સાવ નાની વાતમાં આનંદ આવે છે હવે
અંકૂરો ફૂટૅ હ્રુદયમાં રંગ આવે છે હવે
ઊઠતાવેંત સૂર્ય પ્યારો પૂછે મિત્ર કેમ છો ?
મિત્રતાનું એક કિરણ ઉમંગ લાવે છે હવે
સ્નેહની નજરે નિરખતાં વિશ્વ અદભૂત લાગતું
પ્યારનો સંસાર અનોખો ઢંગ લાવે છે હવે
મુક્ત શ્વાસો જ્યાં રુંધાતા તે હવાથી દૂર છું
મૂલ્યની નિષ્ઠા ખરો સતસંગ લાવે છે હવે
સૂર્ય ચન્દ્ર વૃક્ષ વન ફૂલો મન ભરીને નીરખું
પ્રકૃતિ આખી દિલીપની સંગ આવે છે હવે
-દિલીપ ગજજર
ખુબજ સરસ રચના પ્રકૃતિ ને અનુરૂપ આપે પીરસી છે મુક્ત શ્વાસો જ્યાં રૂંધાતા તે હવા થી દુર છું મુલ્ય ની નિષ્ઠા સાત સંગ લાવે છે જો વિશ્વ માં 50 % મુલ્ય નિષ્ઠામય બની જાય તો સોના માં સુગંધ ભળી જાય આપ નો હ્રદય પૂર્વક આભાર સહ સુભેછા।
Khub khub aabhaar Bharatbhai.
સરસ વાત ગમી..ખાસ કરીને પહેલી બે પંક્તિઓ..ખૂબ મજાની..અભિનંદન દિલીપભાઇ
Khub khub aabhar Nilamji.
સૂર્ય ચન્દ્ર વૃક્ષ વન ફૂલો મન ભરીને નીરખું
પ્રકૃતિ આખી દિલીપની સંગ આવે છે હવે
-દિલીપ ગજજર
KudaratNa Darshan….Eva DarshanMa DilipNa HadayaNa Shabdo.
Sundar !
Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Hope to see you @ Chandrapukar !
સૂર્ય ચન્દ્ર વૃક્ષ વન ફૂલો મન ભરીને નીરખું
પ્રકૃતિ આખી દિલીપની સંગ આવે છે હવે
-દિલીપ ગજજર
વાહ! શ્રી દિલીપભાઈ..પ્રકૃતિ ખોળે રમતા સુંદર ફોટાઓ સાથે, એટલી જ મજાની ગઝલ.ઊર્મિભર્યા હૃદયની નિર્મળ મસ્તી, સદા આપના અભિગમમાં છલકાય છે.
રમેશ પટેલ(આકાશદીપ)