દીપની જ્યોતે…

દીપની જ્યોતે તમસ ભાગી જશે
સૂર્યનું સંતાન પથ ભાળી જશે

સાચવો જીવન સકલ અજવાળશે
છેડશો જો દીપ, સળગાવી જશે

સત્યનો દીપક ગ્રહી લે રાતભર
પ્રાતઃકાળે મંજીલે પહોંચી જશે

પ્રેમભાવો દિલથી ચાલી જતા
રાગદ્વેષો ઘર પછી બાળી જશે

બંધ આંખે શીર પર આજ્ઞા ધરો
ભ્ર્ષ્ટ માર્ગે કોઈપણ વાળી જશે

ચૂપ રહી અન્યાય જો સહેતા રહો
વૃત્તિ રાવણિયા બધે વ્યાપી જશે

રાત કાળી જૂલ્મની લંબાઈ ગઈ
કૃષ્ણ નરકાસૂરને મારી જશે

ભાઈ મારા, જો રહે લડતા સતત,
તે’દિને દીપાવલિ ચાલી જશે

માનવી લાચાર ભૂખ્યો ના સૂએ
તે’દિને દીપાવલિ દીપી જશે

વ્યાસ ઉંચો સાદ દઈ પોકારતાં,
કોઈ તો હજ્જારમાં જાગી જશે

વર્ષ બેઠું તું કદી ના બેસતો,
જીન્દગી સંકલ્પ બદલાવી જશે

રાત આખી વાટ સંકોરી ’દિલીપ’
પૂર્વ-સંધ્યા જોઈને પોઢી જશે

-દિલીપ ગજજર

17 thoughts on “દીપની જ્યોતે…

 1. દીપની જ્યોતે તમસ ભાગી જશે
  સૂર્યનું સંતાન પથ ભાળી જશે

  સાચવો જીવન સકલ અજવાળશે
  છેડશો જો દીપ, સળગાવી જશે
  સ ર સ
  આપને દિપાવલી અને નૂતનવર્ષ મુબારક

 2. આદરણીય દિલીપભાઈ ખુબજ સુંદર દિવાળી કાર્ડ બનાવ્યું છે અને દિવાળી પ્રસંગ ની આ રચના તેમાં ખુબજ દીપી ઉઠી છે વર્ષ બેઠું તું કદી ના બેસતો જીન્દગી સંકલ્પ બદલાવી જશે …ચુપ રહી અન્યાય સહેતા રહો વૃતિ રાવનીયા બધે વ્યાપી જશે ….ખુબજ હ્રદય ને સ્પર્શી ગય આપશ્રી ની આ સુંદર રચના।। દિવાળી પ્રસંગ અને નુતન વર્ષ ના આપ અને આપના પરિવાર ,મિત્રો,સગા સબંધીઓ ને અમારા પરિવાર ના હાર્દિક શુભ કામના।શુભેછા સહ

  • Sapnaben Vijapura, ખુબ ખુબ આભાર સહ આપને પણ શુભ દીપાવલી ..આ રચના આપ જેવા ‘જન ફરિયાદ’ના એડિટર ને ગમી અને પ્રકશિત કરવા મન થયું તે ભાગ્યની વાત છે ..હજી બીજે પબ્લીશ નથી થઈ

 3. માનવી લાચાર ભૂખ્યો ના સૂએ
  તે’દિને દીપાવલિ દીપી જશે

  શ્રી દિલીપભાઈ

  સુંદર મનનીય ગઝલ. આજની પરિસ્થિતિને આપે એકએક શેરમાં ઝીલી,

  ઊર્મિઓથી ગઝલને ભરી દીધી છે.

  દિવાળીની ખૂબખૂબ શુભેચ્છાઓ સાથે નૂતન વર્ષાભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

  • શ્રી રમેશભાઈ આપને તાજેતર માં પબ્લીશ થયેલ કાવ્ય સરવર ના ઝીલણે ઈ એડીશન માટે અભીનંદન સાથે શબુ દીપાવલી ..આપના કાવ્ય સરવર નાં ઝીલણે નું બુક કવર ડીઝાઇન કરવા મળ્યું તે મારા માટે ભાગ્યની વાત છે
   શ્રી સુરેશ ભાઈ ને વલીભાઈએ પણ અથાગ પરિશ્રમ કર્યો છે

 4. સત્યનો દીપક ગ્રહી લે રાતભર
  પ્રાતઃકાળે મંજીલે પહોંચી જશે

  પ્રેમભાવો દિલથી ચાલી જતા
  રાગદ્વેષો ઘર પછી બાળી જશે

  Nice Creation !
  And, touched by the above.
  The LAMP of the TRUTH & one will reach the DESTINATION.
  If NO LOVE in the Heart, BAD FEELINGS will DESTROY the Self !
  Nice Message !
  DR. CHANDRAVADAN MISTRY
  Inviting you & ALL to Chandrapukar.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s