
Image by DG
मा रोदि ही / રડો નહી –વેદ
પારકા પણ મિત્ર બનતા હોય છે
સ્વજનો બસ શત્રુ ઠરતા હોય છે
કોઈની ચપટી દુઆ પણ ખાસ છે
પોતીકા ચુટલી જ ખણતા હોય છે
કોઈ કઈ ને કૈક છો કહ્યા કરે
નાખુદા તો માર્ગ કહેતા હોય છે
મેલી ચાદર કોણ ધોવા ઇચ્છતું ?
કંઈ કુટિલતા જાળ વણતા હોય છે
કોણ તારાં નામની માળા જપે ?
સ્વાર્થના મણકાઓ ગણતાં હોય છે
જ્યાં મહેકતા બાગથી ખુશબો ઉઠી
જીવતાજી કૈક બળતા હોય છે
જે અભિષેક ઇશનો લે ઓળખી
પ્રેમના પ્રવાહે ન્હાતા હોય છે
એક બે સપના બચ્યા જે આંખમાં
ધૂળમાં રગદોળી દેતા હોય છે
સ્વાર્થવિણ કઈ કાર્ય કે ના પ્યાર દે
તે પ્રભુને ફૂલ ધરતા હોય છે
ભેટ પામ્યા જે પરમના કાવ્યની
વેદ કહેતા બાળકો, मा रोदि ही
અજ્ઞબાળક ખુબ રડતા હોય છે
હા દિલીપ, સંસારના સાક્ષી થતા
સુખદુઃખના ખેલ જોતા હોય છે
દિલીપ ગજજર
1/4/13 લેસ્ટર