વિના કોઈ કારણ !

ફુલો દેશ પરદેશ ખીલતાં રહેશે…..
ને મારે ય ખીલવું વિના કોઈ કારણ !
મળે જો સગડ કઈ પ્રભુના તો કહેજો
છે  મારે ય મળવું વિના કોઈ કારણ !
દિવાળી કે ક્રિસમસ ભલે ઈદ આવે,
બની મિત્ર ભળવું વિના કોઈ કારણ !
ભળે સ્વર તરંગ જ્યાં જમાવી દે મહેફિલ
પ્રણયગીત ગાવું વિના કોઈ કારણ !
જીવનસાધનાનું નથી ફળ છે ગમ શું ?
જીવન તોય જીવવું વિના કોઈ કારણ !
ખરા ભક્ત હૃદયને બનાવી દે મંદિર
હ્રુદય તારા વસવું વિના કોઈ કારણ
પ્રભુ સૃષ્ટિમાં તવ મજા છે સજા ના
જીવન આ ઉજવવું વિના કોઈ કારણ !-દિલીપ ગજજર
૨૨ ડિસે.૨૦૧૧ યુ.કે
This recent Photo taken and edited by my myself during my India’s vist.

8 thoughts on “વિના કોઈ કારણ !

  1. આદરણીય દિલીપભાઈ સોવ પ્રથમ તો તમો ને ફરી આવકારું છું.આપશ્રી ની આ ભાવાત્મક રચના ને મારા હાર્દિક અભિનંદન.જીવન એ પ્રભુ ની અનમોલ ભેટ છે કારણ વિના કારણ આ ભેટ નું ઉપયોગ કરવો જ રહ્યો.તહેવારો આવતા અને જતા રહેશે.પરંતુ તહેવારો ઉજવવા એ જ પ્રભુ નું કાર્ય જીવન એક શુખ નો દરિયો પણ અને દરિયા માં ખારાશ પણ છે આ પણ કુદરત ની મહેરબાની જ છે આખરે ગમ ખુશી જીવન ની બે ધાર છે.માટે ગમ ભૂલને કે લીએ મેતો જીએ જાવુગા…………આપ શ્રી નો ખુબજ આભાર સુભેછા સહ.

  2. પિંગબેક: » વિના કોઈ કારણ ! » GujaratiLinks.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s