હીમવર્ષા બની અવતર્યા શ્રીહરિ !

Snoe Poem

Gujarati Snow Poem -Himvarsha Bani Avtarya Shri Hari    -Lotus Budhdha Image DGajjar

ચોતરફથી સ્નો જુઓ વરસી ગયો
તે નહીં ગરજ્યો છતાં વ્યાપી ગયો
પ્રેમ નિષ્કારણ કદી ઘટતો નથી
શુભ્રતા સામ્રાજ્ય તે સ્થાપી ગયો
*******

કલ્પનાની પરી કલ્પનામાં સરી
સ્વપ્નની સુંદરી સ્વપ્નમાં સંચરી

આંખની બારીએ જોયું જગ જ્યાં જરી
હિમવર્ષા બની અવતર્યા શ્રીહરિ

સર્જનોની શું અદ્ભુત કારીગરી !
છે અજબ ને ગજબ તારું જગ ફેક્ટરી

શ્વેતરંગ સૃષ્ટિના ચિત્રમાં ચીતર્યો
સૌ જલન ઠારવા શીત વર્ષા કરી

સ્વર્ગ મારું અહી નર્ક મારું અહી
આ જીવન એવું છે જેવી દૃષ્ટિ કરી

ચારેકોરે ધવલ ઉજ્જવળ રંગ છે
સૃષ્ટિ સુંદર નિહાળી નજર મુજ ઠરી

તાજ્મેહ્લો બધા એક સરખાં અહી
સુખને સગવડ ઘણી તોય ચિંતા નરી

છીછરાં સુખમહી બુદ્ધ ડૂબ્યાં નહી
ધ્યાનસાગરમહીં શાંતિ પામ્યા ખરી

માફ કરજે હું મંદિર નથી આવતો
યાચના કે ફરિયાદ કહે ક્યાં કરી ?

પ્રેમ દેતાં મળે પ્રેમ શંકા નથી
પ્રિયતમ પ્રિયના દિલને જાશે વરી

અવતરી આ ગઝલ મિત્રના સ્નેહથી
સ્નેહથી મિત્રને ગઝ્લ આ મેં ધરી

ચાંદ જેવો સુરજ સાવ શીતળ, દિલીપ
હુંફ લે મેળવી દેહ જાશે ઠરી
દિલીપ ગજજર
I leave you my dream…Osho19 જાન્યુ

5 thoughts on “હીમવર્ષા બની અવતર્યા શ્રીહરિ !

 1. આંખની બારીએ જોયું જગ જ્યાં જરી
  હિમવર્ષા બની અવતર્યા શ્રીહરિ
  …………
  ચાંદ જેવો સુરજ સાવ શીતળ, દિલીપ
  હુંફ લે મેળવી દેહ જાશે ઠરી
  દિલીપ ગજજર
  …………………….
  જેવા મનોભાવ એવું સામે દર્શન રમે. આખું યુરોપ હિમપ્રપાતમાં શ્વેત વસ્ત્રોથી મઢાયું છે ને તેના

  દિદાર ને બારીમાંથી નિરખી , હરિભાવે ગઝલમાં આપે આબેહૂબ પ્રકૃતિને ઝીલી છે.સાચે જ સુંદર

  ગઝલ..પવિત્રાનાં દર્શન મનમાં છવાઈ ગયાં.

  ………………….

  પ્રજાસત્તાક દિને , રોશની બેન શેલત અને આપના સ્વરમાં શ્રી નારાયણ ખરેના સંગીતમાં , મારી રચનાની આપેલી

  યાદગાર ભેટ , આદરણીય શ્રી વિનોદભાઈએ , આપ સૌના આભાર સાથે લહેરાવી…ગૌરવવંતા કરી દીધા.
  ……………………….

  આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
  શ્રી રમેશભાઈ,

  આપને ભારતના ૬૪મા પ્રજાસત્તાક દિવસના અભિનંદન

  મેં આપનું એક રાષ્ટ્ર ભક્તિનું સરસ ગીત “જયહિન્દ જયઘોષ ત્રિરંગા” એના યુ- ટ્યુબ વિડીયો સાથે આપના આભાર સહીત, મારા બ્લોગ વિનોદ વિહારમાં, ૧-૨૫-૨૦૧૩ના રોજ પોસ્ટ કર્યું છે એને નીચેની લિંક ઉપર વાંચી/સાંભળી શકાશે .

  http://vinodvihar75.wordpress.com/2013/01/25/

  વિનોદ પટેલ

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. મારા મિત્ર શ્રી રમેશભાઈ પટેલના ગીત અને એનો આપે બનાવેલ સુંદર વિડીયો દ્વારા આપનો ,
  આપની કલાત્મકતા અને બ્લોગ ઉપર આવીને આપની કાવ્ય રચનાઓનો પરિચય મેળવી આનંદ
  થયો .

  આપનો બ્લોગ મને ખુબ ગમ્યો .એમાં પોસ્ટ કરેલી કલાકૃતિઓ સાથેનાં કાવ્યો માણ્યાં .
  આપને ખુબ ખુબ અભિનંદન .મળતા રહીશું .

 3. ચોતરફથી સ્નો જુઓ વરસી ગયો
  તે નહીં ગરજ્યો છતાં વ્યાપી ગયો
  પ્રેમ નિષ્કારણ કદી ઘટતો નથી
  શુભ્રતા સામ્રાજ્ય તે સ્થાપી ગયો
  અને
  આંખની બારીએ જોયું જગ જ્યાં જરી
  હિમવર્ષા બની અવતર્યા શ્રીહરિ
  અભિવ્યક્તિના બહુ સુંદર ઉદાહરણ.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s