દિલે આનંદ છે હરદમ મને ગુજરાતી હોવાનો

ચૂમી પર્વત શીખર પાંખો પ્રસારી ગગને ઉડવાનો
મને ઉમંગ છે ઉંચે ઉડી જગને નિરખવાનો
પ્રવાસી વિશ્વનો થઈને ભલે સર્વત્ર ઘુમૂ પણ,
દિલે આનંદ છે હરદમ મને ગુજરાતી હોવાનો
*******
આંખનો તારો ચમકતો રાખવો
સ્નેહનો સાગર ઉછળતો રાખવો
મંદિરે મનના રહેજો પ્રજ્જવલિત,
મૈત્રીદીપક નિત્ય જલતો રાખવો
*******
રખે માન તું કોઈ રણમા રહે છે
હમેશા તું મારા સ્મરણમાં રહે છે
જે ચાહે તું તેને મળે આ જ પળમાં
જીવનમાં મળે તે મરણમાં મળે છે
રૂબાઈ,……
અડધો છે ચંદ્ર ને અડધી આ રાત
પ્રિયતમ સંગાથે આજે મુલાકાત
વાતમાંથી વાત જેમ વિસ્તરતી જાય
દેવાનું થાયે મન અનુપમ સોગાત
*******
-દિલીપ ગજજર
સાથે રજુ કરું છું કવિમિત્ર, ચિત્રકાર મિત્ર અને આધ્યાત્મિક સત્સંગ કરાવનાર સન્મિત્ર શ્રી મનસુખ કાકડિયાની પંક્તિઓ,

અનોખી દુનિયા એની,જે વિવાદ થી પાર,
ઇર્ષ્યા અદેખાઈ ન મળે,એ સાચો ચિત્રકાર.
*******
કલા નહીં કોઈ એકની, ઈ તો સાધે સધાય
કુદરતની હોય મહેર, તો ચિત્રકાર બનાય.
*******
ચિત્ર સાધના ભીતરની, જે સન્મુખ દેખાય,
માણજો મહાનુભાવો, તો જ આનંદ થાય.
-મનસુખ કાકડિયા
ઉપરનું પેઈન્ટીન્ગ ચિત્રકાર મનસુખ કાકડીયા નું ઓરીજીનલ ઓઈલ પેઇન્ટીન્ગ છે.આપ ચાહો તો ખરીદી શકો છો.