માનવ બની કો’ બતાવે ?


મુક્તક-

સૂરજનાં પ્રથમ એ  કિરણનો પ્રકાશક

પ્રચારક વિચારક ન, હું એક ઉપાસક !

તમસની કોઈ વાત ખપતી ન મનને

હું અંતરને અજવાળતો દીપ વાહક

*******

ગઝલ-ઘણા જગમાં રહી જગને ખોટું ઠરાવે

સ્વયં સુધર્યા વિણ બીજાને સુધારે

પ્રભુ થઈ કરાવી લે પૂજા સ્વયંની

તે ઈશ્વર નથી કોણ સાબિત કરાવે

કરોડૉનો સંગ્રહ, કરોડૉનું શોષણ,

કલિયુગે ગીતાજી કેવી ભણાવે ?

બધે જૂલ્મ હિંસા જણાયે છે ત્યારે

જીવન સત્ય સુંદર જીવી કો’ બતાવે ?

હું આ છું હું તે છું ભૂલ્યો શબ્દ એક જ

‘હું માનવ છું’ માનવ બની કો’ બતાવે ?

-દિલીપ ગજજર

मम वर्तमानुवर्तन्ते मनुष्या पार्थ सर्वशः

17 thoughts on “માનવ બની કો’ બતાવે ?

  1. જીવન સત્ય સુંદર જીવી કો’ બતાવે ?

    હું આ છું હું તે છું ભૂલ્યો શબ્દ એક જ

    ‘હું માનવ છું’ માનવ બની કો’ બતાવે ?

    -દિલીપ ગજજર
    Dilipbhai, Very nice !
    The TRUTH is if you follow the path of the ETERNAL TRUTH ( with DIVINITY) all the NEGATIVES are removed.
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    See you ALL on Chandrapukar !

  2. આ જગત માં ધુતારા ઓ ની કમી નથી ખુદ ને દેવતા કહેનારા જગત ના મહા પાપી છે જગત માં અંધ્શ્ર્ધાલું ઓ ની કમી નથી આમ આ યુગ માં ગીતા જેવી ધાર્મિક પુસ્તક ને સમજયા વગર ઉઠા ભણાવે છે માનવ એ શું એની ખુદ ને ખબર નથી છતાં માનવતા ના પુજારી થય વિશ્વ માં વિચરે છે આદરણીય દિલીપભાઈ આપશ્રી ની આ ગઝલ ખુબજ ઉમદા છે સુભેછા સહ

    • સાચું..ભરતભાઈ…તેમને ન પોષવા એજ ઉત્તમ..આજે સહેજ વિશ્વાસ શ્રધ્ધા બેસે કે શોષણ શરુ…પ્રમાણિકતા..અયાચકતા..શ્રમનું મૂલ્ય,..મૂલ્યો ગાયબ થઈ જતા જણાય..

Leave a reply to Bharat Sachania London. જવાબ રદ કરો