શિશુ પૈગામ દેવા અવતર્યા લાગે Muktak

Sachin BirthdayBlogમુક્તકઃ-
શિશુ પૈગામ દેવા સ્વર્ગથી જો અવતર્યા લાગે
ગઈ નિર્દોષતા નરની બુરા કૃત્યો વધ્યા લાગે
વસંતે જો ચમન સૌ ફૂલથી હર્યાભર્યા લાગે
ખિજામાં જ્યાં જુઓ ત્યાં વૃક્ષથી પર્ણો ખર્યા લાગે
*******
એકાંતમાં જે સુખ મળે તે ક્યાંય ના મળે
તારું જ મનમાં ધ્યાન રહે તે ક્યાંય ના મળે
મનપંખી આપે કેદ ને મુક્તિની પાંખ દે
આનંદ લોકાંતે મળે તે ક્યાંય ના મળે
*******
જીવન વિકાસના માર્ગે ગતિ સ્થગીત ના થાયે
વિષય વિલાસના રસ્તે મતિ ભ્રમીત ના થાયે
નજર તેના તરફ હો ધ્યેયનીષ્ઠાથી જીવન શણગાર
વરસતી સ્નેહ વર્ષાથી કોઈ વંચિત ના થાયે
*******
લેસ્ટરની વાત ક્યાં એ તો લઘુ ગુજરાત છે
આપણું હોવું અહી ક્યાં નાનીસૂની વાત છે
વિશ્વના લોકો અહીં આવી વસે સન્માનથી
સૂર ને સંવાદિતાની કેવી સુંદર ભાત છે
*******

આ જગત સુંદર દિશે તો જાણજો કે પ્યાર છે
આ જીવન સુંદર બને તો જાણજો કે પ્યાર છે
ના મરણ નો ભય રહે તો જાણજો કે પ્યાર છે
ને સ્મરણમાં ‘તું’ રહે તો જાણજો કે પ્યાર છે
વાત જો ખૂટે નહીં તો જાણજો કે પ્યાર છે
રાત જો ટૂંકી પડે તો જાણજો કે પ્યાર છે
દોષ કોઈ ના રહે તો જાણજો કે પ્યાર છે
સ્વલ્પ સંશય ના બચે તો જાણજો કે પ્યાર છે
આંખમાં તેની છબી હો, જાણજો કે પ્યાર છે
હર જગા દેખાય તે તો જાણજો કે પ્યાર છે
-દિલીપ ગજજર

Posted in અવર્ગીકૃત | 6 Replies

હીમવર્ષા બની અવતર્યા શ્રીહરિ !

Snoe Poem

Gujarati Snow Poem -Himvarsha Bani Avtarya Shri Hari    -Lotus Budhdha Image DGajjar

ચોતરફથી સ્નો જુઓ વરસી ગયો
તે નહીં ગરજ્યો છતાં વ્યાપી ગયો
પ્રેમ નિષ્કારણ કદી ઘટતો નથી
શુભ્રતા સામ્રાજ્ય તે સ્થાપી ગયો
*******

કલ્પનાની પરી કલ્પનામાં સરી
સ્વપ્નની સુંદરી સ્વપ્નમાં સંચરી

આંખની બારીએ જોયું જગ જ્યાં જરી
હિમવર્ષા બની અવતર્યા શ્રીહરિ

સર્જનોની શું અદ્ભુત કારીગરી !
છે અજબ ને ગજબ તારું જગ ફેક્ટરી

શ્વેતરંગ સૃષ્ટિના ચિત્રમાં ચીતર્યો
સૌ જલન ઠારવા શીત વર્ષા કરી

સ્વર્ગ મારું અહી નર્ક મારું અહી
આ જીવન એવું છે જેવી દૃષ્ટિ કરી

ચારેકોરે ધવલ ઉજ્જવળ રંગ છે
સૃષ્ટિ સુંદર નિહાળી નજર મુજ ઠરી

તાજ્મેહ્લો બધા એક સરખાં અહી
સુખને સગવડ ઘણી તોય ચિંતા નરી

છીછરાં સુખમહી બુદ્ધ ડૂબ્યાં નહી
ધ્યાનસાગરમહીં શાંતિ પામ્યા ખરી

માફ કરજે હું મંદિર નથી આવતો
યાચના કે ફરિયાદ કહે ક્યાં કરી ?

પ્રેમ દેતાં મળે પ્રેમ શંકા નથી
પ્રિયતમ પ્રિયના દિલને જાશે વરી

અવતરી આ ગઝલ મિત્રના સ્નેહથી
સ્નેહથી મિત્રને ગઝ્લ આ મેં ધરી

ચાંદ જેવો સુરજ સાવ શીતળ, દિલીપ
હુંફ લે મેળવી દેહ જાશે ઠરી
દિલીપ ગજજર
I leave you my dream…Osho19 જાન્યુ

વેબજગ સારું અગર વળગણ નથી

aapnuhovuahi10
વેબજગ સારું અગર વળગણ નથી
ફેસબુક માધ્યમ છે કૈં અડચણ નથી
વ્યર્થ મોહરાઓ ઘણાં ડોકાય જાય
છીંછરી વૃત્તિને કંઈ સગપણ નથી
આંગળીના વેઢા પુરતાં હોય ત્યાં
મિત્રને ગણવાનું કંઈ કારણ નથી
કાવ્યસર્જક્ની પ્રતિભા હાર છે
ચૌર્યવૃત્તિ કોઈ આભૂષણ નથી
શેર કરવું જો કશું સર્જાય તો
વેર કરવાને કશું કારણ નથી
આવ પ્રકૃતિના અંતરવાસમાં
સાવ લીલાછમ  હ્રુદયમાં  રણ નથી
ભોગ આકર્ષણ નો થઈને ના મરુ
હું કવિ છું ભાટ કે ચારણ નથી
ભીડ ના અય્યાશી ના એકાંતમાં
દે વચન મળવાનું, જ્યાં પણબણ નથી
પ્રેમપિયુષનું દિલીપ, તું પાન કર
સંશયોનું આ જગે  મારણ નથી
-દિલીપ ગજજર.૬.જાન્યુ.’૧૩ લેસ્ટર યુ.કે.