતે વાતાવરણ પલટાય છે
વસ્ત્ર વૃત્તિના અહી બદલાય છે
શિલ્પ ધીરજથી તેં કંડારી દીધું
ક્યાં કલા હરકોઈને પરખાય છે
*****
હવે સબંધો રોજ નવા બાંધવા નથી
મારે તૂટેલા ધાગાઓ સાંધવા નથી
સખા અંતરના ફૂલ ચૂંટી તમને ધર્યા
હવે બાવળ ને કાંટાઓ વાવવા નથી
*****
एक न एक दिन जागना है
दूर कीससे भागना है ?
और कोई राह ना है-
प्यार ही तो बाटना है…
*****
ભલા દોસ્ત મુજને તેં કેવો ફસાવ્યો
મને ફેસબુકના રવાડે ચઢાવ્યો
ચેટીંગ બોક્સમાં ખૂબ લલચાવી પહેલા
ચીટીંગ નો મને કેમ બકરો બનાવ્યો
*****
जूठी खुशामत देखके कबीरा भया उदास
जो माला दे फूलकी देगा जूते खास
कवीरा हुआ है ओनलाईन सबकी पढता पोष्ट
नही किसीको टैग कीया नही किसीसे चैट
6.5.2011
*****
ફૂલ જેવું સ્મિત તેનું દિલને લોભાવી ગયું
નાની સરખી વાત કહીને દિલને બહેલાવી ગયું
ભૂખરી આંખોમાં તારી હું છબી જોતો હતો ને
વીજળી ઝબકારે તેનું રૂપ લોભાવી ગયું
*****
સત્યને સાથે લઈને ચાલજો મી લોર્ડ
સાત પગલાં સત્ય સાથે માંડજો મી લોર્ડ
ન્યાય, સુરક્ષા, ધરમ કે રાજકારણ હો
ડૂબનારા તંત્રને ઉગારજો મી લોર્ડ
*****
થાય તારી સાથમાં તે વાત જુદી
તું જો આવી જાય તો તે રાત જુદી
ફૂલ ખીલે છો ઘણા ફાગણમહી
ધાઈ અક્ષરની રહે સોગાત જુદી
******
નદી ઝાકળ ભલે તું હોય છતાં ખાબોચિયા ઠેકી
નવા કપડા બગાડીને તને મળવા નહીં આવું !
ભલે હેતલ કે શીતલ કે પછી હો સાધના,શીલા
કદી ઘરવાળીને છોડી તને મળવા નહીં આવું !!
******
જીવન બીજું ગતિનું નામ चरेवैती चरेवैती
છે તારે ચાલવાથી કામ चरेवैती चरेवैती
દિશા છે પૂર્વની તારી પૂરબમાં મૂખ રાખીને
સૂરજનું તે તરફનું ગામ चरेवैती चरेवैती
*****
ત્રિવિધ ધારાઓનો ‘સમન્વય’ થયો છે
ડૂબી ભક્તિ રસમાં અહં લય થયો છે
‘શ્રીજી’ ‘સૂર-સરગમ’ ના સંગીત સાથે
‘દિલીપ’ ભાવ ગીતોમાં તન્મય થયો છે
*****
તું આવી જાય તો આ દિલમહી ફુલો ખીલી જાશે
તું વરસી જાય સુક્કા રણમહી ફુલો ખીલી જાશે
હૃદયની પાસ રાખીશ હું તને ઝાઝું ન તડપાવીશ
તું પીજે પ્રીતના પ્યાલા તને ભરપુર પીવડાવીશ
******
પ્રેમ સાચો વહેચતા એવુય બને પણ ખરું
કોઈ નડે પણ ખરું ને કોઈ બળે પણ ખરું
નૃત્ય પ્રગટે પણ ખરું સર્જન પણ સ્ફુરે ખરું
કોઈ હશે પણ ખરું ને કોઈ રડે પણ ખરું
******
Saras Muktako
Thanks bharatbhai.
ખુબજ સરસ મુક્તકો આપે પીરસીયા છે ફેસબુક ના રવાડે ચડવું અને ખોટી ખુશામત ના આપશ્રી ના વિચારો તદન સાચા છે પ્રેમ સાચો વહેચવા કોય નડે અને બળે આ જગત માં ઈર્સાળુઓ ની કમી નથી દિલીપભાઈ હું જયારે દેશ માં હતો ત્યારે ટ્રક ની પાછળ વાચેલું ઈર્સાળુઓ ને આશીર્વાદ.મારી દ્રષ્ટી એ ઈર્ષા કરનાર અને ટીકા કરનાર ને પ્રભુ લાંબી ઝીંદગી આપે !!!!! શુભેછા સહ.
આદરણીય શ્રી દિલીપભાઈ,
ખુબ જ સરસ મુક્તકો મુક્ત મનથી માણ્યા
“લેખન ગાયન ને ગઝલમાં પણ જામી ગયો
જુઓ દિલીપ કેવો દિલને પણ ગમી ગયો
લેસ્ટરથી લખતો અને સહુને વ્હેચતો ગયો
દેશ દેશાવરમાં હરેકના દિલ મ્હેકાવતો રહ્યો “
khub khub aabhaar mitro no pan pyaar chhe..tethi judo j aa sansaar chhe..
નદી ઝાકળ ભલે તું હોય છતાં ખાબોચિયા ઠેકી
નવા કપડા બગાડીને તને મળવા નહીં આવું !
ભલે હેતલ કે શીતલ કે પછી હો સાધના,શીલા
કદી ઘરવાળીને છોડી તને મળવા નહીં આવું !! અને
બર્ચપેપેર પરનું મુકતક ગમ્યું..ઘરવાળીને ન છૉડવાનિ વાત પણ ગમી..શુભેચ્છા!!
આદરણીય શ્રી દિલીપભાઈ
મન ભરીને મુક્તકો માણ્યા સાહેબ
મજા પડી ગઈ .
આપ દિલ રેડીને લખો છો સાહેબ
શ્રી દિલીપભાઈ
મુક્તકો દ્વારા સુંદર વિચાર વૈભવને આપે નીખાર્યો.
દરેક મુક્તકનો એક આગવો ભાવ છે અને તેમાં આપની કવિત્ત્વ શક્તિ ઝબકે છે.મજા સાથે
ભાવ જગતમાં રમવા મળ્યું.
રમેશ પટેલ(આકાશદીપ)
પિંગબેક: મૂક્તકો -દિલીપ ગજજર | | GujaratiLinks.comGujaratiLinks.com
very good , very nice and wonderful your muktak
“dilipbhai ”
mara muktak
-1-
” ka lok prem ne bahar shodhe chhe
ane ka lok ahi tahi bhat k chhe
ek dubki lagavi jo bhitar mahi
jya prem ni avirat ganaga vahe chhe
-2-
“aa gurja dhara per rakh
thavuy mane gamshe
puchho mara ur ne prasna to
k sauna dil ma prem bane rahevuy mane gamshe ”
kavi ” jaan”
malekpur (vad)
jadav nareshkumar motilal
ta : vadnagar di : mehsana
pin -384355 m.9924610124