મિત્રો આપ સમક્ષ એક ગઝલ રજુ કરું છું અને ફ્રી હેન્ડ ડ્રોઈંગ જીવને જે અનુભવ કહ્યા તેનું પ્રગટન સુખદ છે અને આપ સહુ સાથે શેર કરું છું
‘ભેદની ભીતોને મારે ભાંગવી’
દંભની રીતિને મારે ખોલવી
માનવી શોષણ કરે છે તેમના,
જુલ્મની ઝંઝીરો મારે તોડવી
ગઝલ –
હૃદયમાં સાચવી જેને સદા તેં સ્થાન આપ્યું છે
સહેજ પણ તેમને તુજને કદી ક્યાં માન આપ્યું છે ?
લુટી લઇ ચેન ને સંતોષ જગને ત્રાસ દેનારે
જીવનગીત ગાઈને પંખીતણું ક્યાં ગાન આપ્યું છે ?
વિચારોને વચનની ફક્ત માયાજાળ ગૂંથે તે
શિકારીને કરોડોનું પ્રજાએ દાન આપ્યું છે !!!
હજીયે ઝેર પીનારા જુઓ પૂજાય છે શિવ થઇ
તમે અમૃત પીને વિશ્વને વિષપાન આપ્યું છે
લઈને દેહ નશ્વર જે સ્વયં ઈશ્વર બની બેઠાં
તણખલાથી વધુ ક્યાં તેમને મેં સ્થાન આપ્યું છે
અમે કડવું છતાં યે રોકડું પરખાવી દીધું સત
કરે બેહોશ ‘દિલીપ’ તેમને ક્યા ભાન આપ્યું છે
૨૧.૦૮.૦૫ -દિલીપ ગજજર