મિત્રો, આપની સમક્ષ રજુ કરું છું.. એક ગુજરાતી ગઝલ હાલના સંભારણારુપે. જ. મુહમ્મદઅલી વફા જેઓ કેનેડાથી પધારેલ. મારા બ્લોગના પ્રારંભાર્થે તેમનું માર્ગદર્શન પાયારુપ હતું. તેમના સંગ્રહ કોને મળું ? નું ટાઇટલ બનાવવાનો મોકો મળ્યો તે માટે પણ આભારી છું.અમારી પ્રથમ મુલાકાત ૨૦૦૮ માં બોલ્ટન મુશાયરામાં થયેલ ત્યાર બાદ તાજેતરમાં તેઓ મારા ઘરે પધાર્યા સાહિત્યગોષ્ઠી થઈ તે આનંદની ઘટના બની રહી…
ગઝલ-
અમારા દર્દ સાથે આપનું સગપણ લખી દેજો
અમે માની જઈશું કોઈ પણ કારણ લખી દેજો.
અમારી પ્યાસ થોડી વ્યગ્ર રહેશે તો મજા પડશે
નદીના શુષ્ક પટપર બને તો રણ લખી દેજો
અમે તો આમ પણ બળતા રહીશું આ ચમનમાંહે
પથારી છે બધી કાંટા ઉપર લક્ષણ લખી દેજો
હતો લાચાર રસ્તો એકનો કુરબાની બીજાની
બને તો રામની સાથે જરા લક્ષમણ લખી દેજો
‘વફા’ના નામની સાથે અમે ધોખો નથી કરતાં
ખરેલાં અશ્રુઓમાં પ્રેમનું મિશ્રણ લખી દેજો
-મુહમ્મદઅલી વફા
આદરણીય દિલીપભાઈ આપ શ્રી એ જનાબ આદરણીય શ્રી મુહમદ અલી વફા સાહેબ ની ગઝલ શેર કરી તે બદલ ખુબજ અભિનંદન.અમારા દર્દ સાથે આપનું સગપણ લખી દેજો કહેવાય છે અને હકીકત પણ છે શુખ માં સોવ સાથી દુખ માં હું કોણ તું કોણ….છેલા વાક્ય માં વફા સાહેબે રજૂઆત કરી છે તે પણ ખુબજ લાગણી સભર છે.આશુઓ ના લુછ્નારા જ હકીકત માં પ્રેમાળ હોય છે પૂરી ગઝલ આ બે વાક્યો માં ખુબજ મહેકી ઉઠી છે.ફરી ને
Shree Bharatbhai, aap hammesha mari post birdaavo chho..aapno dil thi aabhar.
મક્તાએ મન હરી લીધુ
‘વફા’ના નામની સાથે અમે ધોખો નથી કરતાં
ખરેલાં અશ્રુઓમાં પ્રેમનું મિશ્રણ લખી દેજો
વાહ
અને પઠન કેવી રીતે કરવું તે શીખવા મળ્યુ
વીડિયો બદલ આપનો આભાર
આપના પેટન્સી રાઇટસ ન હોય તો ઇ મેઇલથી કે બ્લોગ પર તમારા સૌજન્યથી મૂકવા વિચાર છે
પ્રગ્યાશુજી આપ જરૂરથી આ વિડીઓ રાખી શકો..કોઈ કોપીરાઈટ રાઈટ નથી ..આપણાં પ્રતિભાવ માટે આભારી છું
વફાના નામ સાથે, વફાશબ્દોની મઝા માણી,
હવે,વફાને ચંદ્રપૂકાર પર પધારવા અરજ છે મારી,
દિલીપભાઈ તમે આવજો વફા સંગે,
ગઝલરૂપી વફાશબ્દો સાથે દિલીપ પ્રતિભાવ ચંદ્રપૂકારને રંગે,
એ વાંચી, ચંદ્ર-હૈયે ખુશી ઝરણા વહે,
તો, વફાજી શું કહો છો તમે ?
>>>>ચંદ્રવદન
Dilipbhai,
I am back to Lancaster after 16 days out of California trip.
The Video is nice…Vafaji’s Gazal is very nice !
Inviting you & Wafaji to Chandrapukar.
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !
Aaabhar Chandravadanbhai, eo jarur aapana blog per aavashe..
વફા સાહેબની વફાના પ્રેમનાં અશ્રુઓનું મિશ્રણનું રસપાન કરવાની મજા આવી .આભાર દિલીપભાઈ
હ્રુદય ભરાઈ આવ્યું..એવો છે કવિઓનો ભાવ પ્રતિભાવ સ્વભાવ અને શબ્દોમાં અનુભૂતિ..નું રસપાન..પઠન..ઓર જ આંતરર્વિશ્વ..આભાર સપનાજી.આપનો સંગ્રહ પણ વફા સાહેબે હોંશભેર નિરખ્યો અને નવાજેલ.
પ્રિય દીલીપભાઈ
આપણી લેસ્ટરની મુલાકાતનું સંભારણું તમે લાગણી સભર રીતે સાચવી -વહેતું કર્યું છે.આપના પ્રેમાળ સ્વાગત અને અંકિત-પ્રકાશિતા કરેલ વીડિયો બદલ ઋણી છું.બઝમે વફા માં પુન:પ્રકાશનની તક લઊં છું.
18 જુનના યુ.કેથી ટોરંટો વાપસી થઈ છે.અને ગઈ કાલે બ્રાંપટન સ્વીટા હોમમં પધાર્યો છું.
આભાર સહ
મુહમ્મદઅલી વફા
21જુન 2012
પ્રતિભાવ આપનાર દરેક મિત્રોનો ઘણો આભારી છું.
હા.. વફા સાહેબ,નમસ્કાર.. આ રીતે યાદ રહે આપનું ગઝલ પઠન અમે મારા જેવા ઠોઠ ને કશું શીખવા મળે..એજ ભાવ સાથે તમારી સાહિત્યગોષ્ઠીથી અને રુબરુ મુલાકાતથી ખુબ આનંદ થયો, ઈબ્રાહીમભાઈ ને યાદ..
પિંગબેક: ગઝલપાઠ-જ.મુહમ્મદઅલી વફા « બઝમેવફા بَزمِ وَفاَबझमे वफा
દિલીપભાઈ મત્લાઅ ના શેરમાં પ્રથમ મિશરો ઉમેરવા વિનંતી છે.
અમે માની જઈશું કોઈ પણ કારણ લખી દેજો.
—-વફા
Added..Thanks Wafa Saheb..
શ્રી દિલીપભાઈ
સુંદર મર્મભરી ગઝલો એટલે ‘વફા’ ની યાદગાર ગઝલો..માણ્યા જ કરીએ.
સુંદર સકલન..અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
જૂના મિત્ર મહમ્મદ ભાઈને અહીં જોઈને; અને તમે પ્રત્યક્ષ મળ્યા એથી બહુ આનંદ થયો.