દૂર તેનો વાસ તોયે પાસ છે

तददूरे तदवन्तिके…………
દૂર તેનો વાસ તોયે પાસ છે
શબ્દમાં સમજાય તે અહેસાસ છે
શ્વાસમાં તેની હવાની છે મહેંક
તે નથી અંતિમ ઘડી ઉચ્છ્વાસ છે
તે નથી કહ્યાગરા પણ પ્રેમમાં
બેફીકર દિલદાર ને બિન્દાસ છે
રાજ લોકો પર હવે કરવું વૃથા
જ્યાં હ્રુદયના આસને સહવાસ છે
અંતરે નિવાસ કરજે, પૂરતું……
જન્મ જન્માંતર ભલે વનવાસ છે
હો દિવાળી કાળી ચૌદશ શો ફરક ?
અક્ષરી આકાશમાં અજવાસ છે
સીમરેખા એટલે છોડી દીધી
સીમમાં પણ રાવણૉનો ત્રાસ છે
તારા માટે થાય મરવાનું ય મન !
તું કહે તો, જીવી લવ વિશ્વાસ છે

તસ્વીર અને રચના-દિલીપ ગજજર

6 thoughts on “દૂર તેનો વાસ તોયે પાસ છે

  1. આદરણીય દિલીપભાઈ આપશ્રી એ આ રચના ખુબજ સુંદર બનાવી છે બેફીકર ને બિન્દાસ છે અને સીમ રેખા એટલે છોડી દીધી સીમ માં પણ રાવણ નો ત્રાસ છે।..આ ઉતમ રચના શેર કરવા બદલ ખુબજ ધન્યવાદ શુભેછા સહ।

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s