હૃદયમાં સાચવી જેને સદા તેં સ્થાન આપ્યું છે

મિત્રો આપ સમક્ષ એક ગઝલ રજુ કરું છું અને ફ્રી હેન્ડ ડ્રોઈંગ જીવને જે અનુભવ કહ્યા તેનું પ્રગટન સુખદ છે અને આપ સહુ સાથે શેર કરું છું

‘ભેદની ભીતોને મારે ભાંગવી’

દંભની રીતિને મારે ખોલવી

માનવી શોષણ કરે છે તેમના,

જુલ્મની ઝંઝીરો મારે તોડવી

ગઝલ –

હૃદયમાં સાચવી જેને સદા તેં સ્થાન આપ્યું છે

સહેજ પણ તેમને તુજને કદી ક્યાં માન આપ્યું છે ?

લુટી લઇ ચેન ને સંતોષ જગને ત્રાસ દેનારે

જીવનગીત ગાઈને પંખીતણું ક્યાં ગાન આપ્યું છે ?

વિચારોને વચનની ફક્ત માયાજાળ ગૂંથે તે

શિકારીને કરોડોનું પ્રજાએ દાન આપ્યું છે !!!

હજીયે ઝેર પીનારા જુઓ પૂજાય છે શિવ થઇ

તમે અમૃત પીને વિશ્વને વિષપાન આપ્યું છે

લઈને દેહ નશ્વર જે સ્વયં ઈશ્વર બની બેઠાં

તણખલાથી વધુ ક્યાં તેમને મેં સ્થાન આપ્યું છે

અમે કડવું છતાં યે રોકડું પરખાવી દીધું સત

કરે બેહોશ ‘દિલીપ’ તેમને ક્યા ભાન આપ્યું છે

૨૧.૦૮.૦૫ -દિલીપ ગજજર
19 thoughts on “હૃદયમાં સાચવી જેને સદા તેં સ્થાન આપ્યું છે

 1. ખુબજ સુંદર ભાવ આપશ્રી એ સ્વયમ ચિત્ર દોરી ને આપ્યો છે,સાચી વાત કરી માનવ મટી ને દાનવ નું કામ કરનારા ખુદ ને ભગવાન કહેનાર ને આપશ્રી એ તણખલા નું સ્થાન આપ્યું તે ઉતમ છે.સાચી વાત કડવી લાગે જ વાહ વાહ કરનાર ની વાત મધ મધ મીઠી લાગે આવા ધુતારાઓ ભાન ભૂલેલા પાગલ ને પણ સરમાવે.
  શુભેછા સહ.

 2. હજીયે ઝેર પીનારા જુઓ પૂજાય છે શિવ થઇ
  તમે અમૃત પીને વિશ્વને વિષપાન આપ્યું છે
  Saras Rachna chhe Ho

 3. પિંગબેક: હૃદયમાં સાચવી જેને સદા તેં સ્થાન આપ્યું છે - GujaratiLinks.com

 4. અમે કડવું છતાં યે રોકડું પરખાવી દીધું સત
  કરે બેહોશ ‘દિલીપ’ તેમને ક્યા ભાન આપ્યું છે

  કવિ પ્રણયગીત પણ ગુનગુનાવે અને રોકડું પણ પરખાવે. કવિ જે જુએ – અનુભવે તે કવે. વિદુષક માગ્યા મુજબનું મનોરંજન કરે. સરસ કૃતિ.

 5. શ્રી દિલીપભાઈ
  ભાવુક હૃદયમાં માનવ સભ્યતાનું સતત ચીંતનથી સુંદર ગઝલો પ્રગટ
  થાય છે. કઈંક વિશેષ ભાવોનો આ પડઘો ગમી ગયો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. હૃદયમાં સાચવી જેને સદા તેં સ્થાન આપ્યું છે–અને છતાં–
  અમે કડવું છતાં યે રોકડું પરખાવી દીધું સત..
  પ્રેમની ખુમારી આથી વિશેષ શું હશે??

 7. આમ તો આખીયે ગઝલ આસ્વાદ્ય થઈ છે –
  આ શેર વિશેષ ગમ્યો.

  લઈને દેહ નશ્વર જે સ્વયં ઈશ્વર બની બેઠાં
  તણખલાથી વધુ ક્યાં તેમને મેં સ્થાન આપ્યું છે

 8. વિચારોને વચનની ફક્ત માયાજાળ ગૂંથે તે
  શિકારીને કરોડોનું પ્રજાએ દાન આપ્યું છે !!! …… વાહ વાહ
  લઈને દેહ નશ્વર જે સ્વયં ઈશ્વર બની બેઠાં
  તણખલાથી વધુ ક્યાં તેમને મેં સ્થાન આપ્યું છે …બહોત ખુબ દીલીપભાઇ….

 9. આદરણીય શ્રી દિલીપભાઈ,

  વિચારોને વચનની ફક્ત માયાજાળ ગૂંથે તે
  શિકારીને કરોડોનું પ્રજાએ દાન આપ્યું છે !!!
  સરસ મનભાવન ગઝલ દ્વારા સમાજને દેશની સાંપ્રત પરિસ્થિતિનો

  સુંદર ચિતાર શબ્દ દેહે મઢ્યો છે.

 10. હૃદયમાં સાચવી જેને સદા તેં સ્થાન આપ્યું છે
  સહેજ પણ તેમને તુજને કદી ક્યાં માન આપ્યું છે ?
  v nice.. congrats Dilipbhai …!

 11. ભેદની ભીતોને મારે ભાંગવી’
  દંભની રીતિને મારે ખોલવી
  માનવી શોષણ કરે છે તેમના,
  જુલ્મની ઝંઝીરો મારે તોડવી
  આ ગઝલ સાથે સુમેળ ધરાવતી મારી એક પોસ્ટ જરુર વાંચશો તો ગમશે

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s