मदभावो मानसा जाता

PerpulCrocus
मदभावो मानसा जाता एषाम  लोक ईमां  प्रजा :
 ગઝલ :-
હૈયે હૈયે લાગણીનાં સાત સાગર ઘૂઘવે
ઓટભરતી વૃત્તિનાં મોજાં  ઉછળતાં  સૂચવે

સો શરદ જાણે વિતી દિલ આજ ઝૂમી ઉઠીયું 
લાગણીના બાગમાં એક ફૂલ ખીલી ઉઠીયું 
પ્રેમની એક ડાળ જ્યાં પંખીનું મીઠું ગાન છે
પ્રેમના  પરિવારમાં ક્યા માનવી અપમાન  છે
સૃષ્ટિ માં સરવાને સારું સૌનું સરખું સ્થાન હો  !
સર્વ સર્જન સાથ સર્જકનું સદા સન્માન હો   !
નિજના દુર્ગુણ શું દર્પણ નથી દર્શાવતો ?
કોઇપણ  સત્કાર્યમાં  ઉત્સાહ  કાં ન આવતો ?
ધર્મ જ્યાં બાધા નથી ત્યાં  કોઇપણ નફરત નથી
માનવી ને  કેમ બનવા માનવી  ફુરસત નથી
ખુલશે નાં લોભના ભંડારીઓનાં  બારણાં
કામ ક્રોધ ને નર્ક ના ખુલ્લાં જ અંતે બારણાં
પ્રેમ કરવાના  ગુના પણ માફ તેને ના કર્યા
પ્રેમીઓ જાલિમ જગતથી  કોઈ દિવસ નાં ડર્યા
છીછરાં  પ્રતિબંબમાં  સંબંધનાં સૌ  ચિત્ર છે
જો મળો તો મિત્ર છે  જો ના મળો તો શત્રુ છે
સૃષ્ટિ તેની જોવા દિવ્ય દૃષ્ટિ લો દિલીપજી 
સારઅસાર ના સાધિયો તો ભરખી લેશે કાળજી
-દિલીપ ગજજર,લેસ્ટર
18/2/2013
diport16213

પાંખ આપી આભને વિસ્તારતો તે પ્રેમ છે

Dodilpinkflowers2
 

મિત્રો રજુ કરું છું,મારી લીધેલ તસ્વીર સાથે
सा तू परम प्रेमरूपा/ સહજ અભિવ્યક્તિ
પાંખ આપી આભને વિસ્તારતો તે પ્રેમ છે 
આંખ આપી નવજીવન દર્શાવતો તે પ્રેમ છે 
આદમીમાં આદમિયત લાવતો તે પ્રેમ છે
દીવડા   કારુણ્યનાં  પ્રગટાવતો તે પ્રેમ છે
અંતરે આનંદ અવિરત આપતો તે પ્રેમ છે
ખાલીપો ના માલીપા અકળાવતો તે પ્રેમ છે
સુર સારેગામાના આલાપતો તે પ્રેમ છે
ગીત ગઈ સૌના દિલ ડોલાવતો તે પ્રેમ છે
તાર અંતરવીણા ના ઝંકારતો તે પ્રેમ છે
ધાઈ અક્ષરની જ માળા જાપતો તે પ્રેમ છે
સર્વનું ચાહે  ભલું ના શાપતો તે પ્રેમ છે
નામ મનગમતું સદા દોહરાવતો તે પ્રેમ છે
નામ તેનું સ્નો ઉપર આલેખતો તે પ્રેમ છે
જાતને સૌથી પ્રથમ જે ચાહતો તે પ્રેમ છે
અન્ય ને નજરોથી ના ઉતારતો તે પ્રેમ છે
જિંદગીના પુષ્પને  ખીલાવતો તે પ્રેમ છે
ભેદભાવો  સરહદોને તોડતો તે પ્રેમ છે
ખુશ્બુ ચારિત્ર્ય ની મહેકાવતો તે પ્રેમ છે
આજ કે ના કાલગણના પુરતો તે પ્રેમ છે
કોઈ પણ કારણ વગર જે થઈ  જતો  તે પ્રેમ છે
ચેતનાને  સત્વ થી  અજવાળતો તે પ્રેમ છે
પ્રેમીના પ્રતિસાદ દઈ  વર્ષાવતો તે પ્રેમ છે
ચેહરાની આભા થઇ ચમકાવતો તે પ્રેમ છે
અક્ષરી આકાશને અજવાળતો તે પ્રેમ છે
મૌન માં મુખરિત થઈને બોલતો  તે પ્રેમ છે
આજીવન ઝળહળ થઇ પ્રકાશતો તે પ્રેમ છે
સૂર્યની તેજસ્વીતાને આંજતો  તે પ્રેમ છે
ચાંદની શીતળતા  હૃદયે ધારતો તે પ્રેમ છે
શાપતો તરછોડતો ના આપતો તે પ્રેમ છે
માપતો ના કાપતો ના  જોડતો તે પ્રેમ છે
દર્પણે દિલના હમેશા ઝંખતો તે પ્રેમ છે
 પુજતો ને પોષતો સંભાળતો તે પ્રેમ  છે

જે કરુણાભીની નજરે ભાળતો તે પ્રેમ છે

 પ્રાત:કાળે આશથી ઉઠાડતો તે પ્રેમ છે

ગોંદ માં લઇ બાળને  સુવાડતો તે પ્રેમ છે
મોતને હસ્તે મુખે સ્વીકારતો તે પ્રેમ છે
સાત સાગર સહેજમાં જે તારતો તે પ્રેમ છે
ભક્તને અમૃતરસ પીવડાવતો તે પ્રેમ છે
સ્વપ્નમાં  આતંક ના વર્તાવતો તે પ્રેમ છે 
સર્જનોને  સૃષ્ટિના  શણગારતો તે પ્રેમ છે 
 
-દિલીપ ગજજર
 14.2.2013