વેબજગ સારું અગર વળગણ નથી

aapnuhovuahi10
વેબજગ સારું અગર વળગણ નથી
ફેસબુક માધ્યમ છે કૈં અડચણ નથી
વ્યર્થ મોહરાઓ ઘણાં ડોકાય જાય
છીંછરી વૃત્તિને કંઈ સગપણ નથી
આંગળીના વેઢા પુરતાં હોય ત્યાં
મિત્રને ગણવાનું કંઈ કારણ નથી
કાવ્યસર્જક્ની પ્રતિભા હાર છે
ચૌર્યવૃત્તિ કોઈ આભૂષણ નથી
શેર કરવું જો કશું સર્જાય તો
વેર કરવાને કશું કારણ નથી
આવ પ્રકૃતિના અંતરવાસમાં
સાવ લીલાછમ  હ્રુદયમાં  રણ નથી
ભોગ આકર્ષણ નો થઈને ના મરુ
હું કવિ છું ભાટ કે ચારણ નથી
ભીડ ના અય્યાશી ના એકાંતમાં
દે વચન મળવાનું, જ્યાં પણબણ નથી
પ્રેમપિયુષનું દિલીપ, તું પાન કર
સંશયોનું આ જગે  મારણ નથી
-દિલીપ ગજજર.૬.જાન્યુ.’૧૩ લેસ્ટર યુ.કે.

5 thoughts on “વેબજગ સારું અગર વળગણ નથી

  1. વાહ સરસ રચના દિલીપભાઇ.. વેબજગત ઉપર અભિનંદન..
    ભોગ આકર્ષણ નો થઈને ના મરુ
    હું કવિ છું ભાટ કે ચારણ નથી સરસ શેર…બધાં સુંદર છે આ વિશેષ ગમ્યો

  2. મકર સંક્રાન્તિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    સુંદર મનનીય ગઝલ. આ વિશાળતા જ આભની જેમ સૌને જગ્યા દઈ દે…શ્રી દિલીપભાઈ.

    રમેશ પટેલ(આકાઅશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s