હજુ સમય નથી થયો મારો !

Dear Friends, Presenting Gujarati Poem reciting of Chandravadanbhai Mistry
Poem from his Book- Bhaktibhavna Zarana

Haji Samay nathi thayo maaro !…

Book tital Design by Dilip Gajjar

હજુ સમય નથી થયો મારો !…કાવ્યપાઠ કરે છે શ્રી ચન્દ્રવદન મીસ્ત્રી

આ વિડીઓ તેમની સાથેની યુ.કે.ની (૨૩/૧૨/૨૦૧૨) મુલાકાત દરમિયાન લીધેલ અને તેમના માટેના ખાસ મુક્તક સાથે સહર્ષ રજુ કરું છું
સરળ ને સાફ અંતરથી વહે છે ભાવના ઝરણાં !
કરે પાવન ને પ્રેરક સૌના દિલ સદભાવના ઝરણાં
નહીં પહોંચી શકે જ્યાં શબ્દ વાણી બુધ્ધિ ચાતુર્ય
વહાવે ‘ચંદ્રવદન’ પ્રિત્યાર્થે ‘ભક્તિભાવના ઝરણાં’
-દિલીપ ગજજર

Book Title3

24 thoughts on “હજુ સમય નથી થયો મારો !

  1. ખુબજ સુંદર કવિતા આદરણીય ચંદ્ર્વદન ભાઈ એ બનાવી છે હજુ સમય નથી મારો જે તમો એ તેમને મુક્તક વડે પ્રસ્તુત કરી ને દીપાવી છે સુભેછા સહ આભાર

  2. ચન્દ્રવદનભાઈ ને કાવ્ય પઠન સાથે વિદ્દ્યો કલીપ દ્વારા આજે રૂબરૂ મળવાનો આપના બ્લોગ પર મોકો મળ્યો, હકીકતમાં થોડા દિવસ પહેલા અહીં લંડન ખાતે બે વખત ફોન પર અમારી સાથે વાતચીત કરવાનો મોકો મળેલ છે. ખૂબજ સરળ સ્વભાવ નો અનુભવ થયો. દિલીપભાઈ આપનું મુક્તક આ તકે ખૂબજ સચોટ અને સુંદર રહ્યું.

    ધન્યવાદ !

  3. દિલિપભાઇ અને ચંદ્રકાંત્ભાઇ
    આપ બંનેનાં સમન્વય સમ વિડીયો ક્લીપ માણી.. અને રુબરુ મળ્યા તુલ્ય આનંદ થયો..
    પ્રભુને અમારી એટલી પ્રાર્થના કે આપ બંને “શતં જીવ શરદ” નો આશિર્વાદ પ્રભુ પાસે થી પામો

  4. ડોકટર સાહેબ સાથે એકવાર ફોન પર વાત થયેલી. ત્યારે એમની એક છબી મારા મનમા ઉપસેલી. આજે એમનો વિડિયો જોઈ એમના વ્યક્તિત્વનો થોડો વધુ અંદાઝ આવ્યો. આજે તો હું માત્ર એટલું જ કહીશ કે આજના જમાનામા આવી વ્યક્તિનું હોવું એ જ એક ચમત્કાર છે. મનોમન વંદન કરૂં છું.

  5. દિલીપભાઇનો આભાર કે ગુજરાતી બ્લોગ જગતના એક સ્નેહાળ બ્લોગર ડો. શ્રી ચંદ્રવદનભાઇનો ચહેરો વીડીયો ક્લીપ દ્વારા રજુ કર્યો છે. ડો.ચંદ્રવદનભાઇનું સુંદર મુક્તક દિલીપભાઇના અવાજમાં સાંભવાની મઝા આવી. સુંદર મુક્તકને સરસ રીતે રજુ કરાવમાં આવ્યું છે..આ બે બ્લોગરભાઇઓની આ જુગલબંધી સ્નેહની એક સરસ સરવાણી છે. જે વીડીયો ક્લિપના હૃદયને પણ એ સ્નેહથી અભિભૂત કરે છે. બસ એવું કહેવાનું મન થાય કે, યે પ્રેમ ભરપર બહો…અને બધાના હૃદયને એ ઝંકૃ
    ત કરતો રહે…

