તારી શાન ત્રિરંગા

પ્રિય મિત્રો, દરિયાપાર વસી ગુર્જરી મ્હેંકાવતા અને દેશ ભક્તિના ભાવો છલકાવતાં,
શ્રી રમેશભાઈ પટેલ ’આકાશદીપ’નું ગીત રજુ કરું છું. ‘જયહિન્દ જયઘોષ તિરંગા’
આપ સહુને પ્રજાસત્તાક દિન ના અભિનંદન.
સંગીત અને કમ્પોઝ : નારાયણ ખરે , સ્વર : દિલીપ ગજજર અને રોશની શેલત

શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું,…૨
તારી શાન ત્રિરંગા.. કોરસ …
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ -…… તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા

વિશ્વ ધરોહર ભૂમિ અમનની, કેસરીયાળી ક્યારી………….૨
ભારતની એ અમર સંસ્કૃતિ,……૨ ઝૂમે હરિયાળી પ્યારી….કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા……

લાલ કિલ્લાએ શોભે કેવો, અમર યશ સહભાગી…………૨
સુજલા સુફલા ધરા મંગલા,…..૨ ધન્ય અમે બડભાગી…. કોરસ
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા…….

નહીં ઝૂકીએ ન ઝૂકવા દેશું, રંગ ધરશે રખવાળાં…૨
નહીં ભૂલીએ બલિદાનો વીરા,..૨ અમર જ્યોત અજવાળાં…કોરસ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા….
નહીં ઝૂકીએ ન ઝૂકવા દઈશું, તારી શાન તિરંગા…કોરસ – તારી શાન તિરંગા ..
શીર સાટે સોગંદ અમારા,પાવન હિમાલય ગંગા

જયહિન્દ જયઘોષ ત્રિરંગા….રમેશ પટેલ(આકાશદીપ)

શ્રી દિલીપભાઈ
જય યોગેશ્વર.
આપની આજની આ ઈ મેલ , મારા માટે યાદગાર સંભારણું બની રહેશે.
આપે ખૂબ જ રસ લઈ , સાહિત્યિક મિત્રોને એક ભેટ ધરી છે અને તેમાં
મને સહભાગી બનાવી આભારી કર્યો છે તે બદલ ખુશી વ્યક્ત કરું છું.
રાષ્ટ્ર સન્માનના આ ગીતને ,શ્રી દિલીપભાઈ ગજ્જર અને રોશની શેલતનો
સ્વર મળ્યો અને ખૂબ જ નિષ્ણાત શ્રી નારાયણ ખરે, સંગીત ક્ષેત્રના તજજ્ઞના હસ્તે રેકોર્ડીંગ , એ સોનામાં સુગંધ જેવું છે. આપ સૌનો , કેલિફોર્નીઆ અમેરિકાથી , અમારા ઈન લેન્ડ એમપાયર , રીવર સાઈડ કાઉન્ટી સાહિત્ય સૌજન્ય મંડળ વતી ખૂબ ખૂબ અભિનંદન. આપે ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વે તેને પ્રથમવાર
બ્લોગ પર મૂકવાનું આયોજન કર્યું , એ ખૂબ જ પ્રાસંગિક અને ગૌરવવંતું લાગ્યું.
આપના તથા સૌ તજજ્ઞ મિત્રોના સવિશેષ આભાર સાથે આભિનંદન.

રમેશ પટેલ(આકાશદીપ)
શ્રી રમેશભાઈ સાદર નમસ્કાર, આપનું આ રાષ્ટ્રભક્તિનું ગીત ગાતા આપના ઉદ્દાત ભાવો અને વિચારો સાથે એકરુપ થવાનું સદ્ભાગ્ય મળ્યું અને આ રીતે પ્રજાસત્તાક દિને આપની રચના રજુ કરવા મળી તેની ખુશી અપાર છે..આપના ગીત ને ઉચિત ન્યાય આપવા સહુએ યત્ન કર્યો અને આપે અમારા પ્રયાસને આવકાર્યો તે અમારે મન નોંધનીય વાત છે, આપના પ્રતિભાવ માટે આભાર… જયહિન્દ.

-દિલીપ ગજજર

38 thoughts on “તારી શાન ત્રિરંગા

 1. આદરણીય દિલીપભાઈ ખુબજ જ સારી રચના આદરણીય રમેશ ભાઈ એ પીરસી છે.પ્રસંગ ને ચાર ચાર ચાંદ લાગી જાય તેવી આ દેશભક્તિ સભર કાવ્ય ને સો સો કોટી નમસ્કાર.શીર માટે સોગંદ અમારા પાવન હિમાલય થી શરૂઆત એજ માં ભોમ પ્રત્યે અપાર પ્રેમ દર્શાવે છે.આપશ્રી અને આદરણીય રમેશભાઈ અને તમામ સહિતિયકાર મિત્રો ને ભારતીય પ્રજા સતાક દિવસ ના અમારા હાર્દિક શુભ કામના.શુભેછા સહ…

 2. આદરણીય દિલીપભાઈ,
  રમેશભાઈની સુંદર રચનાને ખૂબજ સુંદર સ્વરે મઢવા બદલ આપને તેમજ રોશની બેન ને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે તે રચનાને આ સૂમધૂર સંગ્વિત આપવા બદલ શ્રી નારાયણ ખરે પણ એટલાજ ધન્યવાદ ને અધિકારી છે. !

