મુક્તક સપ્તક


एकम सांख्यं च योगं च
यः पश्यति सः पश्यति-कृष्ण
મિત્રો,
પ્રથમ ઈમેજના કેન્દ્રમાં જે લાલ બિંદુ છે તે એકાગ્ર થઈ ધ્યાનથી જુઓ તો
પ્રથમ બ્લ્યુ સર્કલ દેખાશે પછી વિલીન થઈ જશે અને પુનઃ બ્લ્યુ સર્કલ દેખાશે
આ તો જાણે આ મેજીક ઈમેજની દાર્શનિક કમાલ....પણ,
આજ જાણે કે સાધક કે ઉપાસકને મન પ્રથમ દ્વૈત અને અદ્વૈત અને પુન દ્વૈત...ની રમત
ભ્ક્ત અને ભગવાન જીવ અને શીવ રમતા ન હોય !!
ઉપાસના/ધ્યાનથી ઘણુંબધું શક્ય થાય છે, સમજણ જાગી જાય છે અંતરની
અને ભેદ ચાલ્યા જાય છે મારા તારાના,ધર્મના, સર્વના...
ગરબો પણ આજ વાત નો સૂચક છે કેન્દ્રમાં તુ છે ગરબારુપે ચૈતન્યમયી માતૃરુપી મહેશ્વરી મા
અને પરિધ પર અમે જીવનના વર્તૂલાકારે સંવાદિત બની હારબંધ
એક તાલે ન્રુત્ય કરીએ તને આરાધીએ..
તો હું નુ વિલીનીકરણ થાય ને કફ્ત તું જ મધ્યમાં રહે !
શું આ જ અધ્યાત્મનું રહસ્ય નથી ?

મિલન તારુ ને મારુ લાગે મધુરું
છે અદ્વૈતે આનંદ ના કંઈ અધુરું
અગર કેન્દ્ર મારું त्वमेकं રહે તો
જગત શોભી ઊઠે ભલું ના બુરું છે
*******

છે છીછરું સુખ, દુઃખ ઘડે, આહો હવે ભરતા નથી
આનંદના દ્વારો ઊઘડતા આપણે રડતાં નથી
છે પ્યાર, પ્રકૃતિ પ્રભુ ને મિત્રતા સંગાથમાં,
સ્વાર્થી સગાનો સંગ કંઈ સમજુ જનો કરતાં નથી
*******
तु बनकर यार फिर आयी खुशी पाई जझाकल्लाह
खीले है गुल खीजांमे भी बहार आई जझाकल्लाह
कीया है प्यार तुने पाया क्या मे कुछ नही जानुं
सिवा ईसके कहु मै क्या तु ही छाइ जझाकल्लाह
*******

નાના નાના કારણ દિલડાં જોડે છે
નાના નાના કારણ દિલડાં તોડે છે
કંઈ ખૂટે, રૂઠે, તૂટે કઈ છુટે તો ,...
નાના નાના કર પ્રભુને જોડે છે !
*******

નામ તો ચારે તરફ વંચાય છે
મિત્રતા કયા સર્વથી બંધાય છે
ભૂલથી પણ વાંચીને ઈમેઈલને
જન્કમાં નાખી તે અપસેટ થાય છે !
*******

એક તરફી પ્યાર પણ રહેતો નથી
અન્ય કોઈ યાર પણ રહેતો નથી
જિન્દ્ગી ત્યારે બને છે યંત્રવત,
જિન્દગીમાં સાર પણ રહેતો નથી
*******

મિત્રતા અનમોલ એવું રત્ન છે
ભીડ્માં પણ ક્યાં કદી ખોવાય છે ?
ચિત્ર કેવું દિલમાં દોરી જાય છે
જિન્દગીભર મિત્ર ના ભૂંસાય છે

-દિલીપ ગ્જ્જર