ફૂલ થૈને બાગમાં ખીલતો સદા રહ્યા કરું
પ્રકૃતિથી પ્રેરણા પીતો સદા રહ્યા કરું
શબ્દ તારા સ્નેહના ધારણ કરીને અંતરે,
હું કલા તારે ચરણ ધરતો સદા રહ્યા કરું
એક તારક આભમાં
એક મારી આંખમાં
કૃતિમાં સર્જક ભળે
સર્વ સર્જન માં મળે
એક દૂરે સંચરે
અન્ય મારા અંતરે
એ રહે ના પાસમાં
તોય મારા શ્વાસમાં
મીઠું મીઠું ગણગણે
ઢાઇ અક્ષર તું ભણે
-દિલીપ ગજજર
બુદ્ધ પૂર્ણિમા, ૨૦૧૨
લેસ્ટર