પ્રિય મિત્રો, દરિયાપાર વસી ગુર્જરી મ્હેંકાવતા અને દેશ ભક્તિના ભાવો છલકાવતાં,
શ્રી રમેશભાઈ પટેલ ’આકાશદીપ’નું ગીત રજુ કરું છું. ‘જયહિન્દ જયઘોષ તિરંગા’
આપ સહુને પ્રજાસત્તાક દિન ના અભિનંદન.
સંગીત અને કમ્પોઝ : નારાયણ ખરે , સ્વર : દિલીપ ગજજર અને રોશની શેલત
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું,…૨
તારી શાન ત્રિરંગા.. કોરસ …
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ -…… તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા
વિશ્વ ધરોહર ભૂમિ અમનની, કેસરીયાળી ક્યારી………….૨
ભારતની એ અમર સંસ્કૃતિ,……૨ ઝૂમે હરિયાળી પ્યારી….કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા……
લાલ કિલ્લાએ શોભે કેવો, અમર યશ સહભાગી…………૨
સુજલા સુફલા ધરા મંગલા,…..૨ ધન્ય અમે બડભાગી…. કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા…….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દેશું, રંગ ધરશે રખવાળાં…૨
નહીં ભૂલીએ બલિદાનો વીરા,..૨ અમર જ્યોત અજવાળાં…કોરસ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું, તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા
જયહિન્દ જયઘોષ ત્રિરંગા….રમેશ પટેલ(આકાશદીપ)
શ્રી દિલીપભાઈ
જય યોગેશ્વર.
આપની આજની આ ઈ મેલ , મારા માટે યાદગાર સંભારણું બની રહેશે.
આપે ખૂબ જ રસ લઈ , સાહિત્યિક મિત્રોને એક ભેટ ધરી છે અને તેમાં
મને સહભાગી બનાવી આભારી કર્યો છે તે બદલ ખુશી વ્યક્ત કરું છું.
રાષ્ટ્ર સન્માનના આ ગીતને ,શ્રી દિલીપભાઈ ગજ્જર અને રોશની શેલતનો
સ્વર મળ્યો અને ખૂબ જ નિષ્ણાત શ્રી નારાયણ ખરે, સંગીત ક્ષેત્રના તજજ્ઞના હસ્તે રેકોર્ડીંગ , એ સોનામાં સુગંધ જેવું છે. આપ સૌનો , કેલિફોર્નીઆ અમેરિકાથી , અમારા ઈન લેન્ડ એમપાયર , રીવર સાઈડ કાઉન્ટી સાહિત્ય સૌજન્ય મંડળ વતી ખૂબ ખૂબ અભિનંદન. આપે ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વે તેને પ્રથમવાર
બ્લોગ પર મૂકવાનું આયોજન કર્યું , એ ખૂબ જ પ્રાસંગિક અને ગૌરવવંતું લાગ્યું.
આપના તથા સૌ તજજ્ઞ મિત્રોના સવિશેષ આભાર સાથે આભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
શ્રી રમેશભાઈ સાદર નમસ્કાર, આપનું આ રાષ્ટ્રભક્તિનું ગીત ગાતા આપના ઉદ્દાત ભાવો અને વિચારો સાથે એકરુપ થવાનું સદ્ભાગ્ય મળ્યું અને આ રીતે પ્રજાસત્તાક દિને આપની રચના રજુ કરવા મળી તેની ખુશી અપાર છે..આપના ગીત ને ઉચિત ન્યાય આપવા સહુએ યત્ન કર્યો અને આપે અમારા પ્રયાસને આવકાર્યો તે અમારે મન નોંધનીય વાત છે, આપના પ્રતિભાવ માટે આભાર… જયહિન્દ.
-દિલીપ ગજજર