વસંતના વ્હાલ ..(Audio)

પ્રિય કવિમિત્ર રમેશભાઈ માટે ખાસ તૈયાર કરેલ આ ગીત આપ સમક્ષ પ્રથમવાર કરું છું. આ રચના તૈયાર કરતી વેળાએ કવિની રચના અને અનુભૂતિ સાથે સહભાગી થવા મળ્યું તે ખુબ જ આનંદ જનક રહ્યું. જેવી કવિતાઓ તેવા જ સંવાદિત કવિનો સ્વભાવ સ્પર્ષી ગયો.. આશા છે આપને ગમશે તો પ્રતિભાવ આપી હંમેશની જેમ પ્રોત્સાહિત કરશો, વધાવશો..

આ , મ્હેંક્યા, વસંતના વ્હાલ ..કે સહિયર શું કરીએ
આ, મ્હેંદી, મૂકી હાથ કેસહિયર શું કરીએ

ઝરણાં, તોડી, નીકળ્યાં પહાડ,ને વાગી , વાંસલડી રે વાટ
આ ફૂલે મઢ્યા ગાલ,કે ..સહિયર શું કરીએ

આ, આભે, ખીલ્યો મારો ચાંદ, ફાગે, ફાગણ છેડે મીઠી યાદ
આ, કોટે, વળગ્યાં કોઈના વહાલ.કે સહિયર શું કરીએ

આ રમ્યા યૌવનના ઉભરાટ,બોલી કોયલ જઈને ઊંચે ડાળ
રંગે ખૂલ્યાં પ્રેમનાં દ્વાર.કે સહિયર શું કરીએ

રમેશ પટેલ ‘આકાશદીપ’

Song Produced & Presentation by Dilip Gajjar
Presentation write up by Reknown young Poet Anil Chavda
Song Lyrics by Ramesh Patel ’ Aakashdeep’
Sung by Roshni Shelat
Music and Composed by Narayan Khare
Recorded at Chorus Studio, AMD.
Image of Sweta & Vital, Edited by Dilip Gajjar
Audio Maastered by Dilip Gajjar