મળી છે વસંતી ફુલોની બહારો (with Audio)

ગઝલ સુંદરી પર  ગઝલ હું લખું છું
નઝમની પરી પર નઝમ હું લખું છું

મળી  છે વસંતી  ફુલોની  બહારો
મળી પાનખરમાં બની તું સહારો

વિના પ્રેમ સઘળૂં સુનુ સુનુ ગમગીન
પ્રણયરંગે જીવન બની જાય રંગીન

સનમ તુજને તનમનમાં શોધ્યા કરું છું
હું સપનાના મધુવન માં શોધ્યા કરું છું

નજર જ્યાં પડે ત્યાં ત્યાં દર્શન હું કરતો
પ્રભુ   ને પ્રિયતમ   તો   સર્વત્ર  વસતો

સૂરજ ચંદ્ર ધરતી ને નભ તેનું તે છે
વિના  તારા સઘળું  સુનું સુનું તે છે

મિલન થાશે તે ‘દિ વિરહ પણ જવાનો
મને    ચન્દ્ર   મારો   ફરી    મળવાનો

ઘણીવાર પાસેના પણ દૂર થાયે
થવા જોયે કોમળ છતાં ક્રૂર થાયે

હદયને જ મારા તું  સ્પર્શી ગઈ છે
બની વાદળી આંખે વરસી ગઈ છે

મારા દિલને છાનો ઈશારો કર્યો છે
ધીરે  ધીરે મુજને તેં  તારો કર્યો  છે

સદા દિલના આસન ઉપર ઝૂલતી તી
કળી  મારા  મનની  કેવી  ખીલતી તી

તને ભેટવાને થયો છું અધીરો
તને ચૂમવાને થયો છું અધીરો

નયન  તારા  દીદારે તરસી રહ્યા  છે
અને આંખથી આંસુ વરસી રહ્યા છે

હવામાન  તો  રોજ બદલાય જાયે
પ્રિયા મારી ડર છે ન બદલાય જાયે

તને શ્યામ ઝંખે છે મળવાને રાધે
તને  સપ્ત  રંગોથી  રંગવાને  રાધે

છે હોળી તો પિચકારી મારી ભરી દવ
વદન તારું નખશીખ ગુલાબી કરી દવ

પડી સાંજ યાદોમાં તારી સરુ છું
બહુ મીઠી હું તારી વાતો સ્મરું છું

પ્રણય રંગે તું તો વધુ શોભી ઉઠશે
તું શરમાઈ જાશે તું મુખથી મલકશે

બન્યો  શ્યામ  તારો  તું  મારી છે રાધા
ખબર છે વિના રાધા ઘનશ્યામ આધા

વીતે કેમ વીંટર  મને  તું  મળી  ના
મારી કોઈ અંતરની ઈચ્છા ફળી ના

ગમે  તારા  અંતરમાં  ઊંડે   ઉતરવું
તારી ઊર્મિના સ્નેહ સાગરમાં તરવું

સમીપ આવ લે, મિઠી ચૂમ્મી કરી દવ
કશું તારા લોહીમાં  ખળખળ ધરી દવ

તું બાહોમાં લઇ મુજને બંદી બનાવે
પછી   આસમાની  સફર  તું  કરાવે

તું આવી જા દિલદાર મમ પ્રાણ ના જા
મને  છોડી   દઈ  દૂર  તું  જાન  ના જા

આ દિલ જો અતિશય તને પ્યાર કરતું
નથી  મળતી  તું   કેમ  ફરયાદ  કરતું

પ્રિયે, પ્રેમથી મોટું તીરથ નથી કૈ
જગે પ્રીત જેવો પદારથ નથી કૈ

તારી પ્રીતનું આંખે અંજન કર્યું છે
તને ગમતા ગીતોનું ગુંજન કર્યું છે

દીધો સાથ તે હાથ નાં છોડી દેતી
મને માર્ગ વચ્ચે ના તરછોડી દેતી

મળે જો નજર તારી  સાગર  તરી  જઈશ
નજરથી ઉતારીશ તો જીવતા મરી જઈશ

હું  જેવો છું તેવો નઠારો ન ગણજે
હું પ્રેમી છું તારો સિતારો ન ગણજે

નજર તારી જેને ય ટકરાઈ જાયે
તને  રંગનારો   ય   રંગાઈ  જાયે

