ભેટ જીવનમાં મળી …

atHeathrow1

ભેટ જીવનમાં મળી તે ભેટ્ને માપો નહીં

ભાવના સમજી લઈ દેનારને શાપો નહીં

ભાવ આપી ભાવ પામો, છો બીજું આપો નહીં 

ભાવમાં ભગવન વસે છે ભાવ ઉથાપો નથી 

ભાવનો સાગર ગહન ને ભાવનું કારણ અગમ 

બુદ્ધિને કાંઠે ઉભા અશ્રુવહન  માપો નહીં 

મૂલ્ય તેને મન તમારું સહેજ પણ ઓછું નથી

ગર્વના શીખરે ચડી હુંકાર ધ્વજ સ્થાપો નહીં

આઈ લાવ યુ તે કહે ના, આઈ લવ યુ હું કહું ના,

ખુલ્લા દિલના આવકારા  સમ બીજો ઝાંપો નહીં 

પ્રેમ તારી મારી વચ્ચે ત્યાં પ્રભુ પણ નાચશે 

પથ્થરોના સ્થાન પુરતો પ્રેમને સ્થાપો નહીં

તે પરમનો સાદ દઈને  સ્નેહનો વરસાદ દે 

એક સરખી ચાહમાં ઓછું વધુ આપો નહિ 

હોય જ્યાં  છાંટો દયાનો ત્યાં સહાનુભુતિ હો,

ગાય ઘેટાં બકરાં માસૂમ જીવને કાપો નહીં

વાણી ને વિચાર ને વર્તમહીં ના  સામ્યતા

કાગળૉના વાઘને ઊંચા બિરુદ આપો નહીં

પ્રેમમાં તન્મય તું  ગાઈ  શકે નાચી શકે 

ત્યાં ‘દિલીપ’ સ્વદેશ કે પરદેશ ઝુરાપો નહી 

-દિલીપ ગજજર 7/6/13

 

7 thoughts on “ભેટ જીવનમાં મળી …

 1. ભાવ આપી ભાવ પામો, છો બીજું આપો નહીં
  ભાવમાં ભગવન વસે છે ભાવ ઉથાપો નથી વાહ સરસ ગઝલ થઈ છે નવાં રદિફ સાથે….મર્મવાળી…

 2. હોય જ્યાં છાંટો દયાનો ત્યાં સહાનુભુતિ હો,
  ગાય ઘેટાં બકરાં માસૂમ જીવને કાપો નહીં
  વાણી ને વિચાર ને વર્તમહીં ના સામ્યતા
  કાગળૉના વાઘને ઊંચા બિરુદ આપો નહીં
  પ્રેમમાં તન્મય તું ગાઈ શકે નાચી શકે
  ત્યાં ‘દિલીપ’ સ્વદેશ કે પરદેશ ઝુરાપો નહી ખુબજ ઉમદા રચના આપ શ્રી એ પીરસી છે હાર્દિક ધન્યવાદ

 3. ભાવનો સાગર ગહન ને ભાવનું કારણ અગમ

  બુદ્ધિને કાંઠે ઉભા અશ્રુવહન માપો નહીં
  …………………….
  ચીંતનસભર વિષય વસ્તુને મનનીય રીતે આપે ગઝલમાં મઢી લીધી છે. દરેક શેર કોઈ વસ્તુ પર પ્રકાશ પાડવા ઝબકી રહ્યો એવો ભાવ જાગે છે..એ આપનું કૌશલ્ય છે.

  આવી રચનાત્મક ગઝલ હૈયામાંથી ભાવ સાથે વહે એ ખૂબ મોટી વાત છે. શ્રી દિલીપભાઈ ખૂબખૂબ અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s