પ્રેમ છે તે તું જ છે

મિત્રો,અમારી ૨૫ મી એનીવર્સરી નિમિત્તે આ ગીત રજુ કરુ છું
કંપોઝ- બ્રીજ જોષી
ગાયન-હસુ ગોહીલ
રચના/વિડીઑ- દિલીપ ગજજર

ચંદ્રમા વધતો રહે ને ચન્દ્રમાં ઘટતો રહે
પ્રેમ એવો આપનો છે જે સતત વધતો રહે
એક તારી ડાળ પરથી મોરનો ટહુકો ઉઠે
હું મટીને તું હી તું હી, નામ બસ રટતો રહે
લાખ જન્મોની સફરમાં નાવ કિનારો ચહે
પ્રેમમાં તારો ડુબેલો સાગરો તરતો રહે
કૈંક ખોતા કૈંક મળશે ભાવની આ સંપદા
જિન્દગીની આપદામાં તું સદા હસતો રહે
પ્રેમ છે તે તું જ છે ને તું જ છે તે પ્રેમ છે
પ્રેમરુપે તુજમહીં થી ‘તે’ સતત મળતો રહે
હા, પ્રિયાની યાદમાં આ વિશ્વને ભૂલી, દિલીપ
રોજ બસ તેની જ ગઝલો ગાઈને ફરતો રહે

5 thoughts on “પ્રેમ છે તે તું જ છે

 1. આદરણીય દિલીપભાઈ તેમજ ભાભી ને અમારા હાર્દિક શુભ કામના 25 વર્ષ ની લગ્ન તિથી નિમિતે માં અંબે અને ભોલાનાથ તેમજ વિશ્વકર્મા પ્રભુ આપ બને અને પરિવાર જનો ને સર્વ પ્રકારે આશીર્વાદ આપે તેવી હાર્દિક પ્રાથના આપે રચના ખુબજ પ્રેમ થી બનાવી છે પ્રેમ રૂપે તુજ મહી થી તે સતત મળતો રહે પ્રિયા ની યાદ માં વિશ્વ ને ભૂલી રોજ ગઝલો ગાય ને ફરતો રહે …..અમારા પણ શુભેછા છે ….

 2. શ્રી દિલીપભાઈ …સીલ્વર ઝુબેલી આપના દાંપત્ય જીવનની.

  ખૂબખૂબ શુભેચ્છાઓ આપની ફેમીલીને. સુદર ગીતમય જેવું

  આપનું પ્રસન્ન વિચારોથી ખીલતું , એકમેકને ભારતિય સંસ્કૃતિથી

  પૂરક આ લગ્ન જીવન વધુને વધુ શીતળ , સૌમ્ય અને ભાવથી ભરપૂર હો,

  એવી પ્રભુ પ્રાર્થના.સુંદર વીડીઓ અને ગઝલ.

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s