मदभावो मानसा जाता एषाम लोक ईमां प्रजा :
ગઝલ :-
હૈયે હૈયે લાગણીનાં સાત સાગર ઘૂઘવે
ઓટભરતી વૃત્તિનાં મોજાં ઉછળતાં સૂચવે
સો શરદ જાણે વિતી દિલ આજ ઝૂમી ઉઠીયું
લાગણીના બાગમાં એક ફૂલ ખીલી ઉઠીયું
પ્રેમની એક ડાળ જ્યાં પંખીનું મીઠું ગાન છે
પ્રેમના પરિવારમાં ક્યા માનવી અપમાન છે
સૃષ્ટિ માં સરવાને સારું સૌનું સરખું સ્થાન હો !
સર્વ સર્જન સાથ સર્જકનું સદા સન્માન હો !
નિજના દુર્ગુણ શું દર્પણ નથી દર્શાવતો ?
કોઇપણ સત્કાર્યમાં ઉત્સાહ કાં ન આવતો ?
ધર્મ જ્યાં બાધા નથી ત્યાં કોઇપણ નફરત નથી
માનવી ને કેમ બનવા માનવી ફુરસત નથી
ખુલશે નાં લોભના ભંડારીઓનાં બારણાં
કામ ક્રોધ ને નર્ક ના ખુલ્લાં જ અંતે બારણાં
પ્રેમ કરવાના ગુના પણ માફ તેને ના કર્યા
પ્રેમીઓ જાલિમ જગતથી કોઈ દિવસ નાં ડર્યા
છીછરાં પ્રતિબંબમાં સંબંધનાં સૌ ચિત્ર છે
જો મળો તો મિત્ર છે જો ના મળો તો શત્રુ છે
સૃષ્ટિ તેની જોવા દિવ્ય દૃષ્ટિ લો દિલીપજી
સારઅસાર ના સાધિયો તો ભરખી લેશે કાળજી
-દિલીપ ગજજર,લેસ્ટર
18/2/2013
હૈયે હૈયે લાગણીનાં સાત સાગર ઘૂઘવે
ઓટભરતી વૃત્તિનાં મોજાં ઉછળતાં સૂચવે
પ્રેમની એક ડાળ જ્યાં પંખીનું મીઠું ગાન છે .. vaah khub saras …!
Thanks Chetuben for visiting blog and comment.
નિજના દુર્ગુણ શું દર્પણ નથી દર્શાવતો ?
કોઇપણ સત્કાર્યમાં ઉત્સાહ કાં ન આવતો ?
Dilipbhai,
Congrats ! Very nice Rachana.
Touched by the words !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
See you on Chandrapukar.
શ્રી ચન્દ્રવદન ભાઈ આપનો ખુબ આભાર આ પંક્તિ દ્વારા પ્રતિભાવ બદલ
wahhh સરસ ગઝલ થઈ છે
સૃષ્ટિ માં સરવાને સારું સૌનું સરખું સ્થાન હો !
સર્વ સર્જન સાથ સર્જકનું સદા સન્માન હો !
હું મોટો તું નાનો એ ખ્યાલ જગતનો ખોટૉ
આભાર, આપના પ્રેરક પ્રતિભાવ બદલ
માનવનો અહં જેટલો મોટો તેટલો બીજાને ઠરાવી શકે નાનો !…
હૈયે હૈયે લાગણીનાં સાત સાગર ઘૂઘવે
ઓટભરતી વૃત્તિનાં મોજાં ઉછળતાં સૂચવે
સરસ વાત કરાઈ છે આ પ્રેમ નિતરતી બાનીમાં,ગમ્યું અને તમારું ફૂલો પાછળથી ડોકિયું પણ…
હિમાંશુભાઈ, આપનો ખુબ આભાર પ્રતિભાવ બદલ
ધર્મ જ્યાં બાધા નથી ત્યાં કોઇપણ નફરત નથી
માનવી ને કેમ બનવા માનવી ફુરસત નથી
………………..
સુંદર અને ભાવથી ભરપૂર રચના છે..સંદેશ પણ સુંદર.
રમેશ પટેલ(આકાશદીપ)
Shree Rameshbhai..Kavimitra Aapno khub khub aabhar.
પ્રત્યેક પંક્તિમાં સંદેશ છે. બહુ સરસ રચના છે.