આંગણે ફૂલ છે શુભ છે

બાગમાં આંગણે ફૂલ છે શુભ છે
શું થયું ફૂલ સંગ શૂલ છે શુભ છે

પક્વ થૈ પાનખરમાં ખર્યા પર્ણ જો,
જીન્દગી આમ વર્તૂલ છે શુભ છે

હોય નિંદક સમીપ પ્રગતિ પણ સમીપ
માનવી માત્ર છું ભૂલ છે શુભ છે

વ્હાલના આંખથી લો ખર્યા આંસુઓ
આ જીવનનો મરણ પૂલ છે શુભ છે

મળમહીં ના કમળ ખિલતું ગૂણનું,
વિત્ત ને નામ તો ધૂલ છે શુભ છે

આંખ તેની બની ગઈ ‘દિલીપ’ આયનો
યાદ તેની જ બુલબુલ છે શુભ છે

-દિલીપ ગજજર

Poem &  Autumn Images by DGajjar

14 thoughts on “આંગણે ફૂલ છે શુભ છે

  1. શું થયું ફૂલ સંગ શૂલ છે શુભ છે
    —-
    એકદમ ગમી ગયું. જીવનમાં જે મળે તે સ્વીકારી લેવાનો ભાવ ગમ્યો.
    પ્રભુ તમને કોઈ શૂલ ના આપે, અથવા આપે તો તેને ખમી ખાવાની શક્તિ પણ સાથે આપે, એવી પ્રાર્થના.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s