મુક્તકઃ-
શિશુ પૈગામ દેવા સ્વર્ગથી જો અવતર્યા લાગે
ગઈ નિર્દોષતા નરની બુરા કૃત્યો વધ્યા લાગે
વસંતે જો ચમન સૌ ફૂલથી હર્યાભર્યા લાગે
ખિજામાં જ્યાં જુઓ ત્યાં વૃક્ષથી પર્ણો ખર્યા લાગે
*******
એકાંતમાં જે સુખ મળે તે ક્યાંય ના મળે
તારું જ મનમાં ધ્યાન રહે તે ક્યાંય ના મળે
મનપંખી આપે કેદ ને મુક્તિની પાંખ દે
આનંદ લોકાંતે મળે તે ક્યાંય ના મળે
*******
જીવન વિકાસના માર્ગે ગતિ સ્થગીત ના થાયે
વિષય વિલાસના રસ્તે મતિ ભ્રમીત ના થાયે
નજર તેના તરફ હો ધ્યેયનીષ્ઠાથી જીવન શણગાર
વરસતી સ્નેહ વર્ષાથી કોઈ વંચિત ના થાયે
*******
લેસ્ટરની વાત ક્યાં એ તો લઘુ ગુજરાત છે
આપણું હોવું અહી ક્યાં નાનીસૂની વાત છે
વિશ્વના લોકો અહીં આવી વસે સન્માનથી
સૂર ને સંવાદિતાની કેવી સુંદર ભાત છે
*******
આ જગત સુંદર દિશે તો જાણજો કે પ્યાર છે
આ જીવન સુંદર બને તો જાણજો કે પ્યાર છે
ના મરણ નો ભય રહે તો જાણજો કે પ્યાર છે
ને સ્મરણમાં ‘તું’ રહે તો જાણજો કે પ્યાર છે
વાત જો ખૂટે નહીં તો જાણજો કે પ્યાર છે
રાત જો ટૂંકી પડે તો જાણજો કે પ્યાર છે
દોષ કોઈ ના રહે તો જાણજો કે પ્યાર છે
સ્વલ્પ સંશય ના બચે તો જાણજો કે પ્યાર છે
આંખમાં તેની છબી હો, જાણજો કે પ્યાર છે
હર જગા દેખાય તે તો જાણજો કે પ્યાર છે
-દિલીપ ગજજર
ખુબજ સુંદર મુક્તક છે। આ કોણ સચિન છે? ખુબજ ઉમદા ફોટો માં આ રચના ખીલી ઉઠી છે।આપ શ્રી ની વાત બિલકુલ સાચી છે લેસ્ટર લઘુ ગુજરાત છે ઘરે ઘરે ગુજરાતીઓ નો માહોલ છે એક બીજા ના દરવાજે અલક મલક ની વાતો છે …આપશ્રી નો ખુબ ખુબ આભાર સુભેછા સહ।
શ્રી ભરતભાઈ આપનો આભારી છું પ્રતિભાવ માટે
મિરાજ સચિન દેવયાન મારી સાળીના સંતાનો છે ..સચિન ના બર્થ ડે માં આ ફોટો લીધો
દિલીપ
લેસ્ટરની વાત ક્યાં એ તો લઘુ ગુજરાત છે
આપણું હોવું અહી ક્યાં નાનીસૂની વાત છે
વિશ્વના લોકો અહીં આવી વસે સન્માનથી
સૂર ને સંવાદિતાની કેવી સુંદર ભાત છે
શ્રી દિલીપભાઈ
સુંદર વિચારોથી છલકે છે મુક્તકો. ગુર્જર પ્રેમની શૈલી મનને ઝંકૃત કરી ગઈ.
રમેશ પટેલ(આકાશદીપ)
wahhh saras rachanao..abhinandan
Aaapno khub khub aabhar
લેસ્ટરની વાત ક્યાં એ તો લઘુ ગુજરાત છે
આપણું હોવું અહી ક્યાં નાનીસૂની વાત છે
વિશ્વના લોકો અહીં આવી વસે સન્માનથી
સૂર ને સંવાદિતાની કેવી સુંદર ભાત છે
ગુજરાતીઓની આ જ તો એક ખૂબી છે.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.