બારમાસી કાવ્ય

મિત્રો,બારે માસના મનનમાત્રથી મને જે સહજ સંદેશ લાગ્યા તે આ બારમાસી કાવ્ય દ્વારા આપ સમક્ષ રજુ કરું છું..
આશા છે ગમશે તો પ્રતિભાવ આપી જણાવશો.

આપતા સંદેશ વૈદિક સંસ્કૃતીના માસ છે
સાનમાં સમજી જજે આનંદ બારે માસ છે
કર્મપૂજન, કર્મ જીવનધર્મ, ગીતાજી કહે
પ્રેરણા દેતો કૃતિની કારતક નો પ્રાસ છે
ધ્યેય પથ પર માંગતા શર પણ ધરી દે એટલે
બાર મહીનામાં વિભૂતિ ! માગશર મુજ પાસ છે
સજ્જનોને પીઠબળ ને દૂષ્ટ વૃત્તિનું દમન
દૈવી વૃત્તિ સહુ જનોમાં પોષ ઇશ્વર આશ છે
આત્મથી, સત્કર્મથી, ચારરિત્ર્યબળથી જે મહાન
અન્યને મોટા બનાવે તે મહા નર ખાસ છે
ધર્મક્ષેત્રે ! કર્મક્ષેત્રે ! ફાલ ગૂણનો આવતાં
વિશ્વમાં સુવાસ ભરતો જાય ફાગણ માસ છે
ચિત્ર ને વિચિત્રરુપ સંસારનું સમજાય ના,
બાળ વિસ્મયથી જુએ જગ ચૈત્રમાં વિશ્વાસ છે
સત્ય એક જ છે પરંતુ વૃક્ષની શાખા અલગ,
એક્તા વિવિધતા વૈશાખમાં સહવાસ છે
જેમનો તું સાથ ને સંગાથ લઈ મોટો બન્યો
રાખજે તેનો કૃતજ્ઞીભાવ જેઠ ભીનાશ છે
ઉન્નતિના શીખરે ઉન્મત્ત બને ના વિરલા
‘હું જ મોટો’ આસૂરી આશાઢ્યતા વિનાશ છે
સાંભળી પાવન કથા તો વાર ક્યાં તહેવારને
કૃષ્ણ પ્રગટે અંતરે રચાય છે ત્યાં રાસ છે
હાંકી આસૂર વિશ્વથી સંકલ્પ આશાના ધરી
દીપ વિજયના જલાવો આસોનો અજવાશ છે
ઉત્સવો જ્યાં નૃત્ય ત્યાં સંહાર ના આતંક ના
કાવ્ય્મમય જીવન દિલીપ, તહેવાર બારે માસ છે
-દિલીપ ગજજર

Photo taken by DGajjar

4 thoughts on “બારમાસી કાવ્ય

 1. હાંકી આસૂર વિશ્વથી સંકલ્પ આશાના ધરી
  દીપ વિજયના જલાવો આસોનો અજવાશ છે
  ઉત્સવો જ્યાં નૃત્ય ત્યાં સંહાર ના આતંક ના
  કાવ્ય્મમય જીવન દિલીપ, તહેવાર બારે માસ છે
  -દિલીપ ગજજર
  Dilipbhai,
  12 Months of the Year….and Dilip puts them ALL in a Kavya.
  Nice !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hoping to see YOU & ALL on Chandrapukar !

 2. આદરણીય દિલીપભાઈ આપશ્રી એ ખુબજ ઉમદા બારમાસી કાવ્ય રજુ કર્યું છે બાર મહિના માં વિભૂતિ માગસર મુજ પાસ છે સજ્જ્ન્નો ને પીઠબળ ને દૃષ્ટ વૃતિ નું દમન અને ધર્મ છેત્રરે કર્મ છેત્રે ફાલ્ગુન નો આવતા વિશ્વ માં સુવાસ ભરતો જાય ફાગણ માસ છે એક એક થી રસધાર બારે માસ ની આ રચના ખુબજ ગમી …આભાર સુભેછા સહ।

 3. સુંદર મનનીય વિચારો જાણે સંસ્કૃતિની સાંકળ બની ,માસધર્મની રેશમીયા દોરી બની ગઈ.

  શ્રી દિલીપભાઈનું ચીંતન સદા શુભનિષ્ઠાથી ભરપૂર હોયછે.

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s