 3. મિત્ર, ભરતભાઈ,બાબુલ, પંચમભાઈ, જીજ્ઞેશ, સપનાજી, જ. વફા સાહેબ, પી.કે.દાવડા,અશોકકુમાર, દક્ષેશ આપ સહુનો અંતરથી આભાર અને આપના પ્રતિભાવથી પ્રોત્સાહીત થઈ વધુ સુંદર રચનાઓ ગાઈશ..

 4. આજના સપરમા દિવસે આવા સુંદર રાષ્ટ્રપ્રેમનું ગીત સાંભળી ખુબ સારું લાગ્યું. રમેશભાઇ અને આપને ધન્યવાદ અને યાદ કરીને મોકલવા માટે આભાર.-નયના અને જયંતીભાઈ પટેલ

 5. શ્રી. રમેશભાઈની સુંદર રૂપાળી કવિતાને સૂર-સંગીતના આભૂષણથી શણગારી અમારા સુધી પહોંચાડવા માટે કવિ, સંગીતકાર, ગાયક-ગાયકા અને સહકાર્યકર્તા અભિનંદનના હક્ક્દાર છે. મજા આવી.

 6. આપ સર્વે મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને પ્રોત્સાહન આપવા બદલ આપ સૌની ભાવનાને મનોમન વંદન કરું છું
  આ વર્ષે આપ સમક્ષ વઘુ ગુજરાતી પધ્ય રજુ કરવા ઈચ્છું છું…
  -દિલીપ ગજજર

 7. પિંગબેક: » તારી શાન ત્રિરંગા-શ્રી રમેશભાઈ પટેલ ’આકાશદીપ’ » GujaratiLinks.com

 8. દીલીપભાઇ તમે તો અભિનંદન ને પાત્ર છો જ પણ રોશનીબહેન નો સ્વર પણ સરસ છે……. તથા કંપોજીશન ખરેખર ખુબ જ સરસ થયુ છે….બધાને અભિનંદન…..અને હા ખાસ ,ગીતને શબ્દોથી શણગાર્યુ રમેશભાઇએ તે તો કાબીલે દાદ છે…..

  • શ્રી નરેન્દ્રભાઈ જાગતાપ, આપનો ખૂબ ખૂબ આભાર…આપે બધાની નિપૂર્ણતા બિરદાવી ..આપે સાચું કહ્યું સહિયારું સર્જન છે ..અને મને રસ છે ..સાહિત્ય સંગીત ને કળામાં…આપે સુચન કર્યું તે હિન્દી ગઝલ ની તર્જ બેસાડીશ ..યત્ન કરીશ ..
   દિલીપ

   • દિલીપભાઈ
    આ તો રજૂ કરનારાની વાત થઈ. વાચકોને ગણો તો આખી દુનિયા ફટ્ટાક કરતીકને એક ક્લિકે ભેળી થઈ જાય.

    પણ.. દરેક સિક્કાને બે બાજુ હોય છે ; તેમ આનું પણ છે.
    આ વ્યસન કાઢવું બહુ મુશ્કેલ છે .

    ગાલિબનો એક શેર પેશ છે –
    ईश्क पर ज़ोर नहीं, है वो आतिश ग़ालिब!
    जो लगाये न लगे, और बुज़ाये न बुज़े ।

 9. અરે, દિલીપભાઈ,

  આ પોસ્ટ ૨૫મી જાન્યુઆરીએ પ્રગટ થઈ હતી…પણ, અત્યાર સુધી હું ક્યાં હતો ?

  રમેશભાઈની આ રચના વીડીઓ દ્વારા સંગીત અને સુરમાં માણી ખુબ જ આનંદ થયો.

  ખરેખર, સુંદર શબ્દોમાં રમેશભાઈએ ભારતમાતા માટે એમનો પ્રેમ દર્શાવ્યો છે.

  પ્રથમ તો, રમેશભાઈને અભિનંદન !

  આ રચનાના શબ્દોને દિલીપભાઈ અને રોશનીબેનના સ્વરે સાંભળી ખુબ જ આનંદ, અને એની સાથે, સંગીત જે નારાયણ ખેરે આપ્યું તે પણ સરસ હતું..તો, દિલીપભાઈ, રોશનીબેન અને નારાયણભાઈને મારા અભિનંદન !

  “કદી નહી એના કરતા મોડા પણ ભલા”….આ શબ્દોને યાદ કરી, આજે હું મારો પ્રતિભાવ અનેક મહિનાઓ બાદ આપી રહ્યો છું…તો, દિલીપભાઈ સ્વીકારશો, અને રમેશભાઈને પણ એની જાણ કરશો, એવી વિનંતી !

  ……ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Very Nice Post….Enjoyed !

 10. પિંગબેક: મળવા જેવા માણસ શ્રી રમેશ પટેલ | પરાર્થે સમર્પણ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s