  6. દિલીપભાઇનો આભાર કે ગુજરાતી બ્લોગ જગતના એક સ્નેહાળ બ્લોગર ડો. શ્રી ચંદ્રવદનભાઇનો ચહેરો વીડીયો ક્લીપ દ્વારા રજુ કર્યો છે. ડો.ચંદ્રવદનભાઇનું સુંદર મુક્તક દિલીપભાઇના અવાજમાં સાંભળવાની મઝા આવી. સુંદર મુક્તકને સરસ રીતે રજુ કરાવમાં આવ્યું છે..આ બે બ્લોગરભાઇઓની આ જુગલબંધી સ્નેહની એક સરસ સરવાણી છે. જે વીડીયો ક્લિપના દર્શકોના હૃદયને પણ સ્નેહથી અભિભૂત કરે છે. બસ એવું કહેવાનું મન થાય કે, યે પ્રેમ ભરપર બહો…અને બધાના હૃદય એ જ પ્રેમથી ઝંકૃત થતા રહે…

    હા…હજુ સમય સધાયો નથી, હજુ તો કંઇક રચનાઓ રચાવાની છે,… તેુમ જીયો હજારો સાલ, સાલકે દિન પચાસ હજાર..

  7. આદરણીય ડૉ.શ્રી ચંદ્રવદનભાઈ અને શ્રી દિલીપભાઈ, બંને મહાનુભાવોના સૌજન્યની સુવાસ,

    સદા મનને તરબતર કરેછે. શ્રી ચંદ્રવદનભાઈ , અમેરિકાથી લંડન જવા નીકળવાના હતા ત્યારે

    સાનંદ વાતો કરવાનો લ્હાવો લીધો ને શ્રી દિલીપભાઈએ રૂડું સ્વાગત કરી, વીડીઓ દ્વારા અમને

    ઘેરબેઠા સ્નેહથી ભીંજવી દીધા. સુંદર મુક્તક અને એથીય રૂડી ભાવના. હ્ર્દય સ્પર્શી પ્રાર્થના માણી.

    રમેશ પટેલ(આકાશદીપ)

  8. દિલીપભાઈ,
    તમે અમારી દીકરીના ઘરે આવી મળ્યા….વાતો કરી…અને વીડીયો પાડી કાવ્યવાંચનની ક્લીપ કરી…..અને એમાં સ્પેસિલીઅલ ઈફેક્ટ કરી જે રીતે પોસ્ટ કરી તમારા બ્લોગ પર પ્રગટ કર્યું, તે માટે ખુબ જ આભાર !
    સરસ પોસ્ટ થઈ ચ્હે !
    અનેક અહી પધારી પ્રતિભાવો આપ્યા તે વાંચી ખુશી, અને સૌનો આભારીત !
    >>>>>ચંદ્રવદન
    Dilipbhai,
    It was nice to meet you.
    Thanks for posting the Video as a Post on your Blog.
    I thanks for their Comments with their nice words !
    Chandravadan

    • આત્મિય ચન્દ્રવદનભાઈ, આપ યુકે પધારી આ રીતે મળ્યા તે ખુબ આનંદની વાત છે અને જે રચનાઓ દ્વારા આપને મળતા હતા એજ ભાવ આપમાં અનુભવાયો..આપના ભાવના ઝરણાં..થી પરિપ્લાવિત થયા અમે બંન્ને..આપના પરૈવારજનો ને મળી પણ આનંદ થયો.આ પોષ્ટ તો બસ સહજ વિચાર આવતા જ આપની રચનાની વિડીઓ ક્લિપ્સ કરી ને અહી રજુ કરી..સર્વે મિત્રોનો પણ પ્રતિભાવ બદલ ખુબ ખુબ આભાર.

  9. ખૂબ આભાર દિલીપભાઈ, આપનો; ડૉ. ચંદ્રવદનભાઈને સદેહે અને સ્વ-સ્વરમાં પ્રસ્તુત કરવા બદલ.
    કાળ ક્યારે કોને પોતાની ગોદમાં બેસાડી દે, કંઈ કહેવાય નહિ, પણ ચ્દ્રવદનભાઈને ક્લીપમાં જોયા પછી લાગે છે કે ખરેખર જ હજી સમય થયો નથી. કાળદેવતાને પોતાની એ ભૂલ સમજાઈ એટલે જ એમણે ડૉક્ટર સાહેબને આપણી વચ્ચે ફરીથી રમતા મૂકી દીધા. જેમણે મૃત્યુનો અનુભવ કર્યો છે તેમનું જીવન ચોક્કસપણે બદલાય જ છે.સમજો કે એક્ષટેન્શન એટલે નવો અવતાર જ ! લૉન્ગ લીવ ચંદ્રકાન્તભાઈ.

  10. પિંગબેક: વ્યક્તિ પરિચય- મિત્રતા (૧૫)…દિલીપ ગજ્જર | ચંદ્ર પુકાર

Leave a reply to Bharat sachania London. જવાબ રદ કરો