‘મહેકતું ગુજરાત’ Audio

પ્રિય મિત્રો, આપની સમક્ષ ગુજરાતના 52 મા સ્થાપના દિને વિશેષ

કવિ મિત્ર  શ્રી રમેશભાઈ ‘આકાશદીપ’ની  ‘મહેકતું ગુજરાત’ રચના રજુ કરતા આનંદ થાય છે

ગાજે મેહૂલીઓ ને  સાવજની દહાડ,

 જાણજો એજ મારું વતન ગુજરાત’

રજૂઆત- ચેતુ ઘીયા  શાહ
ગાયકો- દિલીપ ગજજર  અને રોશની શેલત (અમદાવાદ )
સંગીતકાર- નારાયણ ખરે, અમદાવાદ, ગુજરાત
આપના પ્રતિભાવ આવકાર્ય
sardaardg Blg

28 thoughts on “‘મહેકતું ગુજરાત’ Audio

 1. આદરણીય કવિ શ્રી રમેશભાઈ પટેલ ની આ રચના ખુબજ અદભુત છે વતન પ્રેમ નો એક એક શબ્દ ને સલામ સંગીત કાર આદરણીય નારાયણભાઈ ખરે ના તાલ માં આપશ્રી અને સુશ્રી રોશનીબેન શેલતજી એ ખુબજ મધુર અવાજ માં ગીત ગાય ને ગુજરાત ની ખુશ્બુ ને લહેરાવી દીધી છે તાપી ના તટ …………ગાંધી સરદાર ના ગુર્જરી એ મને આજે ગુજરાત ની મહેકતી માટી ની યાદ અપાવી ગય ખુબજ સારી રીતે રજુ કરી ને સુશ્રી ચેતુ બેન એ સારી રજૂઆત કરી સોવ ને હાર્દિક ધન્યવાદ।શુભેછા સહ।

 2. શ્રી દિલીપભાઈ

  સસ્નેહ જય યોગેશ્વર.

  ગુજરાતના સ્થાપના દિનના પર્વની ઉજાણી , ગુર્જરી સંતાનને છાજે અને ઉમંગથી ઉછળે એ રીતે ઉજવીએ તેનાથી રૂડું શું? આપ તથા સુશ્રી રોશનીબેનના સુમધુર કંઠ અને શ્રી નારાયણ ખરેના સંગીતથી ગીતના શબ્દોમાં

  વતન પ્રેમનો પમરાટ વહ્યો છે. ચેતુબેન એચ. ઘીયાની રજૂઆત પ્રસ્તાવનાથી, ગીત સાંભળવાની ઉત્કંઠા જાગી જાય છે અને એટલા જ સૌમ્ય કર્ણપ્રીય સંગીત સાથે શ્રીદિલીપભાઈ અને રોશનીબેને ગીતને ઉપાડ્યું છે. ગીતને સ્વરથી મઢવું એ એક આગવી કલા છે અને તેની લહેક વતનને અભિવાદન દેતી રણકે છે. આપે મારા વતન પ્રેમના ગીતને જે બહુમાન દીધું છે, તે માટે આનંદ સાથે ગૌરવ અનુભ’વાય છે. અમેરિકા, યુ.કે. અને ભારત( ગુજરાત)ના આ ગુર્જર સંતાનોના પ્રેમની ,’ ૫૨’..મા સ્થાપના દિનની સંગીતમય ઉજવણીની વધામણી ઝીલવા મિત્રોને સાદ દેતાં ..અંતરથી મહેકતાં… ‘જય જય ગુજરાત કહી વંદન પાઠવું છું .

  શ્રી દિલીપભાઈ આપ તથા આપના તજજ્ઞમિત્રોના વિશેષ ઋણનો સ્વીકાર પાઠવતાં ખૂબ જ આનંદ થાય છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  • શ્રી રમેશભાઈ, આપનો ખુબ ખુબ આભાર ..સાથે આપની વાતના ભાવના અમારા બધામાં પણ ભાવના જગાડી ગઈ અને ‘ગાજે મેહુલીયો’ આપની રચના મિત્રો ને પરિવાર જનોમાં આવકાર પામી અને સહુને ગમે એ જ ભાવ સાથે ..જય ગુજરાત

 3. શ્રી દિલીપભાઈ,

  આદરણીય શ્રી રમેશભાઈની ગુજરાત સ્થાપના દિને ગુજરાતનો મહિમા વર્ણવતી ખૂબજ સુંદર રચના નાં શબ્દોને સ્વર લિપિબદ્ધ કરીંને સુમધુર સ્વરમાં તેમજ કર્ણપ્રિય સંગીત સાથે રજૂ કરવા બદલ આપને તેમજ આપની ટીમ ધન્યવાદ પાત્ર છો. .

  ‘જય જય ગરવી ગુજરાત’

 4. ગુજરાતના 52 મા સ્થાપના દિને ગુજરાતમાં સદાયે મેહુલિયો ગાજતો રહે અને સાવજની ડણકું સંભળાતી રહે તેવી અભ્યર્થના સહ સર્વે ગુજરાતીઓને અઢળક શુભકામનાઓ…

 5. પ્રિય મિત્ર સુભાષભાઇ, આપ પ્રથમવાર લેસ્ટર ગુર્જરી પર આવ્યા..આનન્દ ..આપના જિવનમાં પણ ગુર્જરી મહેકતી રહે..એજ સાભાર.

 6. આદરણીય શ્રી દીલીપભાઇ ગજ્જર

  ગુજરાત સ્થાપનના ૫૨મા દિને અમેરિકા નિવાસી શ્રી રમેશભાઇઅની

  કલમે આલેખાયી યુકે ના શ્રી દિલીપભાઇ ગજ્જર ને અમદાવાદનાં

  રોશનીબેન શેલતના સ્વરોએ સુર રેલાવ્યો તથા અમદાવાદના શ્રીનારાયણ ખરે

  સંગીત દ્વારા મઢ્યું જેને આફ્રિકાના સુદાન શહેરથી શ્રી ચેતુ ઘીયા શાહના સુરીલી

  રજુઆતે ચાર ચાંદ લગાવી દીધા.

  કહેવાય છે ને કે જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજ્રાત એ યુક્તિને આજે અમેરિકા

  યુકે. અમદાવાદ અને આફ્રિકાએ મલી યથાર્થ ઠેરવી છે.

  બસ કવિવર રમેશભાઇનું ” મહેંકતું ગુજરાત ” ગુજરાત અને દેશ દેશાવર્માં વસતા ગુજરાતીઓના

  તન મન અને હૈયામાં સતત ગુજ્યા કરે એવી શુભેચ્છા.

  ” મહેંકતા ગુજરાત “ને શબ્દો સુરો સંગીત ને રજુઆત્માં સોનેથી મઢ્વા બદલ શ્રી રમેશભાઇ (આકાશદીપ)

  શ્રી દીલીપભાઇ ગજ્જર , શ્રી રોશનીબેન શેલત તેમજ ચેતુ ઘીયા શાહ્ને ખોબલા ભરી અભિનંદન.

  • સ્વપ્ન જેસરવાકર..આપના પ્રેરક પ્રતિભાવ બદલ આભાર…બસ આપણી ગુજરાતી ભાષા આમ જ મહેકતી રહે..રમેશભાઈની વતન વતનભાવના સ્પર્શી જાય છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s