ખીલવામાં કળીને નહીં વાર છે
રક્ષવા બાગને કોણ તૈયાર છે ?
ડાળના કંટ્કો સુચવે છે મને
જ્યાં ફકત વાસના ત્યાં નહીં પ્યાર છે
*******
સૌ સર્જનનું ગૌરવ કરવું આથી સુંદર ઘટના શું ?
એક બીજાનું શોષણ કરવું આથી બદતર ઘટના શું ?
ભેદભાવના શિકાર થઈને વિષય વિકારના ગ્રસ્ત બનીને
બાગને ઉજ્જડ કરતાં રહેવું આથી નડતર ઘટના શું ?
સાર લઈ સંભાળ રાખી પ્યારભર્યો વ્યવહાર રાખી
માનવતા ઉપહાર બનવું આથી નવતર ઘટના શું ?
-દિલીપ ગજજર.
Image taken on Dec.2012