મિત્ર બનતા હોય છે

Image by DG

Image by DG

मा रोदि ही / રડો નહી –વેદ
 
પારકા પણ મિત્ર બનતા હોય  છે
સ્વજનો બસ શત્રુ ઠરતા હોય છે
            કોઈની ચપટી દુઆ પણ ખાસ  છે
          પોતીકા ચુટલી જ ખણતા હોય છે
કોઈ  કઈ  ને  કૈક  છો  કહ્યા  કરે
નાખુદા તો માર્ગ કહેતા હોય છે
            મેલી ચાદર કોણ  ધોવા  ઇચ્છતું ?
          કંઈ કુટિલતા જાળ વણતા હોય છે
કોણ  તારાં  નામની  માળા  જપે  ?
સ્વાર્થના મણકાઓ ગણતાં હોય છે
           જ્યાં મહેકતા બાગથી ખુશબો ઉઠી
         જીવતાજી  કૈક  બળતા  હોય   છે
જે અભિષેક ઇશનો લે ઓળખી
પ્રેમના પ્રવાહે ન્હાતા  હોય  છે
          એક બે સપના બચ્યા જે આંખમાં 
          ધૂળમાં   રગદોળી  દેતા  હોય  છે
સ્વાર્થવિણ કઈ કાર્ય કે ના પ્યાર દે
તે  પ્રભુને  ફૂલ  ધરતા  હોય  છે
            ભેટ પામ્યા જે પરમના કાવ્યની
          હરપળે તહેવાર કરતા હોય  છે
વેદ કહેતા બાળકો, मा रोदि ही
અજ્ઞબાળક ખુબ રડતા  હોય  છે
           હા દિલીપ, સંસારના સાક્ષી થતા
          સુખદુઃખના ખેલ જોતા હોય  છે
દિલીપ ગજજર 
1/4/13 લેસ્ટર

18 thoughts on “મિત્ર બનતા હોય છે

 1. ખુબજ ઉમદા રચના બનાવી છે સ્વાર્થ વિન કય કાર્ય કે ના પ્યાર દે તે પ્રભુ ને ફૂલ ધરતા હોય છે આ પાખંડી તો હમેશા શ્ર્ધાળું ને ફોસલાવતા હોય છે શુભેછા સહ ધન્યવાદ .

 2. વેદ કહેતા બાળકો, मा रोदि ही
  અજ્ઞબાળક ખુબ રડતા હોય છે

  મદાલસા સ્તોત્રનો પ્રથમ શ્લોક યાદ આવ્યો:

  ત્વમસી તાત શુદ્ધ બુદ્ધ નિરંજન, ભવ માયા વર્જિત જ્ઞાતા |
  ભવ સ્વપ્નં ચ મોહનિંદ્રાં તજ મદાલસા Sહં સુત માતા ||

 3. વાચીનેતો હું ફરી મિત્ર થઈ ગયો,
  એક બે સપના બચ્યા જે આંખમાં
  ધૂળમાં રગદોળી દેતા હોય છે …….આ સાચું છે.

 4. દિલીપભાઈ , ખુબ સરસ .

  વધતો જતો કળિયુગ અને ઘટતો જતો સતયુગ

  આવે છે જયારે અવસર લેવા -દેવા નો ,

  ભગવાન પણ બેહરા બની જાય છે.

  તો પછી સ્વજનો ની શું વાત કરવી ?

  • સપનાજી, આપનો ખુબ આભારી છું જન ફરિયાદ માં આપ નિસ્વાર્થભાવે રજુ કરી
   મારે મુલાકાત લેવી રહી અને આપની નવલકથા વાચવી રહી તથા અન્ય કવિઓની રચનાઓ પણ ..

 5. સ્વાર્થવિણ કઈ કાર્ય કે ના પ્યાર દે

  તે પ્રભુને ફૂલ ધરતા હોય છે

  હા દિલીપ, સંસારના સાક્ષી થતા

  સુખદુઃખના ખેલ જોતા હોય છે
  >>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
  Dilipbhai…Late to come !
  Read your Kavya Post.
  I feel this was one of your best Rachana.
  Each Pankti is like a Pearl in a Necklace.
  I chose 2….1st tell a lot of the Karmayog..the Last & the 2nd here brings the individual to the REALITY of the World !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Inviting you to Chandrapukar..hope to see you there !

 6. જીવન સાગરનાં મોતી એટલે સંસ્કારી રચનાઓનાં ફૂલો.
  શ્રી દિલીપભાઈની ચીંતનસભર રચનાઓમાં આ ખૂબીઓ સદા
  ઝળહળે છે…સરસ રચના.

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s