પૂંછડી દબાવી ચાલ્યા નવ દશ અગ્યાર છે
મોતીડાં નો થાળ લઈ નવવર્ષ આવે બાર છે
જે અનુભવનુ મળ્યું ભાથુ ને મિત્રો માર્ગમાં
સૌ નવીનતાને દિલીપ સત્કારવા તૈયાર છે
-દિલીપ ગજજર
૩૧.૧૨.૨૦૧૧
કોણ રોકી દે સમય ? ને કોનાથી કહેવાય બસ ?
બે હજાર અગ્યાર સરક્યું વર્ષ બેઠું બાર હર્ષ !
રોજ સૂરજ આવતો અજવાળવા અંઃતકરણ
કેટલું દેવત્વ પામ્યો કેટલું કાઢ્યું તમસ !
કઈ દિશા ને માર્ગ પર ચરણો ગતિ કરતાં રહ્યાં ?
ક્યા જીવન આવી ઉભું વિચાર કર બુધ્ધિને કસ !
આશ રાખી માનવી પર આજ્તક જોતો હશે
ઉચ્ચ હેતુ ઈશનો સમજાય તો કેવું સરસ !
સ્નેહ વર્ષા અવગણીને ગાળ ભાંડે જો નગર
મીટ માંડી રાહ જોતા ગામડે જઈને વરસ !
જ્યારથી તારી છબી આ દિલના દર્પણ માં મઢી
શોધ લાગે પૂર્ણ થઈ ના સ્વપ્ન મૃગજળ કે તરસ
ભોગના પ્રવાહમાં તું રાતદિન ભીંજાય પણ
વિપરિત સમાજના રિવાજની સામે ય ધસ !
વ્યર્થ જાયે જો જીવનની સાધના આનંદ ના,
કોઈ સૂની ધડકનોમાં પ્રીતનું થૈ ગીત વસ
આજ પણ મા ગુર્જરી ને સંસ્કૃતી રુંધાય છે
એટલે સંગીતને સાહિત્ય માં દિલીપ ને રસ
-દિલીપ ગજજર
૩૧.૧૨.૨૦૧૧
આજના મંગલ પ્રભાતે આપને તથા આપના કુટુંબીજનોને
૨૦૧૨ ના મંગલ નુતન વર્ષની શુભ કામના
આવ્યો છે આજ અવસરીયો રૂડો આનંદોને ઉલ્હાસોને
બે હજાર બારનાં વધામણાં કરી (૨) નવા વરસને વધાવો ને… આવ્યો.
સ્વપ્ન જેસરવાકર ( પરાર્થે સમર્પણ)
cid:57B16A52C9004AE5B804279CCC21B5BF@JAILAPTOPhttp://www.theholidayspot.com/myspace_orkut_scraps/newyear/new/new8.gifcid:57B16A52C9004AE5B804279CCC21B5BF@JAILAPTOP
cid:AAC82DB8443842709D5BF90E2D74BC3B@JAILAPTOP
As the New Year dawns…
It brings in ..
New Hope…
New Aspirations…
New Resolution…
A Whole New Beginning…
May you achieve what you aspire
& may your dreams come true
Wishing You, Your Loved Ones & Your Family
A Fulfilling New Year 2012
cid:9B937A30174D4D50AE0D7791CFD9ECB7@JAILAPTOP
With Best Wishes
From Bharat Sachania & Family London.
આદરણીય દિલીપભાઈ ખુબજ સારી રચના આપ શ્રી એ આપી છે,દિવસો તહેવારો મહિનાઓ એના એજ છે પરંતુ વર્ષ બદલાઈ છે વીતેલા વર્ષ ને અલવિદા અને નવા વર્ષ ને ભાવ ભીનું આવકાર…આ ૨૦૧૨ વર્ષ આપશ્રી અને આપના પરિવાર મિત્રો સંબંધિઓ ને શુખ્કાર બને આનદ અને ખુસીયા આપે શારીરિક અને આર્થિક સારું બની રહે અને દુનિયા નું કલ્યાણ થાય તેવી ઈશ્વર ને હાર્દિક પ્રાથના..
ભરત સચાનિયા અને પરિવાર ના.
નુતન વર્ષા ભીનંદન.
આજ પણ મા ગુર્જરી ને સંસ્કૃતી રુંધાય છે
એટલે સંગીતને સાહિત્ય માં દિલીપ ને રસ
-દિલીપ ગજજર
શ્રી દિલીપભાઈ
સુંદર ગઝલ અને વિચારો સાથે નૂતન વર્ષની વધામણી.
સંસ્કાર અને સંસ્કૃતિની આપની સાધના મૂઠી ઉંચેરી છે.
નવા વર્ષે અંતરની મંગલ શુચ્છાઓ.
રમેશ પટેલ(આકાશદીપ)
આદરણીય દિલીપભાઈ નવા વર્ષ ની ગઝલ ખુબજ સારી છે,હું ભાઈ શ્રી રમેશભાઈ સાથે સહમત છું આપશ્રી આવી ને આવી રચનાઓ આપતા રહેશો.નવા વર્ષ ના આપશ્રી અને પરિવાર મિત્રો ને અમારા શુભ કામના.શુભેછા સહ.
પિંગબેક: » વર્ષ બેઠું બાર હર્ષ ! » GujaratiLinks.com