વસંતે ખીલી જાશે  ફૂલો  ચમનમાં
વિરહમાં ચુભી જાશે શૂળો હદયમાં

મને જ્યારથી તે સખા સંગી કીધો
મને પ્રીતે તારી  ઘણો  રંગી  દીધો

જરા   આવ   પાસે  તને  રંગી  નાખું
તારી ચોલી ચુદડી ને લે ભીંજવી આપું

હું ચાહું હદય તારી પ્રીતિ છુપાવે
પરંતુ નયન મારા છલકાઈ બતાવે

હદયડાળે તું મારા ઝૂલ્યા કરે છે
તું કોયલ બની કંઠે ટહુક્યા કરે છે

તારા  અંગેથી  વહેતી  દેજે હવા પણ
મારા ઝખ્મોની પણ તું દેજે દવા પણ

નથી   દૂન્વયી  તે   परम प्रेमरुपा
અને શુધ્ધ પ્રિતી છે अमृत स्वरुपा

જીગરથી તે જાનમ મહોબત કરી છે
હદયમાં  બચેલી તે નફરત હરી  છે

તે  ચિતડા  ને  ચોરી  કરી  છે કરામત
મુજ મનમાં પ્રવેશી હરી લીધી નફરત

મારા દિલના મંદિરે દીવડા કર્યા  છે
પ્રિયતમના દિલના અંધારા હર્યા છે

મને  બાહુમાં  લેવાને  કર  ધર્યા  છે
મારા નાના દિલને તે સાગર કર્યા છે

જુઓ પાછી મારી હસીના છે આવે
ઘણાયે  ખજાના  ખુશીના  છે   લાવે

મને  દિને  દિને નવં થઈને મળશે
અને એમ લાગે બધી ઈચ્છા ફળશે

મારો ભાવ ભીતરથી ઉભરાય જાય
તારી યાદથી આંખ ભીંજાય જાય

તને  મરતા  સુધી  દિલીપ પ્રેમ કરશે
તને ભૂલી જઈને દિલીપ અંધ બનશે

15 thoughts on “મળી છે વસંતી ફુલોની બહારો (with Audio)

 1. વાહ્! કેટલી સુંદર રીતે એકપછી એક પંક્તિઓ લહેરાતી જાય છે.
  ચાહની અનુભૂતિને વિવિધતામાં ગુંથી એક ઉત્તમ રસથાળની ભેટ દીધી છે.
  અનુભૂતિમાં પ્રેમસભર ડૂબાડી દીધા. ખૂબખૂબ અભિનંદન…શ્રી દિલીપભાઈ

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. પિંગબેક: » परम प्रेमरुपा… » GujaratiLinks.com

 3. દિલીપભાઈ,

  પ્રેમ રસને ખૂબજ સુંદર રીતે રચનામાં ગુંથી અને એક અનોખી ફૂલદાન દ્વારા સુંગધ પ્રસરાવી … સુંદર રચના ને સુંદર રીતે સ્વરબદ્ધ કરવાની કોશિશ કરેલ છે. ધન્યવાદ !

 4. પ્રત્યેક પંક્તિ બીજી પંક્તિઓ સાથે હરીફાઈ કરે છે. સરળ શબ્દોમા સુંદરતા છે, લય છે, રસ છે. ગઝલમા પ્રવાહ છે, એક્ધારી વહે છે.
  ખરેખર સુંદર રચના. અભિનંદન.
  -પી.કે.દાવડા

 5. વાહ! દિલીપભાઈ અતિસુંદર રચના. કેટ્લીયે પંક્તિઓ વિશેષ ગમી.
  એક જગાએ ‘વીંટર’ ને બદલે ‘શીશીર’ વધારે ઠીક રહેશે.
  નમસ્તે.
  સરયૂ પરીખ

 6. આદરણીય દિલીપભાઈ આ પણ ખુબજ સારી રચના છે વસંત માં ખુબજ ખીલી ઉઠે તેવી એક પછી એક પંક્તિ વાંચી ને દિલ વસંત મય બન્યું.આવી ને આવી રચનાઓ આપતા રહો ખુબ ખુબ ધન્યવાદ.શુભેછા સહ .
  ભરત સચાનિયા લંડન.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s