ઇદની ખુશીઓ મનાવીએ

મુસ્લીમ ભાઈઓને ઈદ મુબારક.. સાથે કવિમિત્ર હારુન પટેલની ગઝલ રજુ કરું છું 

મતભેદ વેરઝેરને દિલથી ફગાવીએ 

ભેગા મળીને ઇદની ખુશીઓ મનાવીએ 
અત્તર ફક્ત આ દેહ, ને કપડા ઉપર નહીં 
દિલમાં સુવાસ લઇ અને મસ્જીદમાં આવીએ 
બીજાને અગર ખુશ કરી શકીએ ન તો પછી 
એ પણ ઘણું છે કોઈને પણ ના સતાવીએ
મિત્રો છે ઇદુલ ફિત્ર નો સંદેશ એટલો 
રડતાના આંસૂ લુછીને એને હસાવીએ
બીજાના ઈશારાઓ ઉપર નાચતા રહ્યા 
ચાલો ઈશારે આપણાં એને નાચાવીએ 
માં બેન દીકરીઓની ઈજ્જત લુંટાય છે 
કાયરપણું  છે આપણું મોઘું છુપાવીએ 
સાચું પૂછો તો એની કૃપાઓ અપાર છે 
છે બેસુમાર નેઅમતો કંઈ કંઈ ગણાવીએ 
વાતોના લાખ  બણગાઓ  ફૂંકવાથી શું વળે ?
ઉન્નત જીવન જીવી જગતને બતાવીએ 
સાચી ખુશી આ ઇદની ‘હારુન’ એજ છે 
ધરતી ઉપરથી જુલ્મોસીતમને મીટાવીએ
હારુન પટેલ ,બોલ્ટન 


5 thoughts on “ઇદની ખુશીઓ મનાવીએ

 1. આદરણીય દિલીપભાઈ આપશ્રી ના મિત્ર મુરબ્બી હારૂનભાઈ ની ગઝલ ટાંકી ને આપે ઈદ મુબારક ના ઉત્સવ ને ચાર ચાંદ લગાવી ને ભવ્ય મુબારક આપ્યા છે.ઈદ એ ખુબજ પવિત્ર પર્વ છે સાચી વાત છે હારૂનભાઈ ની કે સાચી ખુશી એમાંજ છે આ અજનબી દુનિયા માંથી જુલમ સિતમ ને ખતમ કરવાની ઈદ મુબારક આપશ્રી ના સર્વે મિત્રો અને પરિવાર જનો ને.શુભેછા સહ.

 2. આદરણીય શ્રી દિલીપભાઈ,

  વાતોના લાખ બણગાઓ ફૂંકવાથી શું વળે ?
  ઉન્નત જીવન જીવી જગતને બતાવીએ
  સાચી ખુશી આ ઇદની ‘હારુન’ એજ છે
  ધરતી ઉપરથી જુલ્મોસીતમને મીટાવીએ
  આપના પરમ મિત્ર શ્રી હારૂનભાઈની ઈદ વિષેની
  ગઝલ આપે પ્રદર્શિત કરી સાચા અર્થમાં ઇદનો મહિમા
  વર્ણવી સમગ્ર માનવ જાતને ભાઈચારા અને શાંતિનો
  સંદેશ આપ્યો છે….ઈદ મુબારક…..

 3. સાચી ખુશી આ ઇદની ‘હારુન’ એજ છે
  ધરતી ઉપરથી જુલ્મોસીતમને મીટાવીએ..હારુન ભાઇની સરસ ગઝલ…
  વેરઝેર થી દુશ્મની મટતી નથી એ તમારા અંતરમાં આગ લગાવે છે..
  સપના

 4. પિંગબેક: ઇદની ખુશીઓ મનાવીએ | | GujaratiLinks.comGujaratiLinks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s