વસંતના વ્હાલ ..(Audio)

પ્રિય કવિમિત્ર રમેશભાઈ માટે ખાસ તૈયાર કરેલ આ ગીત આપ સમક્ષ પ્રથમવાર કરું છું. આ રચના તૈયાર કરતી વેળાએ કવિની રચના અને અનુભૂતિ સાથે સહભાગી થવા મળ્યું તે ખુબ જ આનંદ જનક રહ્યું. જેવી કવિતાઓ તેવા જ સંવાદિત કવિનો સ્વભાવ સ્પર્ષી ગયો.. આશા છે આપને ગમશે તો પ્રતિભાવ આપી હંમેશની જેમ પ્રોત્સાહિત કરશો, વધાવશો..

આ , મ્હેંક્યા, વસંતના વ્હાલ ..કે સહિયર શું કરીએ
આ, મ્હેંદી, મૂકી હાથ કેસહિયર શું કરીએ

ઝરણાં, તોડી, નીકળ્યાં પહાડ,ને વાગી , વાંસલડી રે વાટ
આ ફૂલે મઢ્યા ગાલ,કે ..સહિયર શું કરીએ

આ, આભે, ખીલ્યો મારો ચાંદ, ફાગે, ફાગણ છેડે મીઠી યાદ
આ, કોટે, વળગ્યાં કોઈના વહાલ.કે સહિયર શું કરીએ

આ રમ્યા યૌવનના ઉભરાટ,બોલી કોયલ જઈને ઊંચે ડાળ
રંગે ખૂલ્યાં પ્રેમનાં દ્વાર.કે સહિયર શું કરીએ

રમેશ પટેલ ‘આકાશદીપ’

Song Produced & Presentation by Dilip Gajjar
Presentation write up by Reknown young Poet Anil Chavda
Song Lyrics by Ramesh Patel ’ Aakashdeep’
Sung by Roshni Shelat
Music and Composed by Narayan Khare
Recorded at Chorus Studio, AMD.
Image of Sweta & Vital, Edited by Dilip Gajjar
Audio Maastered by Dilip Gajjar

19 thoughts on “વસંતના વ્હાલ ..(Audio)

 1. સાચે જ શ્રી દિલીપભાઈ, આપ તથા આપના ગીત- સંગીત પ્રેમી સહયોગી
  એવા શ્રી અનિલભાઈ ચાવડાજી, રોશની બેન શેલત અને સંગીત કોમ્પોઝર શ્રી નારાયણ ખરે એ આનંદની સુવાસ , ભારત, લેસ્ટર(યુ.કે.)થી યુએસએ સુધી
  પ્રસરાવી દીધી.

  આજે ‘સબરસ’ અને ‘લેસ્ટર ગુર્જરી’ ના સહયોગે આકાશદીપને ઝગમગવાનું ગગન મળી ગયું.

  સુંદર રીતે શ્રી અનિલભાઈના હૃદયથી આલેખાયેલા બોલને શ્રી દિલીપભાઈ એ ઉત્સાહથી વાચા આપી પ્રાણ પૂરી દીધા અને સુંદર
  સંગીતમાં ટહુકતા સ્વરે વસંતની વધામણી દઈ દીધી. આપે આપના
  કૌશલ્ય થકી આપેલી આ ભેટ માટે અંતરથી આનંદ સાથે આભાર.
  રમેશ પટેલ(આકાશદીપ)

 2. પિંગબેક: ગઝલ’ એકાન્તમાં’ … ‘સબરસ ‘દ્વારા આયોજીત..રમેશ પટેલ(આકાશદીપ) « આકાશદીપ

 3. દિલીપભાઈ,

  આ, કોટે, વળગ્યાં કોઈના વહાલ
  કે સહિયર શું રમીએ …

  ‘આકાશદીપ’ શ્રી રમેશભાઈ પટેલ ની રચના ને સહરાવાની આ અનોખી તમારી રીત ખૂબજ પસંદ આવી.. શ્રી અનિલભાઈ ચાવડા, રોશની શેલત અને નારાયણ ખેર સાથે નું આ તમારું સુમધુર સંકલન ખૂબ પસંદ આવ્યું… તમો સર્વેને શુભકામના સાથે અભિનંદન !

 4. આદરણીય શ્રી દિલીપભાઈ,

  આપે આદરણીય શ્રી રમેશભાઈનાં શબ્દોને સજાવી સોનાથી મઢી જે કાર્ય કર્યું છે

  તે બદલ આપ તથા શ્રી અનિલભાઈ, રોશની બહેન અને નારાયણભાઈને ખોબલા

  ભરી અભિનંદનના ઓવારણાં. સુંદર શબ્દો સાથે મનના અનેરા ભાવ.

  જ્યાં કોઈ નીલ (અનીલભાઈ )ના હોય કે કોઈ લીપ (દિલીપભાઈ )ના થઇ શકે અને જ્યાં

  નારાયણનો (નારાયણભાઈ) વાસ હોય ત્યાં રોશનીથી (રોશનીબહેન આકાશદીપ જરૂર

  સારાય ગગનમાં ઝળહળે. એ નિર્વિવાદ વાત છે.

 5. આદરણીય દિલીપભાઈ આ રચના ખુબજ ગમી તમારા સુર માં ખુબજ દીપી ઉઠી છે.મારા ગુજરાત ના પ્રવાસ થી આ પ્રતિભાવ મોડો મોકલું છું.સુભેછા સહ ભરત સચાનિયા લંડન.

 6. પિંગબેક: » વસંતના વ્હાલ ..(Audio) » GujaratiLinks.com

 7. કવી શ્રી રમેશભાઈની સુંદર વાસંતી કાવ્ય રચના ને સાથ મળ્યો દિલીપભાઈ અને સાથીઓનો સુંદર સ્વરનો

  અને સંગીતનો તાલમેલ પછી બાકી શું રહે ? સૌને ધન્યવાદ .કાવ્ય દીપી ઉઠ્યું છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s