ફૂલ થૈને બાગમાં ખીલતો સદા રહ્યા કરું
પ્રકૃતિથી પ્રેરણા પીતો સદા રહ્યા કરું
શબ્દ તારા સ્નેહના ધારણ કરીને અંતરે,
હું કલા તારે ચરણ ધરતો સદા રહ્યા કરું
એક તારક આભમાં
એક મારી આંખમાં
કૃતિમાં સર્જક ભળે
સર્વ સર્જન માં મળે
એક દૂરે સંચરે
અન્ય મારા અંતરે
એ રહે ના પાસમાં
તોય મારા શ્વાસમાં
મીઠું મીઠું ગણગણે
ઢાઇ અક્ષર તું ભણે
-દિલીપ ગજજર
બુદ્ધ પૂર્ણિમા, ૨૦૧૨
લેસ્ટર
આદરણીય દિલીપભાઈ આ રચના ખુબજ સારી છે.સાવ સાચી વાત છે કૃતિ માં સર્જક ભળે ત્યારે જ આવા શબ્દો ની રચના થાય છે……સુભેછા સહ…..
Khub aabhar Bharatbhai..
પૂનમ જેવી રઢિયાળી રચના. મન સાગરને હીલોળે ચઢાવતી.
રમેશ પટેલ(આકાશદીપ)
Shree Rameshbhai..aapno aabhari chhu..
એક તારક આભમાં
એક મારી આંખમાં
waah shu vaat che.. !
Kavayatri,..Lekhika..Sneha S Patel..aapno kyhub aabhar mara blog aangane padhaarya.
ફૂલ થૈને બાગમાં ખીલતો સદા રહ્યા કરું
પ્રકૃતિથી પ્રેરણા પીતો સદા રહ્યા કરું
With above Words your Rachana as a Post.
So nice Words !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo ! See you on Chandrapukar.
Happy Mother’s Day !
શબ્દ તારા સ્નેહના ધારણ કરીને અંતરે,
હું કલા તારે ચરણ ધરતો સદા રહ્યા કરું
ખૂબજ સરસ રચના
ઘણા દિવસ પછી આપના બ્લોગ પર આવવાનું થયું
આપની રચના વાંચીને આનંદ થયો